રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગરના રોટરીયન માટે બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા ‘રક્ષાબંધન’ પર્વની ઉજવણી કરાઈ
રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર
ભાઈ-બહેનના પ્રેમના પર્વ ‘રક્ષાબંધન’ની ઉજવણી રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના સદસ્યો અર્થે બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિદ્યાલય, સે. ૨૮ ખાતે ભવ્ય રીતે કરવામાં આવેલ.
આ કાર્યક્રમનની શરૂઆત બ્રહ્માબાબાને યાદ કરીને પ્રાર્થના થકી કરવામાં આવી. ત્યાર બાદ બીકે કૃપલ દીદી દ્વારા સૌ ઉપસ્થિત ભાઈ-બહેનોને આવકારીને બ્રહમાકુમારીઝ સંસ્થા અને તેની પ્રવૃત્તિઓથી માહિતગાર કરવામાં આવેલ. રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરનો સંસ્થા પરિચય અને પ્રવૃત્તિનો ચિતાર અને આવકાર સંસ્થાના પ્રમુખ શ્રીમતી અમીબેન શાહ દ્વારા કરવામાં આવેલ.
બ્રહ્માકુમારી, ગાંધીનગરના સંચાલિકા રાજયોગિની પરમ આદરણીય બીકે કૈલાસ દીદીના પરીચય બાદ તેઓએ આશીર્વચનમાં બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા થતી સંસ્કાર સિંચનની પ્રવૃત્તિો અંગે માહિતી આપી. તેઓએ ઉપસ્થિત સૌને રાખડીના બદલામાં ભેટ તરીકે પોતાના જીવનમાંથી કોઈ એક દુર્ગુણને ભેટ આપવા માટે જણાવેલ. આદરણીયશ્રી કૈલાસ દીદી દ્વારા રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરની પ્રવૃત્તિઓની નોંધ લઈને અભિનંદન આપેલ અને શિવબાબા વધુમાં વધુ સામાજીક કાર્યો કરવા શક્તિ આપે તેવા આશીર્વાદ આપેલ.સંસ્થા દ્વારા બ્રહ્માકુમારીઝ બહેનો દ્વારા તિલક કરીને બીકે કૈલાસ દીદી દ્વારા ઉપસ્થિત સૌ સદસ્યોને રાખડી બાંધવામાં આવેલ અને આશીર્વાદની સાથે સાથે ભેટ-સોગાદ પણ આપવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન બીકે કૃપલ દીદી દ્વારા અને આભાર વિધી સેક્રેટરી પાર્થ ઠક્કર દ્વારા કરવામાં આવેલ.
રક્ષાબંધનના પર્વ નિમિત્તે યોજાયેલ આ સુંદર કાર્યક્રમમાં ચાર્ટર પ્રેસીડન્ટ શ્રી જગતભાઈ કારાણી, પૂર્વ પ્રમુખો સર્વે શ્રીમતી ઈલાબેન વોરા, શ્રી મનોજભાઈ સરૈયા, શ્રી યુવરાજસિંહ વાઘેલા, શ્રી યશવંત જાેશી સહિત રોટેરીયન સર્વે શ્રી અશ્વિનભાઈ શર્મા, શ્રી ગૌરાંગભાઈ રાવલ, શ્રી ઉરેન પટેલ, શ્રી રાજીવ ભંડારી, શ્રીમતી દર્શનાબેન ત્રિવેદી, શ્રી ગૌરાંગ પંડ્યા, સુશ્રી જયશ્રીબેન ખેતિયા, શ્રી વી. એમ. પટેલ, સુશ્રી કિંજલ પંડ્યા, શ્રી ચેતના જાદવ, શ્રીમતી સોનાલી પટેલ સહિત બીકે રાજુભાઈ, બીકે ભરતભાઈ, બ્રહ્માકુમારીઝ ભાઈ-બહેનો ખાસ ઉપસ્થિત રહેલ.
તા. ૧૭ ઓગષ્ટના રોજ રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના સદસ્યો અમદાવાદ ખાતે કેન્સરગ્રસ્ત બાળકોની વચ્ચે ઉપસ્થિત રહીને બાળકોની અને સંસ્થાની જરુરીયાત ધ્યાને લઈને ભેટ આપવામાં આવી હતી.