Header Ads

  • Breaking News

    સાબરકાંઠા ના મુખ્ય સમાચાર


     ભારતીય ટપાલ વિભાગ દ્રારા"આધાર આપણે દ્રાર" સેવા ઉપલબ્ધ કરાવાશે


           ભારતીય ટપાલ વિભાગ સાબરકાંઠા દ્વારા "આધાર આપણે દ્વાર" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સાબરકાંઠા ટપાલ વિભાગની ટીમ આધાર ઉપકરણો સાથે આપણી સોસાયટી પોળ વિસ્તાર કે પરામાં ઉપસ્થિત રહી અને લોકો આ સેવાનો લાભ પોતાના ઘર આંગણે લઇ શકશે. જે વિસ્તાર સોસાયટી પોળ, પરામાં આધાર નોંધણી કે સુધારાના ૨૫થી વધુ ગ્રાહકો હશે ત્યાં આ કેમ્પ ટપાલ વિભાગ દ્રારા કરવામાં આવશે. આ કેમ્પનું આયોજન કરવા માટે જે તે વિસ્તાર સોસાયટી પરા ના પ્રમુખ અગ્રણીઓએ ટપાલ વિભાગ સાબરકાંઠા નો સંપર્ક કરી લેખિતમાં જાણ કરવાની રહેશે. સાબરકાંઠા ટપાલ વિભાગ દ્વારા ક્રમબદ્ધ રીતે આ કેમ્પનું આયોજન કરવામાં આવશે એમ ટપાલ વિભાગની એક અખબારી યાદીમાં જણાવાયું છે .


     ખેડબ્રહ્મા,વિજયનગર,પોશીના તાલુકામાં ફટાકડાના હંગામી પરવાના મેળવવા જોગ


       સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા,વિજયનગર અને પોશીના તાલુકામાં આગામી દિપાવલી તહેવારો અનુસંધાને ગ્રામ્ય અને નગરપાલીકા વિસ્તારમાં ફટાકડા બજાર ભરવા માટે હંગામી સ્ટોલ પરવાના મેળવવા રસ ધરાવનાર નાગરીકો, ઇસમોએ તાલુકામાં આવેલ મામલતદાર કચેરી ખાતે સંચાલીત જન સેવા કેન્દ્ર ખાતેથી અરજી ફોમ નં. એઇ-પ નિયત નમુનામાં રૂા.૩-૦૦ તથા પરવાનાની ફી રૂ.૨૦૦/- તેમજ પ્રોસેસ ફી રૂ.૫૦૦ નિયત સદરે ભરી સુચીત આધાર પુરાવા સામેલ કરી બે નકલમાં અરજી સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફસ સેલ્ફ એટેસ્ટેડ કરીને અરજીનું ચલણ સામેલ રાખવાનું રહેશે. નગરપાલિકા વિસ્તારો માટે અરજી સાથે પ્લાન સામેલ કરવાના નથી. આવી અરજીઓ તા. ૦૪/૧૦/૨૦૨૧ સુધી કચેરી સમય દરમ્યાન રજુ કરવાની રહેશે તેમજ અધુરી વિગતની અરજીઓ આપોઆપ અમાન્ય ઠરશે.


            ફટાકડા બજાર માટે સ્ટોલ સ્થાપવા, અગ્નિશામકની વ્યવસ્થા તથા સુરક્ષા વિષયક વ્યવસ્થા પરવાનેદારોએ સંગઠીત પણે જાતે ઉભી કરવાની રહેશે. સ્થાનીક નગરપાલીકાની ભુમિકા ફકત સ્થળે પાયાની સુવિધાઓ તથા જાહેરજનતા અવર જવર કરી શકે તેવા રસ્તા વિગેરે ઉપલબ્ધ રાખવા પુરતી રહેશે. એકથી વધુ પરવાના માટે એક જ અરજદાર અરજી કરી શકશે નહિં. જગ્યાના પ્રમાણમાં અરજીઓ વધુ રજુ થાય તો વહેલા તે પહેલાના ધોરણે પરવાના મંજુર કરી બાકીની અરજીઓ રદ કરવામાં આવશે. સ્ટોલ ફાળવણી તથા ડ્રો સીસ્ટમ માટે હંગામી સમિતિ રચવામાં આવશે. જેના અધ્યક્ષ સબંધિત તાલુકાના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ રહેશે. ડ્રો સીસ્ટમથી સ્ટોલની ફાળવણીની પ્રક્રિયા જે તે મામલતદાર કચેરીમાં કરવામાં આવશે. ફટાકડા સ્ટોલના સમયે નગરપાલીકાએ નિયત કરેલ ફી ભર્યાની રસીદ રજુ કરવાથી સ્ટોલ આપવામાં આવશે. હંગામી પરવાના સ્ટોલો માટે લેવાની થતી તમામ સબંધીત ખાતાની પરવાનગી મેળવી લેવાની રહેશે. એમ સબ.ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીની યાદીમાં જણાવાયું છે.


      હિંમતનગર તાલુકામાં ફટાકડાના હંગામી પરવાના મેળવવા જોગ


       સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આગામી દિપાવલી તહેવારો અનુસંધાને ગ્રામ્ય અને નગરપાલીકા વિસ્તારમાં ફટાકડા બજાર ભરવા માટે હંગામી સ્ટોલ પરવાના મેળવવા રસ ધરાવનાર નાગરીકો, ઇસમોએ તાલુકામાં આવેલ મામલતદાર કચેરી ખાતે સંચાલીત જન સેવા કેન્દ્ર ખાતેથી અરજી ફોમ નં. એઇ-પ નિયત નમુનામાં રૂા.૩-૦૦ તથા પરવાનાની ફી રૂ.૨૦૦/- તેમજ પ્રોસેસ ફી રૂ.૫૦૦ નિયત સદરે ભરી સુચીત આધાર પુરાવા સામેલ કરી બે નકલમાં અરજી સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફસ સેલ્ફ એટેસ્ટેડ કરીને અરજીનું ચલણ સામેલ રાખવાનું રહેશે. નગરપાલિકા વિસ્તારો માટે અરજી સાથે પ્લાન સામેલ કરવાના નથી. આવી અરજીઓ તા.૧૦ /૧૦/૨૦૨૧ સુધી કચેરી સમય દરમ્યાન રજુ કરવાની રહેશે તેમજ અધુરી વિગતની અરજીઓ આપોઆપ અમાન્ય ઠરશે.


            ફટાકડા બજાર માટે સ્ટોલ સ્થાપવા, અગ્નિશામકની વ્યવસ્થા તથા સુરક્ષા વિષયક વ્યવસ્થા પરવાનેદારોએ સંગઠીત પણે જાતે ઉભી કરવાની રહેશે. સ્થાનીક નગરપાલીકાની ભુમિકા ફકત સ્થળે પાયાની સુવિધાઓ તથા જાહેરજનતા અવર જવર કરી શકે તેવા રસ્તા વિગેરે ઉપલબ્ધ રાખવા પુરતી રહેશે. એકથી વધુ પરવાના માટે એક જ અરજદાર અરજી કરી શકશે નહિં. જગ્યાના પ્રમાણમાં અરજીઓ વધુ રજુ થાય તો વહેલા તે પહેલાના ધોરણે પરવાના મંજુર કરી બાકીની અરજીઓ રદ કરવામાં આવશે. સ્ટોલ ફાળવણી તથા ડ્રો સીસ્ટમ માટે હંગામી સમિતિ રચવામાં આવશે. જેના અધ્યક્ષ સબંધિત તાલુકાના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ રહેશે. ડ્રો સીસ્ટમથી સ્ટોલની ફાળવણીની પ્રક્રિયા જે તે મામલતદાર કચેરીમાં કરવામાં આવશે. ફટાકડા સ્ટોલના સમયે નગરપાલીકાએ નિયત કરેલ ફી ભર્યાની રસીદ રજુ કરવાથી સ્ટોલ આપવામાં આવશે. હંગામી પરવાના સ્ટોલો માટે લેવાની થતી તમામ સબંધીત ખાતાની પરવાનગી મેળવી લેવાની રહેશે. એમ સબ.ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી હિંમતનગરની યાદીમાં જણાવાયું છે.


    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.