હિંમતનગર ખાતે હિન્દી ઉત્સવ ઉજવાયો
એસ.એમ. મહેતા આર્ટસ કોમર્સ કોલેજ હિંમતનગર ખાતે હિન્દી ઉત્સવ ઉજવાયો
***********
આઝાદી સંગ્રામમાં સાહિત્ય અને પત્રકારત્વએ જન જાગૃતિમાં પ્રાણ પૂર્યા હતા.
સ્વાતંત્ર સંગ્રામમાં પત્રકારત્વ અને સાહિત્યના
સુભગસમન્વય દ્રારા મહત્વનો અને ઉત્કૃષ્ટ
રહ્યો હતો. આઝાદીના સમયમાં જ્યારે સોશિયલ મીડિયા ન હતુ ત્યારે પત્રિકાઓ અને સમાચાર
પત્રો દ્વારા આપણા ક્રાંતિકારી પત્રકારો યુવાનોને જાગૃત કરી રાષ્ટ્ર ભાવનાને જોડવાનું
કામ કર્યું હતું. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સમાચાર પત્રનું સંપાદન કર્યું હતું
તેમજ ભારતમાં આવ્યા પછી પણ તેમણે હરિજન બંધુ, નવજીવન જેવા પત્રો દ્રારા લોક્માનસને ઘડવાનું કામ
કર્યું છે.આ પ્રસંગે તેમણે આપણા મહાન ક્રાંતિકારી સપૂતો શ્યામજી કૃષ્ણ વર્મા, છગન ખેરાજ
વર્મા, મેડમ કામા, સરદાર
ભગતસિંહ, રાજગુરૂ, સુખદેવ
જેવા ૬ લાખથી વધુ નામી અનામી વીરોએ દેશની આઝાદીમાં પોતાના પ્રાણોની આહુતી આપી શહિદી
વ્હોરી તેમને નમન કરી ભાવાંજલી આપી હતી.
એસ.એમ. મહેતા આર્ટસ કોમર્સ કોલેજ હિંમતનગર ખાતે બે દિવસીય હિન્દી મહોત્સવનુ સમાપન
ભારતની આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં હિન્દી ઉત્સવની ઉજવણીના દ્રિતીય દિને ડો.એ.પી. સોલંકીની આચાર્યશ્રી એસ.એમ. મહેતા આર્ટસ કોમર્સ કોલેજ હિંમતનગરની અધ્યક્ષતામાં કાર્યક્ર્મ યોજાયો હતો.
હિન્દી મહોત્સવમાં વિદ્યાર્થીઓને વક્તાઓએ સ્વાતંત્ર સંગ્રામમાં રાષ્ટ્રભાષા એ લોકોની સ્વતંત્રતા માટે કેવી રીતે પ્રેરિત કર્યા તે અંગે સારી રીતે જાણકારી આપી, આપણી આ પેઢીને આઝાદીનું મૂલ્ય સમજાવ્યું હતું. હિન્દી ભાષાના પ્રધ્યાપક શ્રી આર.જે. ઉપાધ્યાય દ્રારા હિન્દી સાહિત્ય અને તેની વિશેષતાઓ અંગે જણાવી વિદ્યાર્થીઓને હિન્દી ભાષા અપનાવવા, જીવનમાં ઉતારવા તેમજ હિન્દી બોલચાલની ભાષા તરીકે સહજ સ્વીકારવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમ અંતે મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ડો. વિનોદ બબ્બર (વરિષ્ઠ પત્રકાર, સાહિત્યકાર) નવી દિલ્હી, ડૉ. ગૌરાંગ શરણ દેવાચાર્ય (બિંદુમાધવ) નિર્દેશક નિમ્બાર્ક શોધ સંસ્થા હિંમતનગર,કોલેજના હિંદી વિભાગના અધ્યક્ષ પ્રો. કિરણબેન રાઠોડ, ડો. રૂપાબેન ભટ્ટ, ડો. આર.એન જોશી, ડો વી.જી પરમાર, ડો. નવઘણ વાઘેલા, ડો. સી. એન. પીઠડીયા, ડો.પી.એમ જોશી, ડો કે. એસ. ભટ્ટ, ડો. પી. ડી. રાવ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહમાં ડો. જયેન્દ્રસિંહ જાદવ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વિશેષ વક્તા ડો. વિનોદ બબ્બર (વરિષ્ઠ પત્રકાર, સાહિત્યકાર) નવી દિલ્હીએ પ્રસંગોચીત પ્રવચન કર્યું હતું. ડો. બળભદ્ર રાઠોડ અધ્યક્ષ અ. ભા. સાહિત્ય પરિષદ ન્યાસ સાબરકાંઠા, ડૉ. ગૌરાંગ શરણ દેવાચાર્ય (બિંદુમાધવ) નિર્દેશક નિમ્બાર્ક શોધ સંસ્થા હિંમતનગર, કોલેજના આચાર્ય શ્રી સોલંકી, ડો.પ્રેમજીભાઇ પટેલ તેમજ કોલેજના અધ્યાપકો અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ડો. વિષ્ણુભાઇ પંડ્યાને જન્મદિનની શુભકામના પાઠવી સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.