Header Ads

  • Breaking News

    જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ


     અરવલ્લી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાઇ

                બેઠકમાં બાયડના ધારાસભ્યશ્રી જશુભાઇ પટેલ દ્વારા માલપુર-બાયડમાં બંધ થયેલા એસ.ટી.ના રૂટ પુનઃ કાર્યરત, તાલુકામાં જ્યોતિ ગ્રામ યોજનાથી વંચિત ગામોમાં કામગીરી ઝડપથી પૂર્ણ કરવા, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર ફાળવવા તથા પુરવઠા નિગમના ગોડાઉન તાલુકા કક્ષાએ  ચાલુ કરવા અંગેના પ્રશ્નો રજુ કર્યા હતા જેને કલેક્ટરશ્રીએ તાકીદે નિરાકરણ લાવવા સબંધિત અધિકારીઓને સુચના આપી હતી. 




    બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણે પ્રશ્ન રજુ કર્યા હતા. 
            બેઠકના બીજા ભાગમાં લોકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવી સમય મર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીને સુચનો આપતા જણાવ્યું હતુ કે ગ્રામ્યકક્ષાએ આવતા અરજદારો સાથે સૌજન્ય ભર્યુ વર્તન દાખવુ. આ ઉપરાંત બેઠકમાં તાબાની કચેરીઓનું નિરીક્ષણ, સરકારી લેણાની વસુલાત, પ્રજાના પ્રતિનિધિઓના પ્રશ્નોના નિકાલ સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
            બેઠક સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ નિમિત્તે મોડાસાના ભામાશા હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં તમામ અધિકારીઓને ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી.
                આ બેઠક દરમ્યાન સરકારી કચેરીઓને ધુમ્રપાન નિષેધ તમાકુ મુક્ત કરવા વિશેષ કાર્યવાહી હાથ ધરવા માટેનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યુ હતુ.



                             જિલ્લાની આંતરીક કચેરીઓના સંકલનની ચર્ચા કરતા કોરોના રસીકરણથી કોઇ અધિકારી –કર્મચારી કે અન્ય નાગરીક વંચિત ન રહી જાય તે માટે ખાસ ડ્રાઇવ યોજવા ની ચર્ચા કરી હતી તેમજ ગ્રામ્ય કક્ષાએ કાર્યરત કચેરીઓને નલ સે જલ અતર્ગત વિનામુલ્યે નળ જોડાણ આપવાની બાબતે ચર્ચા થઇ હતી.
         બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી દાવેરા, આદિજાતિ પ્રોજેક્ટ નિયામકશ્રી મુનિયા સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

        મોડાસા

            આગામી સમયમાં હિંદુ સમાજનો જન્માષ્ટ્મીનો તહેવાર આવતો હોઇ ખાનગી ઇનપુટોને ધ્યાને લેતાં જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે તા.૨૪ ઓગસ્ટસના કલાક ૦૦-૦૦થી તા. ૭ સપ્ટેમ્બ ર  ૨૦૨૧ના  ૨૪-૦૦ કલાક સુધી સમગ્ર જિલ્લામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડ,અરવલ્લી જિલ્લા, મોડાસાને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- ૩૭ (૧) થી મળેલ સત્તાની રુએ  પ્રતિબંધિક મનાઇ હુકમો જાહેર કરાયા છે.

            જેમાં શારીરીક ઇજા પહોચાડવા અંગે ઉપયોગમાં લઇ શકે તેવા શસ્ત્રો જેવાકે દંડા, તલવાર, ભાલા,સોટા,બંદુક, ચપ્પું, લાકડી કે લાઠી કે તેવી બીજી કોઇ વસ્તુઓ લઇ જવા અંગે અથવા સાથે લઇને ફરવુ નહી, કોઇ જલદી સળગી ઉઠે તેવી વસ્તુઓ સ્ફોટક પદાર્થો લઇ જવા-ફરવા નહી,પથ્થરો કે બીજા હથીયારો ફેકવા કે નાંખવાના યંત્રો કે સાધનો લઇ જવા કે તૈયાર કરવા નહી, સળગતી કે પેટાવેલી મશાલ સરઘસમાં લઇ જવી નહી, વ્યકિતઓ અથવા તેના તેના શબ, આકૃતિઓ કે આકાર અથવા પુતળા દેખાડવા નહી, લોકોએ બુમ પાડવા, ગીતો ગાવા કે વાધ્ય વગાડવા નહી, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી બિભત્સ સુત્રો પોકારવા નહી કે જેનાથી સુરૂચિ અથવા નીતીનો ભંગ થાય તેવું ભાષણ કરવાનું તથા હાવભાવ તથા ચેષ્ટા કરવાનુ તથા પત્રો, પત્રિકાઓ, પ્લેકાર્ડો, ચિત્રો, નિશાનીઓ દેખાડવાનું અથવા  ફેલાવો કરવવાનુ કે સાથે રાખીને ફરવુ નહી.

                જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી, અથવા અધિકૃત કરેલા કોઇપણ અધિકારીશ્રીઓ, શારીરિક અશકિતના કારણે લાકડી કે લાઠી રાખતા 

            વૃધ્ધ વ્યકિત તથા હથિયારના પરવાના ધારકો હથિયાર પ્રદર્શિત ન થાય તેમ ધારણ કરનાર, સરકારી નોકરી કે કામ કરતી વ્યકિતઓ કે જેના ઉપરની અધિકારીએ હથિયાર લઇ જવાનુ ફરમાવ્યુ હોય અથવા આવુ કોઇ હથિયાર ફરજ ઉપર સાથે રાખવાનુ આવશ્યક હોય, કોઇ ધાર્મિક તહેવારની ઉજવણી માટે આ જાહેનામામાં ઉલ્લેખ કરેલ તે પૈકીના હથિયાર ધાર્મિક રીવાજોને અનેરૂપ ઉપયોગ કરવા માટે અને જિલ્લા પોલીસ અધિકારીશ્રી અથવા તે વિસ્તારના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રીએ અગાઉથી લેખીતમાં મંજૂરી આપી હોય 

        તેવી સંસ્થા કે વ્યકિતઓ, ખેતીના કામે ઓજારો લઇ જતા ખેડૂતો, સરકારશ્રીના સરકારી કાર્યક્રમમાં 

        અધિકૃત વ્યકિતઓ, કોઇ પણ અંતિમયાત્રાને, લગ્નના વરઘોડામાં વરરાજાને લાગુ પડશે નહી.

         આ જાહેરનામાનો અમલ તા. ૨૪ ઓગસ્ટજના કલાક ૦૦-૦૦થી તા. ૭ સપ્ટેગમ્બંર  ૨૦૨૧  સુધી રહેશે

        આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લઘન કરનાર અથવા કરાવનાર શખ્સ 

        ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ (૩) હેઠળ ઓછામાં ઓછી ચાર માસ અને વધુમાં વધુ 

        એક વર્ષની સજા થઇ દંડને પાત્ર થશે તેમજ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ના ૪૫ મા અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.













    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.