જિલ્લામાં વાહનોની નંબર પ્લેટ બનાવનાર વ્યક્તિઓએ વાહનોના જરૂરી પુરાવા લેવા ફરજીયાત
મોડાસા
તાજેતરમાં સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રમાં ત્રાસવાદી પ્રવૃતિઓમાં દિન-પ્રતિદિન વધારો થતો હોવાનું જણાયેલ છે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ, મોડાસા શહેર(અરવલ્લી), તેમજ બેગ્લોંર, મુંબઈ અને દિલ્હી જેવા વિવિધ શહેરોમાં ત્રાસવાદી હુમલાનાબનાવો બનેલ છે. ત્રાસવાદી/અસામાજિક તત્વો વાહનો મારફતે મુસાફરી કરી શહેર વિસ્તારમાં ગુપ્ત આસરો મેળવી ત્રાસવાદી પ્રવૃતિ આચરી જાહેર સલામતી અને શાંતિનો વ્યાપકપણે ભંગ કરેલ છે. તેમજ લોકોનો જાન-માલની પણ મોટા પાયે ખુવારી કરી ગુના આચરી વાહનો મારફતે નાસી છૂટતા હોય છે. અમદાવાદ શહેરમાં થયેલ શ્રેણીબધ્ધ બોમ્બ વિસ્ફોટોમાં ફોર વ્હીલર વાહનોમાં મોટા જથ્થામાં એક્ષપ્લોઝીવ પદાર્થો રાખી સિવિલ હોસ્પિટલ અને એલ.જી હોસ્પિટલ અમદાવાદ ખાતે બોમ્બ ધડાકા કરવામાં આવેલ છે. આંતકવાદી જૂથો અને સંસ્થાઓ તેમજ રાષ્ટ્રદ્રોહી તત્વો દ્વારા રાજ્યના અથવા અન્ય રાજ્યના વાહનો ચોરી તેની પર ખોટા નંબરો લગાવી લૂંટ અને ધાડના બનોવો આચરી ભંડોળ એકત્રીત કરી તે ભંડોળનો રાષ્ટ્ર વિરૂધ્ધની પ્રવૃતિ સારૂ ઉપયોગ કરેલાનું જણાઈ આવેલ છે. તાજેતરમાં મિલ્કત સંબધી ગુન્હાઓનું પ્રમાણ પણ વધવા પામોલ હોય ગુનેગારો આવા ગુનાને અંજામ આપી ગુનાના સ્થળેથી વાહન મારફતે અન્ય જિલ્લા તેમજ રાજ્ય બહાર નાસી જાય છે. આવા ત્રાસવાદી/અસામાજીકલ તત્વોએ વાહન મારફતે મુસાફરી કરી હોય તેની વિગતો બનાવ પછી મળે છે પરંતુ વાહનની પાકી ઓળખ પ્રસ્થાપિત થઈ શકતી નથી જેનો લાભ ગુનેગારોને મળે છે.
પ્રદીપસિંહ રાઠોડ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અરવલ્લી ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ અરવલ્લી જિલ્લાનાં હદ વિસ્તાર માટે આ પ્રમાણેના નિયમોનું પાલન કરવું,
જેમ કે વાહનોની નંબર પ્લેટ બનાવનાર/ચીતરનાર સંસ્થા/દુકાન/વ્યક્તિઓએ પ્રાદેશીક વાહન વ્યવહાર અધિ.શ્રી બહાર પાડેલ નિતી-નિયમ મુજબની જ નંબર પ્લેટ બનાવવાની રહેશે. તે સિવાય કોઈ ફેન્સી પ્રકારના નંબરો વાળી નંબર પ્લેટ બનાવવી નહીં, વાહનોની નંબર પ્લેટ બનાવનાર/ચીતરનાર સંસ્થા/દુકાનદાર/વ્યક્તિઓએ વાહન માલીક તથા ગ્રાહકનું નામ,સરનુમું,સંપર્ક નંબર, વાહનનો પ્રકાર રજીસ્ટ્રેશન નંબર, વાહનના આર.સી.બુકની નકલ મેળવેલ છે ક કેમ,વાહન માલીક તથા ફોટા આઈ.ડી. પ્રુફની વિગત, વાહન ઉપર અન્ય કોઈ સ્ટીકર/લખાણ બનાવી લગાડેલ હોય તો તેની વિગત વાહનોની નંબર પ્લેટ બનાવનાર/ચીતરનાર સંસ્થા/દુકાનદાર/વ્યક્તિઓએ કોઈ પણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્યારે આ તમામ વિગતો આપવાની રહેશે.
આ હુકમ તા.૧૯ ઓગસ્ટ ૨૦૨૧ થી ૧૭ ઓક્ટોમ્બર ૨૦૨૧ સુધી ૬૦ દિવસ માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.