Header Ads

  • Breaking News

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉચ્ચસ્તરિય બેઠક યોજી રાજ્યમાં વરસાદ અને પવનની ગતિને કારણે સર્જાયેલી સ્થિતીની સમીક્ષા કરી


     મુખ્ય સચિવશ્રી સહિતના વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજી
    તંત્રની સજ્જતા-સતર્કતાની તલસ્પર્શી વિગતો મેળવતાં મુખ્યમંત્રીશ્રી 

    પોરબંદર-જુનાગઢના જિલ્લા કલેકટરો સાથે
    ટેલિફોનિક વાતચીત કરી સ્થિતીનો જાયજો મેળવ્યો
    .......
    નીચાણવાળા વિસ્તારોના લોકોનું જરૂર જણાયે સલામત સ્થળે સ્થળાંતર
    ભોજન-આશ્રય પ્રબંધની વ્યવસ્થાઓથી અવગત થતા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
    .......

             મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં વરસાદી સ્થિતી અને પવનની ગતિને કારણે સર્જાયેલી હળવા દબાણની પરિસ્થિતીની સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી.

             તેમણે ખાસ કરીને પોરબંદર, જુનાગઢ, ભાવનગર, અમરેલી ભરૂચ સહિતના વિસ્તારોમાં થયેલા વ્યાપક વરસાદ અને ઝડપી પવનથી કોઇ મોટું નુકશાન કે જાનહાનિ ના થાય તે માટેની સંબંધિત જિલ્લા તંત્રો અને રાજ્ય સરકારના વિભાગોની સજ્જતા સતર્કતા અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી હતી.


                મુખ્યમંત્રીશ્રીએ પોરબંદર અને જુનાગઢ જિલ્લાના કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોના લોકોની સ્થિતી
    , જરૂર જણાયે સલામત સ્થળે સ્થળાંતર કરવાના કિસ્સાઓમાં આશ્રયસ્થાન તેમજ ભોજન પ્રબંધ, પવનની ગતિ વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી અને માર્ગદર્શન આપ્યું હતું.

             મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ શ્રી મૂકેશ પૂરી, મહેસૂલના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની તેમજ માર્ગ-મકાન સચિવ શ્રી સંદીપ વસાવા અને એન.ડી.આર.એફ ના મત્સ્યોદ્યોગ, રાહત કમિશનર ગૃહ સચિવ વગેરે આ બેઠકમાં જોડાયા હતા.

             શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના દરિયાકાંઠાના પ્રવાસન સ્થળો-બિચ ઉપર કોઇ પર્યટક-પ્રવાસી ન જાય તે માટે તેમજ દરિયામાં માછીમારી માટે ગયેલા સાગરખેડૂઓ સલામત પરત આવી જાય તે માટે જરૂરી સૂચનાઓ અને પ્રબંધ કરવા પણ બેઠકમાં સૂચનો કર્યા હતા.

             રાજ્યમાં અત્યારની સ્થિતીએ સૌરાષ્ટ્રના ૯ જિલ્લાઓમાં એન.ડી.આર.એફ.ની ૧૮ ટિમ સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહિ તૈનાત કરવામાં આવી છે તેમજ બે ટિમ સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવી છે તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી.
    ...............................................................................................................


    ઊર્જા  વિભાગની કામગીરીને વધુ સંગીન બનાવીને પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવાસંનિષ્ઠ પ્રયાસો કરાશેઃઊર્જા  રાજય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ

    ...........

    પ્રજાના પ્રશ્નો અને રજૂઆતોને તાત્કાલીક હલ કરી અહેવાલરજૂ કરવા સુચના આપતા મંત્રીશ્રી
    ...........
    ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ અને વિભાગ હસ્તકની ગાધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
    ...........

    ઊર્જા  રાજય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યુ છે કે રાજયના પ્રજાજનોને ગુણવત્તાયુકત સતત વીજપુરવઠો વધુને વધુ સારી રીતે સમયસર ઉપલબ્ધ કરાવવા માટે ઊર્જા  વિભાગની કામગીરીને વધુ સંગીન બનાવીને ઊર્જા ના પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા સંનિષ્ઠ પ્રયાસો કરાશે અને ખેડૂતોને પૂરા પાડવામાં આવતા વીજ કનેકશનો તાત્કાલિક મળે તે માટે કાર્યવાહી હાથ ધરાશે.

    આજે ગાધીનગર ખાતે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તથા વિભાગ હસ્તકની કંપનીની ઊર્જા મંત્રી શ્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા બેઠકમા તેમણે કહ્યું કેવાવાઝોડાનાં કારણે જે અસરગ્રસ્ત વિસ્તારોમાં થાંભલા પડી ગયા હોય, ટ્રાન્સફોર્મર બંધ થયા હોય તે તમામનું સત્વરે મરામત કરીને પરિસ્થિતિ પૂર્વવત કરવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

    મંત્રીશ્રીએ ઊર્જા વિભાગની કામગીરીની માહિતી મેળવી તથા પ્રજાના પ્રશ્નો અને રજૂઆતોને તાત્કાલીક હલ કરી આ અંગેની કામગીરીનો અહેવાલ કરવા સુચના આપીને તેમની કચેરી દ્વારા ફોરવર્ડ થતી ફરીયાદોનો નિકાલ સમયમર્યાદામાં કરી કચેરીને જાણ કરવા, ચારેય વીજ કંપનીઓએ ફરીયાદો મોકલવા અંગે નોડલ અધિકારી નિયુક્તિ કરી આ અધિકારીઓને ફરીયાદોનું ફોલોઅપ કરીને નિકાલ કરવા સૂચના આપી હતી. તેમજ ખેડૂતોને ખેતી માટે અપાતા વીજ કનેક્શનો સત્વરે મળી રહે એ અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતુ. આ ઉપરાંત દરેક કંપનીએ ગ્રાહકલક્ષી અભિગમ રાખી ગ્રાહકોની ફરીયાદોનો સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે વ્યવસ્થા ગોઠવી મોનીટરીંગ કરવાનું રહેશે અને દરેક કંપનીનાં કોઇ નીતિ વિષયક બાબત સરકારમાં પડતર હોય તો તે ધ્યાને લાવવા પણ અનુરોધ કર્યો હતો.

    આ બેઠકમાં ઊર્જા વિભાગના અગ્રસચિવ, અધિકારીઓ, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ તથા તમામ વિભાગ હસ્તકની કંપનીઓના‌ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.