અરવલ્લીના મોડાસા ખાતે આન-બાન-શાન સાથે ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ
જિલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાએ ઇજનેરી કોલેજ ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપી
ગુજરાતએ આપત્તિને અવસરમાં પલટાવવાનું સામથર્ય ધરાવે છે. - સમાહર્તા શ્રી નરેન્દ્રકુમાર મીના
અરવલ્લી જિલ્લાકક્ષાનો ૭૫મો સ્વાતંત્ર્ય પર્વ મોડાસાની ઇજનેરી કોલેજ ખાતે જિલ્લા સમાહર્તા શ્રી નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં યોજાયો હતો જયાં તેમણે ધ્વજવંદને સલામી આપી પોલીસ પ્લાટુનનું નિરીક્ષણ કર્યું હતું.
કલેકટર શ્રી નરેન્દ્રકુમાર મીનાએ
જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી સાથે કોરોના વોરીયર્સને પણ
શુભેચ્છાઓ અપર્ણ કરી હતી. તેમણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવનાર મંગલ
પાંડેથી માંડી ભગતસિંહ, શ્યામજી કૃષ્ણવર્મા, મહાત્મા
ગાંધી અને સરદાર વલ્લભાઇ પટેલ સહિતના
નામી-અનામી વીરસપૂતોને શ્રધ્ધાસુમન અપર્ણ કર્યા હતા. કલેકટરશ્રીએ વૈશ્વિક
મહામારીમાં કોરોનાને મ્હાત આપવા સૌ લોકો એકજુટ બન્યા જેથી પરિસ્થતિને કાબુમાં લઇ શક્યા હોવાનું
જણાવતા ઉમેર્યુ હતુ કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ
મોદીની દિર્ઘદ્રષ્ટીથી આરોગ્યક્ષેત્રે અસરકારક કદમ લેવાયા છે. તેમણે ગુજરાતીઓની
વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો આપત્તિને અવસરમાં
પલટાવવાનું સામથર્ય ધરાવે છે. ભૂતકાળમાં ગુજરાત પર આવેલી અનેક મુશ્કેલીઓનો સામનો
કરી વિકાસયાત્રોને આગળ વધારી છે.
કલેકટર શ્રીએ કોરોના મહામારીમાં
ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સ અને અન્ય સહયોગી સંસ્થાઓની કામગીરીને બિરદાવી
મહામારીમાં જીવ ગુમાવનારને શ્રધ્ધાજંલિ પાઠવી તેમના પ્રત્યે સંવેદના વ્યકત કરી
હતી.
કલેકટર શ્રીએ અરવલ્લી જિલ્લાની
વાત કરતા જણાવ્યું હતું કે, ૨૦૧૩થી
આ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી વિકાસક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. શામળાજીના
કાળીયા ઠાકોર અને બૌધ્ધની અમૂલ્ય વિરાસત ધરાવતા શ્રધ્ધાના કેન્દ્રો છે.
આઝાદીકાળમાં અમૂલ્ય ફાળો આ જિલ્લાનો રહ્યો છે. તો સાહિત્યક્ષેત્રે નામના ધરાવનાર
ઉમાશંકર જોષી અને પન્નાલાલ પટેલ આ જિલ્લાના સપૂત હોવાનું જણાવ્યું હતું.
જિલ્લામાં થયેલા વિકાસલક્ષી કામોની વાત કરતા કલેકટર શ્રી
નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું કે, છેલ્લા
બે વર્ષો ખુબ કપરા રહ્યા. લોકડાઉનના લાંબા કાળ બાદ આપણા જિલ્લાનું જનજીવન પુન:
ધબકતું થયું. જિલ્લામાં સાર્વજનિક હોસ્પિટલ અને વાત્રક હોસ્પિટલને કોવિડ કેર
સેન્ટર જાહેર કરવાની સાથે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરતા દર્દીઓને મફતમાં ઘનિષ્ઠા
સારવાર અપાઇ તેમજ સંક્રમણથી બચાવવા જિલ્લાના ૨,૯૪,૮૨૫ લોકોને RTPCR અને RAPID ANTIGEN TEST કરાયા તો કોવિડ અટકાયતી
કામગીરીમાં રસીકરણ કામગીરીએ અગત્યની કામગીરી હાથ ધરી ૪,૪૪,૮૭૭ લોકોને રસીનો પ્રથમ ડોઝ જયારે ૧,૮૪,૯૬૦ લોકોને રસીનો બીજો ડોઝ હેઠળ આવરી લેવાયા છે જયારે આગામી સમયમાં રૂ.૫૫
કરોડના ખર્ચે નવરચિત અરવલ્લી જિલ્લામાં
આગામી સમયમાં સિવિલ હોસ્પિટલનું નિર્માણ થતા આરોગ્ય સુખાકારીમાં વધારો થશે તેમ
કલેકટરશ્રીએ ઉમેર્યુ હતું.
તેમણે
નલ સે જલની વાત કરતા કહ્યુ હતુ કે જિલ્લાના ૬૭૫ ગામોમાંથી ૨૮૪ ગામોના ૨,૯૦,૭૭૮
ઘરોમાંથી ૮૯,૦૫૪ ઘરોને ઘરજોડાણ હેઠળ આવરી લેવાયા છે. જયારે નર્મદાના નીર ઘરે
ઘરે પંહોચે તે માટે પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ કાર્યન્વિત કરાઇ હોવાનું જણાવ્યું
હતુ. તેમણે મોડાસા અને બાયડ શહેરમાં હાથ ધરનાર વિકાસકાર્યોની પણ વાત કરી હતી.
તેમણે જિલ્લાના છ તાલુકાઓમાં રૂ. ૧૦૧૦.૬૫ લાખના ખર્ચે ૭૪૯ કામો હાથ ધરવામાં આવનાર
હોવાનું જણાવી સ્વચ્છતા ક્ષેત્રે ૧૬૮ કરોડના ખર્ચે ૧,૪૦,૦૦૦ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું
પણ જણાવ્યું હતું, જયારે રૂ. ૪૨૦ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી
આવાસ યોજના અંતર્ગત ૯૦૧૭ આવાસ મંજુર કરી તેમણે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરાયું છે.
તેમણે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, સખી મંડળ અને ગરીબ
લાભાર્થીઓ માટે કરાયેલ કલ્યાણકારી કામોની પણ વિગત આપી હતી. શિક્ષણક્ષેત્ર નોંધનીય
કામગીરી થઇ હોવાનું પણ જણાવ્યું હતું. કોરોના કાળમાં કોઇ નાગરીક ભૂખ્યા પેટે ન
સુવુ પડે તે માટે ૧,૫૬,૪૭૯ પરીવારોને
વિનામૂલ્યે રાશન અપાયું છે. જયારે વન નેશન વન રેશન યોજનામાં જિલ્લામાં પ્રોત્સાહક
કામગીરી કરાઇ છે.
જિલ્લામાં
ધોરીમાર્ગોના થયેલા વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં રૂ.૭૦.૪૪
કરોડના ખર્ચે ૧૯ કામો નવા મંજૂર થયા છે જયારે જિલ્લામાં આઇટીઆઇ, છાત્રાલય, ટ્રાયબલ હાટ સહીતના નવિન ભવનોનું કામ અને
ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનું સુદ્દઢીકરણ હાથ ધરવામાં આવશે તેમ ઉમેર્યુ હતું.
ખેતીક્ષેત્રે
થયેલા કામની વાત કરતા જણાવ્યું હતું કે,
જિલ્લાના ૧.૬૯ લાખ ખેડૂતોને કિસાન સન્માન નિધી હેઠળ આવરી લઇ રૂ. ૧૦૨ કરોડની સહાય
પુરી પડાઇ છે તેમજ તેમને ટેકાના ભાવે ખરીદી અને સર્ટીફાઇડ બિયારણ સહીતના લાભો પુરા
પાડવામાં આવ્યા હોવાનું કલેકટર શ્રીએ ઉમેર્યુ હતું. તેમણે જિલ્લામાં કુપોષણ
નિવારવા હાથ ધરાયેલા વિવિધ અભિયાનોની વાત કરી હતી.
ઉજવણી પ્રસંગે તાલુકાના વિકાસ અર્થે રૂ. ૨૫
લાખનો ચેક અપર્ણ કરાયો હતો તેમજ કોરોના કાળમાં વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર કોરોના
વોરીયર્સ તેમજ સેવાભાવી સંસ્થાઓનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત કોલેજના
પ્રાંગણમાં મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી શ્વેતા ટેવટીયા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, નિવાસી અધિક કલેકટર શ્રી પ્રદિપસિંહ રાઠોડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અધિકારીશ્રી, બી.ડી.ડાવેરા,પ્રાંત અધિકારી શ્રી મંયક પટેલ,જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી શ્રીમાળી,મામલતદાર શ્રી ગઢવી તેમજ જિલ્લા અગ્રણી શ્રી રાજેન્દ્ર પટેલ, શૈલેષ ભોઇ, ભીખાજી ડામોર સહિત અન્ય અધિકારીશ્રીઓ-પદાધિકારી તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.