Header Ads

  • Breaking News

    રાજ્યના ૧૭-મા મુખ્યમંત્રી તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ રજનીકાંત પટેલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા

     રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્યના પદનામિત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને
    રાજ્યના ૧૭-મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતા શપથ લેવડાવ્યા

        બપોરે ૨.૨૦ કલાકે યોજાયેલા શપથવિધિ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ, ચાર રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, કાર્યકારી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, વરિષ્ઠ નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

        ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે રાજ્યના ૧૭-મા મુખ્યમંત્રી તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ રજનીકાંત પટેલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.

    ગાંધીનગરના રાજભવન ખાતે બપોરે ૨.૨૦ કલાકે યોજાયેલા આ શપથવિધિ સમારોહનો વિધિવત પ્રારંભ રાજ્યના મુખ્ય સચિવશ્રી પંકજ કુમારે મહામહિમ રાજ્યપાલશ્રીની અનુમતિ મેળવ્યા બાદ કરાવ્યો હતો.  નવનિયુક્ત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ રજનીકાંત પટેલે ઈશ્વરના નામે કાયદાથી સ્થાપિત ભારતીય બંધારણ પ્રત્યે શ્રદ્ધા અને નિષ્ઠા તથા ગોપનીયતાના શપથગુજરાતી ભાષામાં લીધા હતા. રાષ્ટ્રગાનનીસુરાવલીઓ સાથે આ શપથ સમારોહ સંપન્ન થયો હતો.



    મુખ્યમંત્રીશ્રીના શપથગ્રહણ બાદરાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મંચસ્થ મહાનુભાવોએ પુષ્પગુચ્છ અર્પણ કરીને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા.

                      આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીશ્રી શિવરાજ સિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રીશ્રી પ્રમોદ સાવંત અને કર્ણાટકના મુખ્યમંત્રીશ્રી બસવરાજ બોમ્માઈ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રીશ્રી પ્રહલાદ જોશી, કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા, કેન્દ્રીય વન અને પર્યાવણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ યાદવ, કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય રેલવે-ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જરદોશ, કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ તથા ‘’આયુષ’’ રાજ્યમંત્રીશ્રી ડૉ.મહેન્દ્રભાઈ  મુંજપરા પણ ઉપસ્થિત રહયા હતા.

    આ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, કાર્યકારી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ અને કેન્દ્રીય નિરીક્ષક અને ભાજપના મહામંત્રીશ્રીઓ સર્વશ્રી બી.એલ.સંતોષ અને શ્રી અરુણ સિંહ તથા આદરણીય સંતો-મહંતો, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, વરિષ્ઠ નાગરિકો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

    સુપ્રસિદ્ધ રામ કથાકાર મોરારી બાપૂએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને શુભેચ્છાઓ પાઠવી

        ગુજરાતના નવનિયુકત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને પ્રસિદ્ધ સંત અને રામાયણ કથાકાર પૂજ્ય મોરારી બાપૂએ મુખ્યમંત્રી પદે વરણી-નિયુક્તિ અંગેની શુભેચ્છાઓ પાઠવી છે.

           પૂ. મોરારી બાપૂ હાલ દાર્જિલિંગમાં રામકથા માટે ગયા છે ત્યાંથી તેમણે મુખ્યમંત્રીશ્રીને પાઠવેલા શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે, શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને મુખ્યમંત્રીશ્રી તરીકે ગુજરાતની સેવા કરવાની મળેલી આ તક સફળ અને સુફળ રહે તે માટે તેમણે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.


     નવનિયુકત મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છાઓ આપવા આવેલા સૌ શુભેચ્છકો, ધારાસભ્યો, મિડીયા કર્મીઓ, વરિષ્ઠ અધિકારીઓને તેઓ સ્નેહપૂર્વક મળ્યા હતા.



           મુખ્યમંત્રી કાર્યાલય પરિવારના અધિકારીઓ-કર્મયોગીઓએ પણ શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને મળીને તેમના નેતૃત્વ, દિશાદર્શનમાં રાજ્યની વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવવામાં યોગદાન આપવાની નેમ વ્યકત કરી હતી. 

    ગુજરાતના નવનિયુકત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સોમવારે મુખ્યમંત્રી તરીકેના શપથગ્રહણ કર્યા બાદ વિધિવત પદભાર સંભાળ્યો હતો.


           શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજભવનથી સીધા જ સ્વર્ણિમ સંકુલ-૧ માં મુખ્યમંત્રી કાર્યાલય પહોચ્યા હતા.


           તેમણે મુખ્યમંત્રી ચેમ્બરમાં પોતાની ખુરશીમાં બેસીને વિધિવત કાર્યભાર સંભાળતાપૂર્વે શ્રદ્ધાપૂર્વક દાદા ભગવાન-સીમંધર સ્વામીની મૂર્તિને પૂષ્પ અર્પણ કરી નમન કર્યા હતા.


           આ અવસરે ઉપસ્થિત રહેલા દાદા ભગવાન પરિવારના અનુયાયી સ્વજનો સાથે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે પોતે પણ સ્તુતિ મંત્ર ગાન શ્રદ્ધાપૂર્વક કર્યુ હતું અને દાદા ભગવાનના શ્રીચરણોમાં નમન કરી મુખ્યમંત્રી તરીકેનો વિધિવત પદભાર સંભાળ્યો હતો.


           નવનિયુકત મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છાઓ આપવા આવેલા સૌ શુભેચ્છકો, ધારાસભ્યો, મિડીયા કર્મીઓ, વરિષ્ઠ અધિકારીઓને તેઓ સ્નેહપૂર્વક મળ્યા હતા.



           મુખ્યમંત્રી કાર્યાલય પરિવારના અધિકારીઓ-કર્મયોગીઓએ પણ શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને મળીને તેમના નેતૃત્વ, દિશાદર્શનમાં રાજ્યની વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવવામાં યોગદાન આપવાની નેમ વ્યકત કરી હતી. 


     


    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.