અરવલ્લી ના આજ ના મુખ્ય સમાચાર
મોડાસા
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ અન્વયે અરવલ્લી જિલ્લાની કુલ ૩૯૬ વાજબી ભાવની દુકાનેથી રેગ્યુલર NFSA યોજના તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અન્વયે NFSA યોજનામાં સમાવિષ્ટ તમામ રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો નિયમિત તથા નિયત પ્રમાણભાવથી સમયસર મળી રહે તે હેતુસર કલેકટરશ્રી અરવલ્લી દ્વારા જિલ્લાની વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસણી માટે સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતુ. જોકે અહી નોંધનીય છે કે પ્રાંત અધિકારીશ્રી તથા મામલતદારશ્રીએ દરેક લાભાર્થીને મળવાપાત્ર જથ્થો નિયમિત તથા પ્રમાણભાવ મુજબ મળી રહે તથા સરકારશ્રીની લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થાનું સુચારૂરૂપે પાલન થાય તે હેતુસર તેમના અધિકારક્ષેત્ર હેઠળ આવતી સરકારમાન્ય વાજબી ભાવની દુકાનોની નિયમિત તપાસણી કરવાની થાય છે. આ તપાસણીઓ વધારે સચોટ તથા અસરકારક રીતે થઇ શકે તથા તપાસણીની ગુણવત્તાના ઉચ્ચત્તમ ધોરણો જળવાય તે હેતુસર જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીશ્રીઓની કુલ-૧૨ ટીમો બનાવી તા.૨૪/૦૯/૨૦૨૧ના રોજ સ્થાનીક કક્ષાએ મળેલ ફરીયાદોના આધારે અરવલ્લી જિલ્લાની કુલ-૧૨ વાજબી ભાવની દુકાનોની તપાસણી કરવામાં આવી. તપાસણી અધિકારીશ્રી દ્વારા સોપાયેલ તપાસણી રીપોર્ટ અનુસાર જિલ્લા કલેકટરશ્રી દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને તપાસણી અહેવાલમાં જણાઇ આવેલ ક્ષતિઓના ગુણદોષને આધારે તાત્કાલિક સુનવણી રાખી નિયમોનુસાર કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવેલ છે.
ધનસુરા જવાહર નવોદય વિદ્યાલય ખાતે ધોરણ ૯માં લેટરલ એન્ટ્રી પરીક્ષા માટે ૩૧ ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે***
વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ ૯ માં ખાલી પડેલી જગ્યાઓ સામે પ્રવેશ માટેની લેટરલ એન્ટ્રી પરીક્ષા ૨૦૨૨ માટે ઓનલાઈન અરજી અરજી કરી શકાશે.
અરવલ્લી ધનસુરાની જવાહર નવોદય વિદ્યાલય ખાતે વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન ધોરણ ૯ ખાલી પડેલી જગ્યાઓ સામે પ્રવેશ માટેની લેટરલ એન્ટ્રી પરીક્ષા તારીખ ૦૯ એપ્રિલ ૨૦૨૨ના રોજ યોજાશે.
ચાલુ શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨ માં અરવલ્લી જીલ્લાની કોઈપણ સરકારી/સરકારમાન્ય શાળામાંથી ધોરણ ૮ નો અભ્યાસ કરતા હોય તથા ૦૧ મે ૨૦૦૬ અને ૩૦ એપ્રિલ ૨૦૧૦ (બન્ને દિવસો સમાવિષ્ટ) વચ્ચે જ જન્મેલા હોય તેવા ઉમેદવારો આ પ્રવેશ પરીક્ષા આપી શકશે.
આ પ્રવેશ પરીક્ષા અંગેની વિગતવાર માહિતી માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in અથવા www.nvsadmissionclassnine.in ની મુલાકાત લેવાની રહેશે.
આ પ્રવેશ પરીક્ષા આપવા માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in અથવા www.nvsadmissionclassnine.in ઉપર વિનામૂલ્યે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ચાલુ થઇ ગયેલ છે, અને આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ છે. અન્ય કોઈ માહિતી/માર્ગદર્શન માટે આ વિદ્યાલયનો સંપર્ક કરવો. એમ એકઅખબારીયાદીમાંજણાવાયું છે.
ધનસુરા જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬માં પ્રવેશ પરીક્ષા માટે ૩૦ નવેમ્બર સુધી અરજી કરી શકાશે
***
વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ ૬ માં પ્રવેશ માટેની જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૨ માટે ૩૦ નવેમ્બર ૨૦૨૧ સુધી ઓનલાઈન અરજીઓ કરી શકાશે. જે અંતર્ગત અરવલ્લી જીલ્લાના ધનસુરાની જવાહર નવોદય વિદ્યાલય ખાતે વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન ધોરણ ૬ માં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તારીખ ૩૦ એપ્રિલ ૨૦૨૨ના રોજ યોજાશે.
ચાલુ શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩માં અરવલ્લી જીલ્લાની કોઈપણ સરકારી/સરકારમાન્ય શાળામાંથી ધોરણ ૫ નો અભ્યાસ કરતા હોય, સરકારી/સરકારમાન્ય શાળામાંથી ધોરણ-૩ અને ૪ માં પુરા સત્રનો અભ્યાસ કરેલો હોય અને પાસ કરેલ હોય તથા ૦૧ મે ૨૦૦૯ અને ૩૦ એપ્રિલ ૨૦૧૩ (બન્ને દિવસો સમાવિષ્ટ) વચ્ચે જ જન્મેલા હોય તેવા ઉમેદવારો આ પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ પ્રવેશ પરીક્ષા અંગેની વિગતવાર માહિતી માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in ની મુલાકાત લેવાની રહેશે.
આ પ્રવેશ પરીક્ષા આપવા માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in અને https://cbseitms.nic.in/registrationClass6/registrationClass6 ઉપર વિનામૂલ્યે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ચાલુ થઇ ગયેલ છે, અને આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર ૨૦૨૧ છે. અન્ય કોઈ માહિતી/માર્ગદર્શન માટે આ વિદ્યાલયનો સંપર્ક કરવો. એમ એક અખબારી યાદીમાંજણાવાયુછે.
અરવલ્લીની મહિલા ખેલાડીઓ ૧૫ ઓક્ટોબર સુધી મહિલા રોકડ પુરસ્કાર માટે અરજી કરી શકશે
***
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય/ખેલ મહાકુંભ સ્પર્ધાઓ અં.૧૪,૧૭,૧૯ અને સ્કૂલ ગેઇમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજયનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) અરવલ્લી જીલ્લાની મહિલા ખેલાડીઓને કોઈપણ એક જ રમતમાં તેમજ એક સિદ્ધિ માટે મહિલા રોકડ પુરસ્કાર યોજના માટેનું ફોર્મ ભરીને તા.૧૫ ઓક્ટોબર ૨૦૨૧ સુધી અરવલ્લીના મોડાસાની જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,કચેરી ખાતે અરજી મોકલવાની રહેશે. વર્ષ ૨૦૧૯-૨૦ ૨૦૨૦-૨૧માં મહિલા રોકડ પુરસ્કાર યોજનાથી વંચિત રહી ગયેલ ખેલાડીઓ પણ અરજી કરી શકશે.