Header Ads

  • Breaking News

    કોટેજ હોસ્પિટલ

                   ભિલોડા ખાતે ત્યજી દેવાયેલ નવજાત શીશુઓ માટે અનામી              પારણું મુકવામાં આવ્યું

    મોડાસા, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) નું અમલીકરણ વર્ષ ૨૦૧૧ થી રાજ્યમાં થઈ રહેલ છે. સદર યોજનાનો મુખ્ય હેતુ અનાથ, નિરાધાર, ત્યજાયેલ, મળી આવેલ બાળકોના સંસ્થાકીય પુન:સ્થાપનનો છે.



           જિલ્લામાં ત્યજાયેલા બાળકો કોઈ અવાવરૂ સ્થળ, ઝાડીમાં, કચરાપેટીમાંકેખાડા-ખાબોચીયામાં ત્યજી દેવામાં આવેલ હોય તેવા બાળકોને બચાવવા મુશ્કેલ થતા હોય છે. આવા ત્યજાયેલા બાળકોને વાલીવારસ દ્વારા નિરાધાર ત્યજી ન દેતા પારણામાં મુકવામાં આવે તો શારીરિક કે માનસિક કોઈપણ પ્રકારની ઈજા ન થાય અને આ બાળકોને પારણામાંથી લઈ વિશિષ્ટ દત્તક સંસ્થામાં દાખલ કરી નવજીવન આપી શકાય તેમજ બાળકના જીવન જીવવાના અધિકારને રક્ષણ મળે છે.તા.૨૧/૦૮/૨૦૨૧ નારોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ અરવલ્લી દ્વારા ભિલોડા ખાતે આવેલ કોટેજ હોસ્પિટલમાં અનામી પારણું મુકવામાં આવ્યું.જે માટે હોસ્પિટલની સ્ટાફ નર્સ દ્વારા બાળકની પ્રાથમિક જરૂરી સંભાળની વ્યવસ્થા કરવામાં આવશે અને જરૂરી સારવાર બાદ જિલ્લાના બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ લાઈન (૧૦૯૮) ને સુપરત થયા બાદ બાળકને યોગ્ય રીતે સંસ્થાકીય પુન:સ્થાપન કરવામાં આવશે. 



         આ કાર્યક્રમમાંAPMC ભિલોડાના ચેરમેનશ્રી હિતેન્દ્રસિંહ સિસોદીયા, ભિલોડાભા.જ.પા. પ્રમુખશ્રીકાન્તીભાઈ પટેલ,જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ. દિલીપસિંહ બિહોલા, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીનાચેરમેનશ્રી હિરાભાઈ પટેલ અને સભ્યશ્રીઓ ઈન્દ્રજીતસિંહ રાઠોડ, ભાવેશભાઈ શાહ, મનહરભાઈ દેસાઈઅનેકમળાબેન પરમાર, હોસ્પિટલના અધિક્ષકશ્રી ડૉ. દિનેશભાઈ ડામોર, ભિલોડા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ અશોકભાઈ વૈષ્ણવ, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી શકુંતલાબેન નાયી,નર્સિંગ સ્ટાફ અને બાળ સુરક્ષા એકમના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.



          જાયન્ટ્સ મોડાસા સેવા સપ્તાહ માં નવદંપતી એ વૃક્ષારોપણ કરયું

             જાયન્ટ્સ  પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતમાં સેવા સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે જાયન્ટ્સ મોડાસા દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવે છે જેમાં ઉમિયા ચોક ખાતે


              ડો પલક પટેલ . મિલન પટેલ લગ્નના દિવસે ઉમિયા મંદિરના પટાંગણમાં વૃક્ષ વાવી પોતાના લગ્નને યાદગાર બનાવ્યું હતું આ કાર્યક્રમમાં  જાયન્ટ્સ નિલેશ જોશી. ઉમિયા મંદિર ના શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ. વિનોદ પટેલ ભગીરથ કંપાવત સૈયર પ્રમુખ દર્શનીકા પટેલ જોડાયા હતા.

      સરકાર દ્રારા માન્ય કરેલ ચલણી નાણું સ્વીકારવાની ના પાડે તો ગુનો બની શકે છે





            અરવલ્લી જિલ્લામાં નાની રકમની નોટો તથા સિકકા  નાગરીકો તથા વેપારીઓ સ્વીકારાય તે સુનિશ્ચિત  કરવામાં આવેલ હોઇ ચલણી નાણાં સ્વીકારવા આદેશ

     

          મોડાસા, સોમવાર-  ગુજરાત  રાજયના  ગામડાઓ તથા શહેરોમાં ભારતીય રીઝર્વ બેંક દ્રારા બહાર પાડેલ નાની રકમની ચલણી નોટો તથા સિકકા ચલાવતા નથી તે મુજબની રજુઆત સરકારમાં મળેલ છે , ભારત સરકાર દ્રારા માન્ય કરેલ ચલણી નાણું સ્વીકારવાની ના પાડે તો તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૪- એ (રાજર્રોહ ) અંતર્ગત કાર્યવાહી કરી શકાય છે .

         આથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં નાની રકમની નોટો તથા સિકકા  નાગરીકો તથા વેપારીઓ સ્વીકારાય તે સુનિશ્ચિત  કરવામાં આવેલ હોઇ ચલણી નાણાં સ્વીકારવા નાયબ કલેકટરશ્રી અરવલ્લીએ એક અખબારી યાદી દ્રારા જણાવાયું છે.


     શામળાજી મંદિરના નવા નિમણૂક થયેલા ટ્રસ્ટીઓ નુ જાયન્ટસ મોડાસા   દ્વારા સન્માન

    અરવલ્લી જિલ્લાના સમગ્ર પંથકના  લોકો ના આસ્થા સમાન ગુજરાત ના લોકો જેમને આસ્થાથી પૂનમ ભરવા આવી રહ્યા છે તેવા વિષ્ણુ મંદિર ના નવા ટ્રસ્ટીઓના નિમણૂક થતા રક્ષાબંધનના દિવસે જાયન્ટસ મોડાસા  દ્વારા નવા નિમણૂક થયેલા ટ્રસ્ટી  રણવીર સિંહ ડાભી જગદીશભાઈ ગાંધી વિપુલભાઈ રાણા નું ભગવાન શામળીયાની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું.


             સન્માન કાર્યક્રમમાં  જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના વા. ચેરમેન નિલેશ જોશી. વિનોદ પટેલ. મહેશ જોષી. ચંદુભાઇ પટેલ. બી જે પી. મોડાસા  શહેર પ્રમુખ રણધીર ચુડગર 







    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.