Header Ads

  • Breaking News

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ૭૨માં વન મહોત્સવને ઉત્સાહપૂર્વક વૃક્ષ વાવીને ઉજવ્યો


    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કટ્ટી ધામ કડોલી ખાતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વન વિભાગના કર્મીઓ તથા ગ્રામજનો અગ્રણીઓ દ્વારા ૭૨માં વન મહોત્સવને ઉત્સાહપૂર્વક વૃક્ષ વાવીને ઉજવ્યો

                    પરિક્ષેત્ર વન અધિકારી વિસ્તરણ રેંજ  હિંમતનગર ક્ષેત્રીય રાયગઢ તથા કટ્ટીધામ કડોલીના સંયુક્ત ઉપક્રમે હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાની અધ્યક્ષતામાં તા. ૨૩/૯/૨૦૨૧ને ગુરુવારે સવારે ૯:૧૫ કલાકે કટ્ટી ધામ કડોલી ખાતે ૭૨માં તાલુકાકક્ષાના વન મહોત્સવનો શુભારંભ કદંબના વૃક્ષનુ વાવેતરથી કરાવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા સાબરમતી નદીને કિનારે વિવિધ વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને હરિયાળા વન બને તે માટે સૌએ સંકલ્પ લીધો હતો અને મહાનુભવોને તુલસીના છોડની છાબડી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.


                         આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ કદમના વૃક્ષો વાવેતર કરી હરિયાળા વનો બને તે દિશામાં આગે કદમ ભરતાં જણાવ્યું હતું કે, સ્વ કનૈયાલાલ મુનશી દ્વારા વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને રાજ્યમાં વનોની વૃદ્ધિ થાય, હરિયાળું ગુજરાત, ક્લીન ગુજરાતની કલ્પના સાકાર થાય તે દિશામાં સૌએ સહિયારો પ્રયાસ કરવા ઉપર ભાર મૂક્યો હતો. 
                        ફોરેસ્ટ ખાતાના કર્મીઓ વિનામૂલ્યે વૃક્ષો આપે છે તે ગામની ગૌચર, પડતર, સેઢાપાળા પર વાવીને વૃક્ષ ઉછેર કરવો તે સમયની માંગ છે. કોરોના કાળમાં વૃક્ષોનું મહત્વ સૌને સમજાયું છે ઓક્સિજનનું મહત્વ સમજાયું છે. છતાં પણ હજી લોકોમાં એક પ્રકારની જાગૃતતા લાવીને નક્કર પ્રયાસ કરીને જે વૃક્ષ વાવીએ છીએ તે કેટલા ઉછેરે છે 
                         જે મૃત વૃક્ષો થાય છે તે વચ્ચેનો ગેપ મોટો છે તે ઘટાડવા ઉપર ભાર મૂક્યો હતો. હિંમતનગર પાલિકા દ્વારા જે વૃક્ષોનુ વાવેતર કર્યું છે તે ૯૯ ટકા ઉછેર્યા છે અને હાલમાં બીજા ૩૧ હજાર વૃક્ષો વાવવાનું અભિયાન શરૂ કર્યું તે સરાહનીય છે. ગામડામાં પણ સ્વયંમ  લોક જાગૃતિ આવે તે જરૂરી છે છોડમાં રણછોડ છે. દસ પુત્રો બરાબર એક વૃક્ષ છે. ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું અનેરૂ મહત્વ અને ઉલ્લેખ જોવા મળે છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને હવે તેમાં ઉમેરો કરીને સૌનો પ્રયાસ સૂત્રને સૌ સાથે મળીને સાકાર કરીએ.

                 આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદચંદ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો તાજેતરમાં ૭૧મો જન્મદિવસ ઉજવાયો અને ૭૨ માં વર્ષમાં તેમણે મંગળ પ્રવેશ કર્યો છે અને આજે ૭૨માં વન મહોત્સવ પ્રસંગે આપણે સૌ સંકલ્પ કરી વૃક્ષો વાવીએ વૃક્ષ ઉછેર કરીએ હરિયાળા ગુજરાતનું સ્વપ્ન સાકાર કરીએ ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે 
                    તેને સુધારવા વૃક્ષો ઉપકારક સાબિત થશે. બાળકો વૃક્ષ આપણા મિત્ર છે તેના ઉપર નિબંધ લખે છે પણ આપણે સૌ વૃક્ષ ઉછેરીને તેને સાર્થક કરવાનું છે. વૃક્ષોનું માનવીના જીવનમાં ખૂબ અનેરૂ મહત્વ છે વૃક્ષો સંવેદનશીલ છે આપણને  ફળ, ફુલ, લાકડું તેમજ આર્થિક ઉપાર્જન કરાવે છે તે કદી ભૂલવું ન જોઈએ.

    સાબરકાંઠા રમત સંકુલ ખાતે રમત સ્પર્ધા માટે પ્રવેશ પ્રક્રિયા

                            રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત હસ્તક આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સ્વામી વિવેકાનંદ નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર યોજના વર્ષ ૨૦૨૧ -૨૨ અંતર્ગત વોલીબોલ રમતની એકેડમી સાબરકાંઠા ખાતે (અં ૧૭ બહેનો)  ખેલાડીઓની પસંદગી અને પ્રવેશ પ્રક્રિયાનું આયોજન સાબરકાંઠા ખાતે તા. ૨૭/૯/૨૦૨૧ના રોજ  સવારે ૮ કલાકે રાખેલ છે તેમજ ફૂટબોલ રમત માટે સાબરકાંઠા (અં- ૧૭ બહેનો) આણંદ (અં-૧૭ ભાઈઓ) તેમજ પાટણ ખાતે (અં-૧૭ ભાઈઓ/ બહેનો) માટે સ્પર્ધાઓ યોજાશે. જે અંતર્ગત નવા ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા નું આયોજન 
                        તા.૨૫/૯/૨૦૨૧ ના રોજ ભાઈઓ માટે તેમજ તા.૨૬/૯/૨૦૨૧ના રોજ બહેનો માટે સવારે ૮ કલાકે રાખેલ છે. આ સિવાય હોકી માટે રમત સંકુલ દેવગઢ બારિયા તા. ૨૪/૯/૨૦૨૧ બહેનો, ૨૫/૯/૨૦૨૧ ભાઇઓ સવારે ૮ કલાકે, ટેનીસ માટે રમત સંકુલ આમદાવાદ તા. ૨૭/૯/૨૦૨૧-સવારે ૧૧ કલાકે, એથ્લેટીક્સ માટે રમત સંકુલ નડિયાદ 
                    તા. ૨૫/૯/૨૦૨૧ સવારે ૮ કલાકે, સ્વીમીંગ માટે રમત સંકુલ વડોદરા તા. ૨૭/૯/૨૦૨૧-સવારે ૧૧ કલાકે પસંદગી પ્રકિયા યોજાશે. સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તા.૧/૧/૨૦૦૫ થી ૧/૧/૨૦૦૮ વચ્ચેના સમયગાળામાં જન્મેલા ખેલાડી ભાઈઓ બહેનો ભાગ લઇ શકશે. 
                    આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવા માટે તમામ ખેલાડીઓએ સ્વખર્ચે આવવાનું રહેશે. જન્મતારીખનો પુરાવો અને આધારકાર્ડનો પુરાવો સાથે લઈને આવવું, પાસપોર્ટ સાઇઝના બે ફોટા, સિદ્ધિ પ્રાપ્ત કરેલ પ્રમાણપત્રોની નકલ સાથે લાવવાની રહેશે. જેની તમામ ખેલાડીઓએ ખાસ નોંધ લેવા જીલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર હિંમતનગરના સીનીયર કોચશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. 


                

    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.