વેધર વોચ ગૃપની બેઠક ગાધીનગર ખાતેથી યોજાઈ
વેધર વોચ ગૃપની ઓનલાઈન બેઠક
આજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર
ગાધીનગર ખાતેથી યોજાઈ
............................
Ø રાજયમાં
આગામી દિવસોમાં હવામાનની આગાહી અનુસાર તા.૨૧,૨૨/૦૯/૨૦૨૧
સુધી પંચમહાલ, છોટા
ઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના
સરદાર સરોવર જળાશયમાં હાલ ૧૮૬૭૩૧ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહઃ જે કુલ સંગ્રહ શકિતના ૫૫.૮૯% છે
............................
રાહત કમિશનર અને અધિક સચિવશ્રી, મહેસુલ વિભાગના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની
ઓનલાઈન બેઠક આજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાધીનગર ખાતેથી યોજાઈ હતી.
રાજકોટ, જુનાગઢ, ગીર
સોમનાથ, ભાવનગર,
બોટાદ,
વડોદરા, અમદાવાદ,ભાવનગર,બોટાદ,વડોદરા,ખેડા, આણંદ
મહિસાગર ,દાહોદ,ભરૂચ,નર્મદા,
સુરતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.તા.૨૫,૨૬/૦૯/૨૦૨૧
સુઘી આણંદ,વડોદરા,ભરૂચ,નર્મદા,તાપી,છોટાઉદેપુર, સુરત
નવસારી, વલસાડ,ડાંગ મા ભારે વરસાદની સંભાવના રહેલી છે.આમ ઉ૫રોકત
જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા બચાવ કાર્ય માટે NDRF અને
SDRF ની ટીમો એલર્ટ રાખવા કમાન્ડન્ટશ્રી, NDRF અને
DySp શ્રી, SDRF ને સૂચના આ૫વામાં આવી છે.
કૃષિ વિભાગ દ્વારા જણાવાયુ છે કે,
ચાલુ વર્ષે અંદાજીત ૮૩.૮૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું
વાવેતર તા.૨૦/૦૯/૨૦૨૧ સુધીમાં થયેલ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૮૫.૮૩ લાખ
હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની
સામે ૯૮.૦૧% વાવેતર થયેલ છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિ. દ્વારા જણાવાયુ છે કે,સરદાર
સરોવર જળાશયમાં હાલ ૧૮૬૭૩૧ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ
શકિતના ૫૫.૮૯% છે.
સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયુ છે કે, રાજયના
૨૦૬ જળાશયોમાં ૪૧૮૫૫૬ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૭૫.૦૯%
છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૭૯ જળાશય, એલર્ટ ૫ર
કુલ- ૧૨ જળાશય તેમજ વોર્નીગ ૫ર-૧૩ જળાશય
છે.
એન.ડી.આર.એફ.ની કુલ ૨૦ ટીમમાંથી ૧૮ ટીમો ડીપ્લોય
કરવામાં આવેલ છે. જે પૈકી ૧-વલસાડ, ૧-સુરત,
૧-નવસારી,
૨-રાજકોટ,
૧-ગીર સોમનાથ, ૧-અમરેલી, ૧-ભાવનગર, ૧-જુનાગઢ, ૨-જામનગર, ૧-પાટણ, ૧-મોરબી,૧- દેવભુમી
ઘ્વારકા,૧-પોરબંદર,૧- ખેડા,૧-પંચમહાલ,૧- ગાંઘીનગર - ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. અને
૧-ટીમ વડોદરા અને ૧-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે એસ.ડી.આર.એફ.ની કુલ
૧૧ ટીમમાંથી ૦૮ ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જેમા ૧ –રાજકોટ,૧-ગોંડલ, ૧-
જુનાગઢ,૧-કેશોદ, ૨-
જામનગર ,૧- રાલજ (આણંદ) અને ૧- ખેડા ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. ૧-ગોઘરા,૧-વાવ,૧-વડોદરા
,૧-અમદાવાદ
અને ૧-વાલીયા ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે.
ઇસરો,ફોરેસ્ટ વિભાગ,આરોગ્ય
વિભાગ, ફિશરીઝ વિભાગ, ઉર્જા
વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, જી.એમ.બી., શહેરી
વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જી.એસ.આર.ટી.સી.,ફાયર
વિભાગ, કોસ્ટગાર્ડ, બાયસેગ
તથા માહીતી ખાતાના અઘિકારીશ્રીઓ મીટીંગમાં હાજર રહયા હતા અને આગામી દિવસોમાં ભારે
વરસાદની સંભાવના અંગે IMD ની આગાહી ધ્યાને લઇ રાહત બચાવના પગલાં અંગે તમામ
વિભાગોની તૈયારી અંગે ચર્ચા/સમીક્ષા કરવામાં આવી હતી.