Header Ads

  • Breaking News

    આગામી. ૨૫ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સહકાર પરિસંવાદ યોજાશે

     

    આગામી. ૨૫ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સહકાર પરિસંવાદ યોજાશે

    ***

    દેશના પ્રથમ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ સહકાર પરિસંવાદમાં ઉપસ્થિત રહેશે

                                 

    દેશના સહકારી આગેવાનો સંમેલનના માધ્યમથી એક મંચ પર ઉપસ્થિત થશે



                સોમવાર, NCUI, ઈફકો, ક્રિભકો, અમુલ, નાફેડ, નાફકબ, નાફસ્કોબ સહિતની સહકારી સંસ્થાઓ ના માધ્યમથી નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સહકાર પરિસંવાદ યોજવામાં આવનાર છે. ખેડૂતોની માલિકીની, ખેડૂતોના પ્રતિનિધિઓ દ્વારા ચાલતી અને ખેડૂતો માટે કાર્યરત, વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઈન્ડિયન ફાર્મરર્સ ફર્ટીલાઈઝર કો-ઓપ. લિ. (ઈફકો) દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું છે.

            ઇન્દ્રપ્રસ્થ ઇન્ડોર સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે યોજાનાર સમેલનના આયોજન સારૂ NCUI ના ચેરમેન, ઈફકોના વાઇસ ચેરમેન અને સહકારી અગ્રણી શ્રી દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને દેશના અગ્રગણ્ય સહકારી આગેવાનોની કોર કમિટી રચવામાં આવી છે


                આગામી. તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ ઇન્દ્રપ્રસ્થ ઇન્ડોર સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સહકાર પરિસંવાદના આયોજન આજરોજ NCUI હેડ ક્વાટર્સ નવી દિલ્હી ખાતે એક મહત્વની બેઠક યોજાઇ. 

    જેમાં શ્રી દિલીપ સંઘાણી તથા કોર કમિટીના સભ્યો સર્વશ્રી, ક્રિભકોના ચેરમેન ચંદ્રપાલસિંહ યાદવ, નાફેડના ચેરમેન બિજેન્દર સિંહ, ઈફકોના એમ.ડી. ડો.યુ.એસ. અવસ્થી, નાફસ્કોબના પ્રમુખ રવિન્દ્ર રાવ, નાફકબના પ્રમુખ જ્યોતિન્દ્ર મહેતા, અને સહકાર ભારતીના પ્રમુખ રમેશ વૈદ્યનો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

           દેશમાં સહકારીતાના માધ્યમથી નવી અર્થવ્યવસ્થાના નિર્માણ સારૂ તેમજ દેશના સહકારી માળખાને મજબૂત કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં જ સહકારી મંત્રાલય બનાવ્યું છે. જે ખરા અર્થમાં સહકારી સંસ્થાના વિકાસ માટે પૂરક બની રહેશે તેમ શ્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું.

          ગુજરાતનાં સહકાર માળખાને મજબૂત બનાવવા માં મહત્વપૂર્ણ યોગદાન આપનાર શ્રી અમિતભાઈ શાહ દેશના પ્રથમ સહકારમંત્રી તરીકે પરિસંવાદમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના “સહકાર થી સમૃદ્ધિ” ના મંત્ર ને ચરિતાર્થ કરવા તથા સમગ્ર દેશના સહકારી માળખાને વધુ મજબૂત કરવા માર્ગદર્શન આપશે.

    અંગ્રેજી માધ્યમમાં માત્ર ખાનગી શાળા જ વાલીઓ માટે એક માત્ર વિકલ્પ થોડા સમય પહેલા હતી. પરંતુ હવે અરવલ્લી જિલ્લામાં અંગ્રેજી માધ્યમની  સરકારી પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવેલ છે.


                     જે અંતર્ગત મેઘરજ તાલુકામાં રહિફા ફાતિમા, ડાયા જોહન અશરફ, ડાયા જિયાન અશરફ ત્રણે વિદ્યાર્થીઓએ RTE અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ મળેલ જેની ફી પણ સરકાર શ્રી દ્વારા ભરવામાં આવનાર હતી, પરંતુ છેલ્લા બે વરસમાં સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ અરવલ્લી જિલ્લાના તમામ તાલુકા સ્થળે શરૂ કરવામાં આવેલ છે અને તેમાં ખૂબ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક કાર્ય થઈ રહેલ છે જેને કારણે RTE માં મળેલ પ્રવેશને જતો કરીને આ વિદ્યાર્થીઓએ સરકારી અંગ્રેજી માધ્યમની મેઘરજ ખાતેની શાળામાં અભ્યાસ ચાલુ રાખેલ છે. 


     જે સરકારી અંગ્રેજી માધ્યમની શાળામાં થતા ગુણવત્તાયુક્ત કામને દર્શાવે છે. છેલ્લા બે વર્ષમાં સરકારી અંગ્રેજી માધ્યમ ની શાળાઓ ૪૫૬ જેટલાં બાળકોને પ્રવેશ માટે આકર્ષવામાં સફળ રહી છે. આવનાર દિવસોમાં તાલુકા સ્થળે શરૂ કરાયેલ અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ જરૂર મોટા શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટ નું સ્થાન લેશે. જેમાં  જે વાલીઓ પ્રવેશ લેવા માંગતા હોય તેમને તાલુકાની BRC ભવનની કચેરી અથવા શાળાનો સીધો સંપર્ક કરવા જિલ્લા પ્રા શિક્ષણ સમિતિ દ્વારા અનુરોધ કરાયો.


             ગુજરાતનાં સહકાર માળખાને મજબૂત બનાવવા માં મહત્વપૂર્ણ યોગદાન આપનાર શ્રી અમિતભાઈ શાહ દેશના પ્રથમ સહકારમંત્રી તરીકે પરિસંવાદમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના “સહકાર થી સમૃદ્ધિ” ના મંત્ર ને ચરિતાર્થ કરવા તથા સમગ્ર દેશના સહકારી માળખાને વધુ મજબૂત કરવા માર્ગદર્શન આપશે.

    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.