શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહાદેવ મંદિર પાલનપુર મોડાસા ખાતે પ્રારંભ થયો
શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહાદેવ મંદિર પાલનપુર મોડાસા ખાતે પ્રારંભ થયો
મોડાસા તાલુકાના પાલનપુર ગામ ના પશુપતિ મહાદેવ મંદિર ની ભૂમિમાં પવિત્ર શ્રાવણ માસમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાકાર સાધ્વી પરમેશ્વર દેવી શ્રીમદ્ ભાગવતનું ભક્તોને તેમની વાણીથી રસપાન કરાવશે. પવિત્ર ચતુર માસ ચાલી રહ્યો છે ત્યારે. પશુપતિ મહાદેવ મંદિર પાલનપુર ના નિશ્રામાં સ્વામી સર્વેશ્વર દાસજી આયોજક સલાહકાર શશીકાંત શાસ્ત્રી પાલનપુર ગ્રામજનો દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રારંભ થયો .
કથામાં મુખ્ય અતિથિ તરીકે દીપ પ્રાગટ્ય કરનાર કનુભાઈ પટેલ . એ .એસ પટેલ. સામાજીક કાર્યકર નિલેશ જોશી . કિરીટ પટેલ અને મોટી સંખ્યામાં ભાગવત નું રસપાન કરવા ભક્તો હાજર રહ્યા. ભાગવત જ્ઞાનયજ્ઞ એક સપ્તાહ મહાદેવના પટાંગણમાં ચાલુ રહેશે.
ગીતાના અઢારમા અધ્યાયના અંતે ભગવાન કહે છે કે - સાચો માર્ગ શું છે તે મેં તને જણાવ્યું, હવે તારે જે પ્રમાણે વર્તવું હોય તે મુજબ કર .આમ ગીતા કોઈ સામાન્ય ધર્મગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે. સાચું જીવન જીવવાનું માર્ગ બતાવનાર ભગવાન દ્વારા સીધું મનુષ્યને જ્ઞાન અપાયું છે. એવા શ્રીમદ્ભાગવત સપ્તાહ જ્ઞાન મહોત્સવ જવાનો લહાવો મળ્યો ભગતગીતા નું જેમના દ્વારા રસપાન થવાનું છે તેવા વંદનીય સાધ્વી પરમેશ્વર દેવીના સાથે સાધુ સંતો ના દર્શન નો પણ લાભ મળ્યો જય ભાગવત
શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે.ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાંં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. હિંદુ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે, પરંતુ ગીતાનું મહત્ત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે.મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે, જેમાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકો છે. પૂરી ગીતા, થોડા શ્લોકોના અપવાદ સિવાય, અનુષ્ટુપ છંદમાં છે. ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે ૩૦૬૬નો માનવામાં આવે છે.ભારતના બે આદિગ્રંથો પૈકીનું મહાભારત મહર્ષિ વેદવ્યાસે રચેલું છે. મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચેના રાજકીય કાવાદાવા, સ્પર્ધા, અને અંતે યુદ્ધની કથા છે. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક, અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બન્ને સેના વચ્ચે લેવાનું કહે છે. બન્ને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો. યુદ્ધના પરિણામોથી તે ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતા મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે. યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે.ભયભીત થઈ, યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગ્યો. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે અને કોઈ માર્ગ ન સૂઝતાં કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે. તે અઢાર અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે