દિવ્યાંગોને નિ:શુલ્ક કૃત્રિમ પગ,પોલિયો કેલીપર્સની સહાય
‘‘દિવ્યાંગજનોની તકલીફ
દૂર કરવી એ સફળ માનવજીવનની લાક્ષણિકતા’’ મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ…….
રાજ્ય સરકારે
દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને એસ.ટી પાસને આજીવન માન્ય કરીદિવ્યાંગોને હાલાકી ન
પડે તેની કાળજી રાખી - મુખ્યમંત્રીશ્રી…….શ્રી સૌરાષ્ટ્ર પટેલ
સમાજ દ્વારા દિવ્યાંગજનો માટેનિઃશુલ્ક સાધન સહાય
વિતરણનો ત્રિ-દિવસીય કાર્યક્રમ યોજાયો…….દિવ્યાંગોને નિ:શુલ્ક
કૃત્રિમ પગ,પોલિયો કેલીપર્સની સહાય........
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ભગવાન
મહાવીર વિકલાંગતા સહાયતા સમિતિ દ્વારા આજે માનવસેવાનો વધુ એક યજ્ઞ આરંભ્યો છે.
જયપુર ફુટ આ સાધન સહાય માટે સંપૂર્ણ જગતભરમાં જાણીતું છે. ભગવાન મહાવીરના
સિદ્ધાંતને અનુસરીને આ સંસ્થા છેલ્લા પાંચ દાયકાથી જનસેવાનું અદભુત કાર્ય કરી રહી
છે જે કાબિલે દાદ છે. જેણે અત્યાર સુધીમાં લાખો દિવ્યાંગોને વિનામૂલ્યે અનેક
સાધનોની સહાય આપી છે
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વિશેષમા
જણાવ્યુ હતું કે પહેલા દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું અને
હાડમારી વેઠવી પડતી હતી પણ હવે સંપૂર્ણ સંવેદનાથી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન
એટલે કે લાઇફ ટાઇમ માટે માન્ય કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તથા દિવ્યાંગ
વ્યક્તિઓને એસ.ટી બસમાં મુસાફરી માટે મળતો પાસ પણ હવેથી આજીવન ધોરણે જીવનભર માટે
માન્ય રાખવામાં આવશે તેમ જણાવ્યું હતુ.
દિવ્યાંગ વ્યક્તિઓને તેમના જીવનમાં ઓશિયાળાપણા
હોવાનો ભોગ ન બનવું પડે અને તેઓ પણ સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે
જુનો નિયમોમાં બદલાવ લાવવાની નવતર પહેલ કરી છે. હવેથી દિવ્યાંગ વ્યક્તિ સરકારની
વિવિધ યોજનામાંથી પોતાના મનગમતા ક્ષેત્રમાં કારકિર્દી ઘડી શકશે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમા જણાવ્યુ હતું કે
તાજેતરમાં જ ટોક્યો પેરાલિમ્પીકમાં સિલ્વર મેડલ જીતનારી ગુજરાતની દીકરી અને
ઘાટલોડિયા રહેતી ભાવિના પટેલ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ભાવિના પટેલે દિવ્યાંગ
હોવા છ્તાંય રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ જીત્યા છે. એટલે હવે
દિવ્યાંગ હોવું એ અભિશાપ નથી.
દિવ્યાંગોના કલ્યાણ અને રોજગારી તથા આર્થિક
ઉત્કર્ષ માટે રાજ્યમાં ‘’દિવ્યાંગ આર્થિક વિકાસ નિગમ’’ની પણ રચના
કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે માતબર રકમ દિવ્યાંગ વ્યક્તિઓના
શિક્ષણ અને તાલીમ માટે ખર્ચ કરવામાં આવે છે. રાજ્ય સરકારની સંત સુરદાસ યોજના
અંતર્ગત બૌદ્ધિક અસમર્થતા ધરાવતા ૨૫ હજારથી વધારે મનોદિવ્યાંગ વ્યક્તિઓને પેન્શનની
રકમ તેમના ખાતામાં દર મહિને નિયમિત રીતે મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજ્ય
સરકાર દિવ્યાંગો માટે સંપૂર્ણપણે સંવેદનશીલ છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઇ પટેલે ઉમેર્યું હતું કે ભારત
સરકારના દિવ્યાંગ વિભાગ દ્વારા યુનિક આઇ.ડી રાખવાની યોજના છે ગુજરાતમાં પણ
યુનિવર્સલ આઇ.ડી પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં અઢી
લાખથી વધુ દિવ્યાંગ લાભાર્થીઓને યુનિક આઈડી આપવામાં આવ્યા છે. ઉપરાંત દિવ્યાંગ
શિષ્યવૃતિ, સાધન સહાય,પેન્શન સ્કીમ, દિવ્યાંગ
વ્યક્તિઓને લગ્ન સહાય,
તેમના
કુટુંબીજનોનો વીમો જેવી અનેક સહાયથી રાજ્ય સરકાર તેમની દરકાર લઈ રહી છે. રાજ્ય
સરકાર દિવ્યાંગ વ્યક્તિઓને સ્વરોજગારીથી ઉન્નત મસ્તકે જીવતા કરવા સ્ટાર્ટઅપ જેવી
યુવા સાહસિકતા યોજનામાં તેમની ક્ષમતા અનુસાર તેમને વ્યવસાય કરવા સહાય આપી રહી છે.
આ
પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ભગવાન મહાવીર વિકલાંગતા સહાયતા સમિતિ અને શ્રી સૌરાષ્ટ્ર
પટેલ કેળવણી મંડળને અભિનંદન પાઠવ્યા હતા.
આ
પ્રસંગે ભગવાન મહાવીર વિકલાંગતા સહાયતા સમિતિના સ્થાપક શ્રી ડી.આર. મહેતાએ
સંસ્થાની કામગીરી વિશે ચિતાર રજુ કર્યો હતો.
સૌરાષ્ટ્ર
પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ કાકડીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં સંસ્થાની
પ્રવૃતિઓ વિશેની માહીતી આપી હતી.