Header Ads

  • Breaking News

    રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરની DG Official Visit યોજાઈ

     

    રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરની DG Official Visit યોજાઈ


    રોટરી ઈન્ટરનેશલની પરંપરા મુજબ રોટરી ક્લબ ખાતે ડીસ્ટ્રીક્ટ ગર્વનર ઓફિસયલ વિઝીટ કરતાં હોય છે, તે અંતર્ગત તા. ૧૩-૦૯-૨૦૨૧ના રોજ રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરની વિઝીટ યોજવામાં આવેલ


            ડિસ્ટ્રીક્ટ ગર્વનર દ્વારા ઓફિસયલ વિઝીટમાં સંસ્થાની કામગીરીનો અહેવાલ પ્રાપ્ત કરવામાં આવતો હોય છે અને આગામી સમયે પણ સંસ્થા દ્વારા કયા કાર્યો કરવામાં આવશે તેની પણ નોંધ લેવામાં આવતી હોય છે. ડીસ્ટ્રીક્ટ ગર્વનર શ્રી અશોક મંગલે ઉપસ્થિત રહીને રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના તમામ કાર્યોની ઝીણવટપૂર્વક નોેંધ કરી અને તમામ કાર્યોને વખાણ્યા હતા.  સંસ્થા દ્વારા સ્થાનિક જરૂરીયાતોને ધ્યાનમાં લઈને સુંદર સેવાકીય કાર્યો કરવામાં આવે છે તે બદલ સંસ્થાને શાબાશી પ્રદાન કરેલ


            આસી. ગર્વનર શ્રી મધુકર પરીખ દ્વારા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને સંસ્થાની કામગીરી બદલ પ્રમુખ, મંત્રી અને સમગ્ર ટીમને અભિનંદન આપીને આગામી સમયે વધુમાં વધુ સેવાકીય કાર્યો કરવા  અપીલ કરી હતી.
                સંસ્થાના પ્રમુખ શ્રીમતી અમીબેન શાહ દ્વારા ઉપસ્થિત મહેમાનો અને સર્વે રોટરીયન સદસ્યો તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આવકારતા બે માસમાં જ ગાંધીનગરના પ્રત્યેક ખૂણે સંસ્થા દ્વારા કાર્યો કરવામાં આવેલ છે તે બાબતની સાથે સાથે આગામી સમયે પરમેનન્ટ પ્રોજેક્ટ સહિત સમાજની માંગણી મુજબ અનેક મોટા પ્રોજેક્ટ થકી સમાજ સેવાની લાગણી વ્યક્ત કરી હતી.
    સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતાં સંસ્થાના સેક્રેટરી શ્રી પાર્થ ઠક્કર દ્વારા સંસ્થાના કાર્યો અંગે વિગતવાર માહિતી આપવામાં આવેલ. રોટરી ઈન્ટરનેશનલ દ્વારા નક્કી કરવામાં આવેલ ૭ પાસાઓને સાંકળી લઈને ૨૫થી વધારે પ્રોજેક્ટ કરેલ છે તેની માહીતી આપીને, હજુ પણ મોટા પ્રમાણમાં કાર્યો કરવાની ઈચ્છા વ્યક્ત કરેલ.
                            સંસ્થાના પદાધિકારી રોટે. શ્રી હાર્દિક પ્રજાપતીએ સંસ્થાના કાયમી પ્રોજેક્ટ વિશે માહિતી પૂરી પાડી હતી. રોટે. સુશ્રી કિંજલ ત્રિવેદીએ પ્રાર્થના અને મહેમાનોનો પરિચય આપેલ.
    કાર્યક્રમને સફળ બનાવવા ચાર્ટર પ્રેસી. શ્રી જગતભાઈ કારાણી, પાસ્ટ પ્રેસી. સર્વે રોટે. શ્રી અરવિંદ રાણા, રોટે. શ્રી યુવરાજસિંહ વાઘેલા, રોટે. શ્રી મનોજ સરૈયા, રોટે. શ્રી બી. કે. ચાવડા, રોટે. શ્રી યશવંત જાેશી, રોટે. ડૉ. અંકુર પરમાર, રોટે. શ્રી અશ્વિન શર્મા, રોટે. શ્રી ગૌરાંગ રાવલ, રોટે. શ્રી નરેશ પ્રજાપતિ, રોટે. શ્રી વિભાબેન ઠક્કર, રોટે. શ્રી ડાહ્યાભાઈ ભરવાડ, રોટે. શ્રી મનોજ પાત્રા, રોટે. દિપ્તીબેન સબાપરા, રોટે. શ્રી વી.એલ. પટેલ, રોટે. શ્રી હિરાભાઈ ભરવાડ સહિત શ્રીમતી પુષ્પા મંગલ, ડો. નિધી પ્રજાપતિ, શ્રી હસમુખભાઈ, શ્રી કિશોરભાઈ, સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલ.





     જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા આ વર્ષે જિલ્લા કક્ષા નવરાત્રી ગરબા-રાસ સ્પર્ધાનું આયોજન આગામી ઓક્ટોબર માસના પ્રથમ અઠવાડિયામાં કરવાનું છે. જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા તેમજ રાસ સ્પર્ધા પણ જિલ્લાકક્ષાએ યોજવાની થાય છે. જેમાં ભાગ લેવા વયમર્યાદા ગરબામાં ૧૪ થી ૩૫ વર્ષ અને રાસમાં ૧૪ થી ૪૦ વર્ષની રહેશે. જેમાં ભાગ લેવા ઇચ્છુક કલાકારોએ પોતાનું પુરું નામ, સરનામું, જન્મ તારીખ સાથેની અરજી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ પાસે, હિંમતનગર ફોન નં. ૦૨૭૭૨-૨૪૦૧૮૩ પર તા.૨૮/૦૯/૨૦૨૧ સુધી મોકલી આપવાનું રહેશે એમ રમતગમત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

    મહિલા રોકડ પુરસ્કાર ૨૦૨૧-૨૨ ની અરજીઓ મોકલવા અંગે

         સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય/ ખેલ મહાકુંભ સ્પર્ધાઓ અં. ૧૪,૧૭,૧૯ અને સ્કૂલ ગેઇમ્સ  ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓમાં એસ.એ.જી દ્વારા રાજ્ય નું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ)  મહિલા ખેલાડીઓને કોઈપણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે મહિલા રોકડ પુરસ્કાર યોજના માટેનું ફોર્મ ભરી તા. ૧૫/ ૧૦/ ૨૦૨૧ સુધીમાં સંબંધિત જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી ને મળી રહે તેવી રીતે અરજીઓ મોકલવાની રહેશે. વર્ષ ૨૦૨૧૯-૨૦,૨૦૨૦-૨૧માં મહિલા રોકડ પુરસ્કાર યોજનાથી વંચિત રહી ગયેલા ખેલાડીઓ અરજી કરી શકશે


    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.