મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા જ શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે તાકિદની ઉચ્ચસ્તરિય બેઠક યોજી
મુખ્યમંત્રી
કાર્યાલયમાં વિધિવત પદભાર સંભાળતા
નવનિયુકત
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રી તરીકેની
કામગીરીનો પ્રારંભ કરતા પૂર્વે સિમંધર સ્વામી દાદા ભગવાનનું
સ્તુતિ મંત્ર વંદના
ગાન-પઠન દાદા ભગવાન પરિવાર અનુયાયીઓ સાથે શ્રદ્ધાપૂર્વક કર્યુ
મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા જ શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે
તાકિદની
ઉચ્ચસ્તરિય બેઠક યોજી સૌરાષ્ટ્રના ભારે વરસાદે સર્જેલી સ્થિતીની
સર્વગ્રાહી સમીક્ષા કરી
......
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે ગુજરાત માટે એન.ડી.આર.એફ.ની
વધારાની ટિમ મોકલવા મુખ્યમંત્રીશ્રી સાથે પરામર્શ કર્યો
......
રાજકોટ માટે-૩, જામનગર માટે-ર એન.ડી.આર.એફ.ની ટિમ
ભટિંડાથી આવશે
......
બચાવ-રાહત કામગીરીને પ્રાયોરિટી આપવા
અને પાણીમાં ફસાયેલા લોકોને ત્વરિત સલામત સ્થળે ખસેડવા જિલ્લા તંત્રવાહકોને સૂચના
આપતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રીશ્રી
ભુપેન્દ્રભાઈ
પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદસૌ પ્રથમ દિવસે જ એક ઉચ્ચસ્તરીય
બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર અને રાજકોટ જિલ્લા તેમજ શહેરમાં ભારે
વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જામનગરના કલેકટર સાથે ટેલિફોન
પર વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી
તેમજ પાણીમાં ફસાયેલા લોકોને એન.ડી.આર.એફ.ની મદદથી સ્થળાંતર કરવાની સ્પષ્ટ
સૂચનાઓ આપી હતી તેમણે ખાસ કરીને બચાવ રાહત કામગીરીને
પ્રયોરિટી આપવા સૂચનાઓ આપી હતી.
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે એન.ડી.આર.એફ.ની ૩ ટીમ રાજકોટ માટે અને ૨ ટીમ જામનગર માટે ભાટિંડાથી મંગાવવાની વ્યવસ્થા
કરવા તંત્રવાહકોને તાકિદ કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે પણ
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી સાથે વાતચીત કરીને ગુજરાતમાં એન.ડી.આર.એફ.ની વધારાની ટિમ જરૂર જણાયે મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી-૨ ડેમની જળાશયની
સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સત્વરે ખસેડવા
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને તાકીદ કરી હતી.
રાજકોટમાં ૧૧૫૫ લોકો જે આજીના નીચાણવાળા વિસ્તારમાં
રહે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો તેમણે મેળવી હતી.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા, જોગવડ, વોડીસંગ, ધુડેશીયા, કોંજા, અલીયાબાડા વગેરે ગ્રામવિસ્તારોમાં હાલ
રેસ્ક્યુની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેને પરીણામે આલિયા બેડા ગામે ૨૫ લોકો, બાંગા ગામમાંથી ૮ લોકો, દુધરેજીયા ગામમાંથી ૮ લોકો, કુંનડ ગામમાંથી ૨ લોકો,
દુધાળા કૃષ્ણપુર ગામમાંથી ૩ લોકોને તથા
કાલાવડ નગરમાંથી ૨૦ લોકોને એન.ડી.આર.એફ., એર ફોર્સ, ફાયરની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી
બચાવાયા છે.
હાલ જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે કેટલાક ડેમ ઓવરફ્લો થયા છે.
જેમાં ઉમિયા સાગર, આજી, વીજરખી, ઉંડ, વાગડિયા વગેરે ડેમ ઓવરફ્લો થતાંનદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે તેમજ
નદી કાંઠાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હાલ નદીના પાણી આવી ગયા છે,
તેમ
જામનગર જિલ્લા કલેકટરે આ બેઠક દરમ્યાન જણાવ્યું હતું.
મુખ્ય
સચિવ શ્રી પંકજ કુમાર,મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન,અધિક
મુખ્ય સચિવ શ્રી એ. કે.રાકેશ તેમજ
મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, રાહત
કમિશનર આદ્રા અગ્રવાલ તેમજ મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી શ્રી ડી. એચ. શાહ આ બેઠકમાં
જોડાયા હતા.
ગુજરાતના નવનિયુકત મુખ્યમંત્રી શ્રી
ભુપેન્દ્રભાઇ પટેલે સોમવારે મુખ્યમંત્રી તરીકેના શપથગ્રહણ કર્યા બાદ વિધિવત પદભાર
સંભાળ્યો હતો.
શ્રી
ભુપેન્દ્રભાઇ પટેલ રાજભવનથી સીધા જ સ્વર્ણિમ સંકુલ-૧ માં મુખ્યમંત્રી કાર્યાલય
પહોચ્યા હતા.
તેમણે
મુખ્યમંત્રી ચેમ્બરમાં પોતાની ખુરશીમાં બેસીને વિધિવત કાર્યભાર સંભાળતાપૂર્વે
શ્રદ્ધાપૂર્વક દાદા ભગવાન-સીમંધર સ્વામીની મૂર્તિને પૂષ્પ અર્પણ કરી નમન કર્યા હતા.
આ
અવસરે ઉપસ્થિત રહેલા દાદા ભગવાન પરિવારના અનુયાયી સ્વજનો સાથે મુખ્યમંત્રી શ્રી
ભુપેન્દ્રભાઇ પટેલે પોતે પણ સ્તુતિ મંત્ર ગાન શ્રદ્ધાપૂર્વક કર્યુ હતું અને દાદા
ભગવાનના શ્રીચરણોમાં નમન કરી મુખ્યમંત્રી તરીકેનો વિધિવત પદભાર સંભાળ્યો હતો.
નવનિયુકત
મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છાઓ આપવા આવેલા સૌ શુભેચ્છકો, ધારાસભ્યો, મિડીયા કર્મીઓ, વરિષ્ઠ અધિકારીઓને
તેઓ સ્નેહપૂર્વક મળ્યા હતા.
મુખ્યમંત્રી
કાર્યાલય પરિવારના અધિકારીઓ-કર્મયોગીઓએ પણ શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને મળીને તેમના
નેતૃત્વ, દિશાદર્શનમાં
રાજ્યની વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવવામાં યોગદાન આપવાની નેમ વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદસૌ પ્રથમ દિવસે જ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર અને રાજકોટ જિલ્લા તેમજ શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જામનગરના કલેકટર સાથે ટેલિફોન પર વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોને એન.ડી.આર.એફ.ની મદદથી સ્થળાંતર કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી તેમણે ખાસ કરીને બચાવ રાહત કામગીરીને પ્રયોરિટી આપવા સૂચનાઓ આપી હતી.
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે એન.ડી.આર.એફ.ની ૩ ટીમ રાજકોટ માટે અને ૨ ટીમ જામનગર માટે ભાટિંડાથી મંગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકોને તાકિદ કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે પણ આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી સાથે વાતચીત કરીને ગુજરાતમાં એન.ડી.આર.એફ.ની વધારાની ટિમ જરૂર જણાયે મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી-૨ ડેમની જળાશયની
સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સત્વરે ખસેડવા
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને તાકીદ કરી હતી.
રાજકોટમાં ૧૧૫૫ લોકો જે આજીના નીચાણવાળા વિસ્તારમાં રહે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો તેમણે મેળવી હતી.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા, જોગવડ, વોડીસંગ, ધુડેશીયા, કોંજા, અલીયાબાડા વગેરે ગ્રામવિસ્તારોમાં હાલ રેસ્ક્યુની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેને પરીણામે આલિયા બેડા ગામે ૨૫ લોકો, બાંગા ગામમાંથી ૮ લોકો, દુધરેજીયા ગામમાંથી ૮ લોકો, કુંનડ ગામમાંથી ૨ લોકો, દુધાળા કૃષ્ણપુર ગામમાંથી ૩ લોકોને તથા કાલાવડ નગરમાંથી ૨૦ લોકોને એન.ડી.આર.એફ., એર ફોર્સ, ફાયરની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી બચાવાયા છે.
હાલ જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે કેટલાક ડેમ ઓવરફ્લો થયા છે. જેમાં ઉમિયા સાગર, આજી, વીજરખી, ઉંડ, વાગડિયા વગેરે ડેમ ઓવરફ્લો થતાંનદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે તેમજ નદી કાંઠાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હાલ નદીના પાણી આવી ગયા છે, તેમ જામનગર જિલ્લા કલેકટરે આ બેઠક દરમ્યાન જણાવ્યું હતું.
મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર,મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન,અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે.રાકેશ તેમજ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, રાહત કમિશનર આદ્રા અગ્રવાલ તેમજ મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી શ્રી ડી. એચ. શાહ આ બેઠકમાં જોડાયા હતા.
ગુજરાતના નવનિયુકત મુખ્યમંત્રી શ્રી
ભુપેન્દ્રભાઇ પટેલે સોમવારે મુખ્યમંત્રી તરીકેના શપથગ્રહણ કર્યા બાદ વિધિવત પદભાર
સંભાળ્યો હતો.
શ્રી
ભુપેન્દ્રભાઇ પટેલ રાજભવનથી સીધા જ સ્વર્ણિમ સંકુલ-૧ માં મુખ્યમંત્રી કાર્યાલય
પહોચ્યા હતા.
તેમણે
મુખ્યમંત્રી ચેમ્બરમાં પોતાની ખુરશીમાં બેસીને વિધિવત કાર્યભાર સંભાળતાપૂર્વે
શ્રદ્ધાપૂર્વક દાદા ભગવાન-સીમંધર સ્વામીની મૂર્તિને પૂષ્પ અર્પણ કરી નમન કર્યા હતા.
આ
અવસરે ઉપસ્થિત રહેલા દાદા ભગવાન પરિવારના અનુયાયી સ્વજનો સાથે મુખ્યમંત્રી શ્રી
ભુપેન્દ્રભાઇ પટેલે પોતે પણ સ્તુતિ મંત્ર ગાન શ્રદ્ધાપૂર્વક કર્યુ હતું અને દાદા
ભગવાનના શ્રીચરણોમાં નમન કરી મુખ્યમંત્રી તરીકેનો વિધિવત પદભાર સંભાળ્યો હતો.
નવનિયુકત
મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છાઓ આપવા આવેલા સૌ શુભેચ્છકો, ધારાસભ્યો, મિડીયા કર્મીઓ, વરિષ્ઠ અધિકારીઓને
તેઓ સ્નેહપૂર્વક મળ્યા હતા.
મુખ્યમંત્રી
કાર્યાલય પરિવારના અધિકારીઓ-કર્મયોગીઓએ પણ શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને મળીને તેમના
નેતૃત્વ, દિશાદર્શનમાં
રાજ્યની વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવવામાં યોગદાન આપવાની નેમ વ્યકત કરી હતી.