કોરોના વેક્સિનેશનમાં ગુજરાતની વધુ એક આગવી સિદ્ધિ
કોરોના વેક્સિનેશનમાં ગુજરાતની વધુ એક
આગવી સિદ્ધિ
કોરોના રસીના ૪ કરોડ પ્રથમ ડોઝ અપાઇ ગયા કુલ પ.૬૮ કરોડ ડોઝ ગુજરાતમાં અપાયા
......
રાજ્યમાં રસીકરણ પાત્રતા ધરાવતા ૪.૯૩ કરોડ
લાભાર્થીઓમાંથી
૪
કરોડ ૩૯ હજારને પ્રથમ ડોઝથી રક્ષિત કરાયા
.......
ગુજરાતે કોરોના વેક્સિનેશન મહાઅભિયાન
અન્વયે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
સમગ્ર
રાજ્યમાં રસીકરણ પાત્રતા ધરાવતા ૧૮ વર્ષથી ઉપરની વયના ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩
લાભાર્થીઓમાંથી તમામ વયજૂથના ૪ કરોડ ૩૯ હજાર લાભાર્થીઓને કોરોના વેક્સિનેશનના
પ્રથમ ડોઝથી તા.ર૦ સપ્ટેમ્બર-ર૦ર૧ બપોર સુધીમાં રક્ષિત કરવામાં આવ્યા છે.
સમગ્રતયા, રાજ્યમાં પ.૬૮ કરોડથી વધુ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતે દર એક હજારની વસ્તીએ ૮૯૦ રસીના ડોઝ આપીને દેશમાં મોટા રાજ્યોમાં વેક્સિનેશન અન્વયે અગ્રેસરતા દાખવી છે.
એક જ
દિવસમાં ર૩.૬૮ લાખ લોકોનું વેક્સિનેશન થયું
.......
રાજ્યમાં
અત્યાર સુધીમાં પ.પ૯ કરોડ વેક્સિન ડોઝ અપાયા
.......
મુખ્યમંત્રી
શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મહાઅભિયાનને
સફળ
બનાવનારા આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવ્યા
.......
ગુજરાતમાં કોરોના રસીકરણ મહાઅભિયાન
અંતર્ગત એક જ દિવસમાં ર૩.૬૮ લાખ વ્યક્તિઓના રસીકરણની અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાઇ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ તા.૧૭મી સપ્ટેમ્બરે એક જ દિવસમાં આ
રસીકરણ અભિયાન અન્વયે રાજ્યભરમાં ર૩,૬૮,૦૦૬
લોકોને કોરોના વેક્સિનેશન સુરક્ષા કવચથી આવરી લેવાની ઉત્કૃષ્ટ કાર્યદક્ષતા માટે સૌ
આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઇન વર્કર્સને અભિનંદન પાઠવ્યા
છે.
સમગ્ર ગુજરાતમાં કોરોના વેક્સિનેશન અભિયાન વેગવાન બન્યું છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં ૩ કરોડ ૯૬ લાખ ૬૬,૭૧૯ પ્રથમ ડોઝ તેમજ ૧ કરોડ ૬૩ લાખ ૬૮ હજાર પ૯ર બીજો ડોઝ મળી કુલ પ.પ૯ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.