રોટરી ક્લબ ઓફ કેપિટલ અને જાયન્યસ ગ્રુપ દ્વારા કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવા મા આવી
રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર અને લાયોનેસ ક્લબ, ગાંધીનગર દ્વારા કૃષ્ણજન્મોત્સવની ઉજવણી
ગાંધીનગર સ્થિત શ્રીજી શ્રીગોવર્ધનનાથજી હવેલી ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝનના સાનિધ્યમાં રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર અને લાયોનેસ ક્લબ, ગાંધીનગર દ્વારા કૃષ્ણજન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત મટકી ફોડ, રાસ-ગરબા સહિત વિવિધ પ્રકારના નૃત્યોનું પણ આયોજન થયેલ.
ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્ય બાદ ઉપસ્થિત સૌને આવકારતા ડૉ. પ્રદિપ ગગલાણી (પ્રમુખ - વીવાયઓ અને જીવીએસ) દ્વારા ઉદ્બોધન કરીને સંસ્થાની કામગીરી વિશે માહિતગાર કરીને બંને સંસ્થાઓને કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવેલ.
લાયોનેસ ક્લબ, ગાંધીનગરના પ્રમુખ શ્રીમતી નીતાબેન રાણાએ પણ લાયોનેસના સામાજીક, ધાર્મિક સહિત તમામ કાર્યોની ટૂંકમાં જાણકારી આપને જન્માષ્ટમીના પર્વની સૌને શુભકામના પાઠવી હતી.
રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના પ્રમુખ શ્રીમતી અમીબેન શાહે કૃષ્ણ જયનાદ સાથે રોટરી ક્લબની પ્રવૃત્તિઓની જલક આપીને આગામી કાર્યોમાં પણ સૌ નગરજનોને જાેડાવા અપીલ કરીને જન્માષ્ટમી પર્વની સૌ વૈષ્ણવો સહિત ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવેલ.
જાણીતા ડૉ. નીતાબેન શેખાત (પ્રમુખ - વીવાઓ મહિલા વીંગ) દ્વારા પણ કૃષ્ણ જન્મોત્સવ પર્વની ભવ્ય ઉજવણી બદલ બંને સંસ્થાનો આભાર વ્યક્ત કરતાં પ્રાસંગિક ઉદ્બોધન કરેલ.
શ્રી જશવંત ગાધી (પ્રભારીશ્રી, વીવાયઓ) દ્વારા પણ પોતાની આગવી શૈલીમાં પ્રસંગોચિત ઉદ્બોધન કરેલ અને ઉપસ્થિત સૌને કૃષ્ણનું સુંદર ભજન પણ ગવડાવ્યું હતું.
ગાંધીનગરના જાણીતા પૂજન ડાન્સ ક્લાસીસના શ્રીમતી પ્રજ્ઞાબેન ગજ્જરના માર્ગદર્શનમાં તૈયાર થયેલ દીકરીઓ દ્વારા સુંદર નૃત્યો રજૂ કરવામાં આવેલ.
આ પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝન દ્વારા ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ. ત્રણ વિભાગમાં યોજાયેલ આ સ્પર્ધાના ત્રણેય કેટેગરીના વિજેતાઓના પ્રથમ બે પુરસ્કાર રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા અને તમામને પ્રોત્સાહક ઈનામ ડૉ. નીતા શેખાત દ્વારા અને નૃત્યોમાં ભાગ લેનાર તમામ દિકરા-દિકરીઓને પુરસ્કાર લાયોનેસ ક્લબ, ગાંધીનગર દ્વારા અને પ્રોત્સાહક ભેટ રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ.
આ પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝન, રોટરી ક્લબ ઓફ કેપિટલ - ગાંધીનગર, લાયોનેસ ક્લબ - ગાંધીનગરના પદાધિકારીઓ, કાર્યકરો સહિત પત્રકારો, વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
સમગ્ર કાર્યક્રમું સુંદર સંચાલન કુ. કાજલ દ્વારા અને આભાર વિધિ રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના સેક્રેટરી શ્રી પાર્થ ઠક્કર દ્વારા કરવામાં આવેલ.
જાયન્ટ્સ મોડાસા દ્વારા અરવલ્લી જીલ્લાના મોડાસાતાલુકાના ગલસુન્દ્રા ગામે ગોકુલાઅષ્ઠમીનીઉજવણી કરવામાં આવી
મોડાસાતાલુકાના ગલસુન્દ્રા ગામે કૃષ્ણના જન્મની ઉજવણી કરવામાં આવીજેમાં નીશીત નામના બાળકે કૃષ્ણનો પહેરવેશ ધારણ કરી ગામ લોકો તથા આવેલા મહેમાનોને મંત્ર-મુગ્ધ કરી દીધા. ત્યારબાદ ગામલોકો વચ્ચે મટકી ફોડીને ગોકુલાઅષ્ઠમીની ઉજવણી કરવામાં આવી
જેમાં જાયન્ટ્સ પિપલ ફાઉન્ડેશનના વાઈસ પ્રેસિડેન્ટ નીલેશ જોષી , પ્રમુખ પ્રવીણ પરમાર , મંત્રી ભગીરથ કુમાવત , ધર્મેન્દ્ર ત્રિવેદી, ધર્મેન્દ્ર રાઠોડ , કિરણ પુજારા અને ગામના અગ્રણીઓ તથા જાયન્ટ્સના સભ્યો હાજર રહ્યા હતા