Header Ads

  • Breaking News

    રાજ્યમાંમહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે મેગા ડ્રાઇવ શરૂ

     રાજ્યમાંમહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે મેગા ડ્રાઇવ શરૂ

    રાજ્યભરમાં ૧૦ હજારથી વધુ બુથ પર રસીકરણનો ઉત્સાહભેર પ્રારંભ :
     મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે સમગ્ર કામગીરીની સમીક્ષા કરી 
    ............

    v મેગા ડ્રાઇવ દરમ્યાન ૭,૫૦૦ જેટલા ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક
    v ૩૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનુ આયોજન

    ................................

    કોરોના રસીકરણમાં ગુજરાત રાજ્યનું પર્ફોમન્સ શ્રેષ્ઠ રહ્યુ છે ત્યારે મહત્તમ રસીકરણ કરી સૌના સાથ થકી રાજ્યને કોરોનામુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે આજે તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યુ છે. સમગ્ર મેગા ડ્રાઇવના આયોજન અને તૈયારીઓ અંગે રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે ગઇ કાલે ગુરુવારે વિડીયો કોન્ફરન્સ મારફતે તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિ.કમિશનર સાથે સંવાદ કરી જરુરી સુચનાઓ આપી હતી. આજે સવારથી રાજ્યભરમાં મેગા ડ્રાઇવ માટે ઉભા કરાયેલા ૧૦ હજારથી વધુ બુથ પર રસીકરણનો ઉત્સાહભેર પ્રારંભ થઇ ગયો છે. સમગ્ર કામગીરી પર સવારથી મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર નજર રાખીને તેની જરૂરી સમીક્ષા કરી રહ્યા છે.




    આજે આ ડ્રાઇવ દરમ્યાન ૭,૫૦૦ જેટલા ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ મેગા ડ્રાઇવ દરમ્યાન ૩૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનુ આયોજન છે. મેગા ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજાડોઝ માટે બાકી રહેલા લાભાર્થીને રસીકરણ સેવા આપવામાં આવનાર છે.


    ઉલ્લેખનીય છે કે,સમગ્ર દેશમાં અને રાજ્યમાં તા. ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કોવિડ-૧૯ રસીકરણકામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. ૧૫ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કુલ ૫.૩૩ કરોડ રસીના ડોઝ આપી દેવામાંઆવ્યા છે.રાજ્યમાં પ્રતિ દસ લાખ વસ્તીએ ૮,૩૪,૭૮૭ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે.રાજ્યમાં કુલ ૫,૯૦૬ ગામડાઓ, ૧૦૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૪ શહેરી આરોગ્યકેન્દ્ર તથા ૧૭ તાલુકાઓમાં તમામ ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમડોઝ આપી ૧૦૦ ટકારસીકરણ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં કોવિડ-૧૯ રસીના સ્ટોરેજ ૬ ઝોન કક્ષાના વેકસીન સ્ટોર, ૪૧જિલ્લા કોર્પોરેશન કક્ષાના સ્ટોર તથા રર૩૬ કોલ્ડ ચેઇન પોઇન્ટ હાલની પરિસ્થિતિએઉપલબ્ધ છે. કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે રાજ્યમાં ૧૨,૦૦૦થી વધુ તાલીમબધ્ધ વેક્સીનેટર ઉપલબ્ધ છે.


    રાજ્યમાં કોવિડ-૧૯ રસીકરણ અંતર્ગત થયેલી પ્રશંસનીય કામગીરીની વિગતો આપતા શ્રી અગ્રવાલે ઉમેર્યુ કે, સમગ્ર દેશમાં અને રાજ્યમાં તા. ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કોવિડ-૧૯ રસીકરણકામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. ૧૫ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કુલ ૫.૩૩ કરોડ રસીના ડોઝ આપી દેવામાંઆવ્યા છે.રાજ્યમાં પ્રતિ દસ લાખ વસ્તીએ ૮,૩૪,૭૮૭ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે.રાજ્યમાં કુલ ૫,૯૦૬ ગામડાઓ, ૧૦૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૪ શહેરી આરોગ્યકેન્દ્ર તથા ૧૭ તાલુકાઓમાં તમામ ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમડોઝ આપી ૧૦૦ ટકારસીકરણ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં કોવિડ-૧૯ રસીના સ્ટોરેજ ૬ ઝોન કક્ષાના વેકસીન સ્ટોર, ૪૧જિલ્લા કોર્પોરેશન કક્ષાના સ્ટોર તથા રર૩૬ કોલ્ડ ચેઇન પોઇન્ટ હાલની પરિસ્થિતિએઉપલબ્ધ છે. કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે રાજ્યમાં ૧૨,૦૦૦થી વધુ તાલીમબધ્ધ વેક્સીનેટર ઉપલબ્ધ હોવાનુ તેમણે ઉમેર્યુ હતુ.


    શ્રમિક-કામદાર પરિવારોની આરોગ્ય સુરક્ષા માટે એક વિશેષ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે. જેમાં રાજ્યના શ્રમિક-કામદાર તથા ગરીબ વર્ગને આરોગ્ય રક્ષણ પુરુ પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય સુવિધા ઉભી કરવા નિષ્ણાંત તબીબી ટીમ સાથે રાજ્યભરમાં ૧૦૦થી વધુદિનદયાલ ઔષધાલય સેન્ટરઉભા કરવામાં આવશે. તેમા પુરતી દવાઓનો જથ્થો પણ ઉપ્લબ્ધ કરાવી વિના મુલ્યે નિદાન-સારવાર કરાવાશે.


    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.