રાજ્યના ખેડૂતોને સબસીડી પેટે રૂા.૧૬૮.૭૮ લાખ જેટલી રકમ ચુકવાઇ
વર્ષ ર૦૧૬થી ર૦ર૦ સુધીમાં પાંચ વર્ષ દરમિયાન
રાજ્યના ૧૩૫૬ જેટલા ખેડૂતો દ્વારા
૪૭૬.૩૭ હેક્ટરમાં ઔષધીય વનસ્પતિઓનું સફળ વાવેતર
.........................
રાજ્યના ખેડૂતોને સબસીડી પેટે રૂા.૧૬૮.૭૮ લાખ
જેટલી રકમ ચુકવાઇ
.........................
વૈશ્વિકસ્તરે ઔષધીય વનસ્પતિઓની વધતી જતી માંગને ધ્યાનમાં
રાખીને ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડના માર્ગદર્શન હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના
૧૩૫૬ જેટલા ખેડૂતો દ્વારા ૪૭૬.૩૭ હેકટર જમીનમાં ઔષધીય વનસ્પતિઓનું વાવેતર કરવામાં
આવ્યું છે. આ માટે ખેડૂતોને રૂા. ૧૬૮.૭૮ લાખ જેટલી રકમ પણ સબસીડી પેટે ચુકવવામાં
આવી છે, તેમ ગુજરાત ઔષધીય વનસ્પતિ
બોડર્ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય તથા વૈશ્વિક સ્તરે વનસ્પતિ આધારીત ઔષધીઓની માંગ વધી રહી છે. દિન પ્રતિદિન ઔષધીય વનસ્પતિની ખેતી પ્રત્યે ખેડૂતોમાં જાગૃતિ અને ઉત્સુકતા વધી રહી છે. ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા રાજ્યના ખેડૂતોને વાવણી, લણણી, મૂલ્યવર્ધન તથા બજાર બાબતે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આ અંગે યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૦
એમ કુલ પાંચ વર્ષ દરમિયાન ખેડૂતો દ્વારા આમળા, ડોડી, સફેદ મુસળી, ગુગળ, તુલસી, ઈસબગુલ, બ્રાહ્મી, સ્ટીવીયા, કુંવારપાઠું, અસાળીયો, કાલમેઘ અને શતાવરી જેવી ઔષધીય
વનસ્પતિઓનું સફળ વાવેતર કરવામાં આવ્યું છે.
બોર્ડ દ્વારા પ્રતિ વર્ષ વિવિધ ઔષધીય વનસ્પતિઓની કલસ્ટર કલ્ટીવેશન (જૂથ ખેતી) ની વિવિધ કામગીરીઓ કરાવવામાં આવે છે. રાજ્યમાં વિવિધ એગ્રોક્લાઈમેટીક ઝોનમાં ઉગી શક્તી ઔષધીય વનસ્પતિઓને ધ્યાનમાં લઈ જે તે વિસ્તારના ખેડૂતોનું ફેસીલીટેટર્સના માધ્યમથી કલસ્ટર બનાવીને ઔષધીય વનસ્પતિની ખેતી કરવા માટે તાંત્રિક માર્ગદર્શન અને સહાય આપવામાં આવે છે. સફળ ખેતી કરેલ હોય તેવા ખેડૂતોને નેશનલ મેડીસીનલ પ્લાન્ટ બોર્ડ દ્વારા નિર્ધારીત ઔષધીઓની જાત મુજબ ૭૫ %, ૫૦ %, ૩૦ % સુધીની સબસીડી પણ આપવામાં આવે છે. ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા સબસીડી પેટે રૂા.૧૬૮.૭૮ લાખ જેટલી રકમ ચુકવીને ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં તેમ યાદીમાં વધુમાં જણાવ્યું છે.
દેશની આઝાદીનાં ૭૫મા વર્ષની ઉજવણીના અનુસંધાને ‘આયુષ આપ કે દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત વર્ષ દરમિયાન દેશભરમાં કુલ ૭૫ લાખ ઔષધીય રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતમાં ૨૪૭૮ ખેડૂતોને ૬,૪૪,૬૦૧ રોપા, ૮૮૧૩ અન્ય લોકોને ૨,૫૧,૦૪૩ રોપા, ૬૫૬૬ શૈક્ષણિક સંસ્થાઓને ૧,૬૪,૫૨૬ રોપા, ૧૩ જેટલી આરોગ્ય અને ૧૨ જેટલી સરકારી સંસ્થાઓને અનુક્રમે ૮૦૨૦ તથા ૨૦૬૦ રોપા એમ કુલ ૧૭,૮૬૨ લાભાર્થીઓને ૧૦,૭૦,૨૫૦ જેટલા ઔષધીય વનસ્પતિઓના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
આ અંગે ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડની યાદીમાં જણાવ્યા અનુસાર ઔષધીય રોપાના વિતરણની આ કામગીરી હાલ પણ ચાલી રહી છે. જેનો લાભ લેવા ઇચ્છતા નાગરિકોને રાજ્યમાં આવેલી વિવિધ નર્સરીઓના સ્થળ અને સંપર્કની વિગતોની માહિતી માટે www.gmpb.gujarat.gov.in વેબસાઈટ પરથી મળી રહેશે તેમ ઉમેર્યુ હતુ.
વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલિમ શિબિરમાં ભાગ લેવા બાબત
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે અનુચુચિત જન જાતી અને અનુસુચિત જાતીના ૧૫ થી ૩૫ વયના યુવક/યુવતીઓ માટે તાલુકાકક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું તા. ૦૪ થી ૦૭ ઓક્ટોબર ૨૦૨૧ના દિવસો દરમિયાન આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ શિબિરમાં જેમની અરજીઓ આવશે તેમની પસંદગી સમિતિ દ્વારા પસંદગી કરી આ શિબિરમાં જોડવા માટેનો લેટર આપવામાં આવશે. જેથી આપની શાળા/કોલેજના યુવક યુવતીઓને આ તાલીમ શિબિરથી વાકેફ કરી આ સાથેના અરજી ફોર્મમાં વિગતવાર અરજી કરાવી તા.૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સર્વોદય સર્જીકલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ, હિંમતનગર સાબરકાંઠા ખાતે અરજી મળે તે રીતના મોકલી આપવા રમત ગમત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.