કોવિડ-૧૯ રસીકરણમાં ગુજરાત રાજ્યનું પર્ફોમન્સ સમગ્ર દેશમાં શ્રેષ્ઠ
રસીકરણમાં ગુજરાત રાજ્યનું પર્ફોમન્સ સમગ્ર દેશમાં શ્રેષ્ઠ
કોવિડ-૧૯ રસીકરણમાં ગુજરાત રાજ્યનું પર્ફોમન્સ સમગ્ર દેશમાં શ્રેષ્ઠ રહ્યુ છે
……………………
આવતી કાલ તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઇવનુ આયોજન: આરોગ્ય અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ
શ્રી અગ્રવાલે કહ્યુ કે,તા.૧૭મી
સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ રાજ્યમાં
કોવિડ-૧૯ રસીકરણની જે મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ છે તેને સફળ બનાવવા તમામ
જિલ્લા કલેક્ટરશ્રી અને મ્યુનિસીપલ કમિશ્નરશ્રી સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી
મેગા ડ્રાઇવ અંગે તૈયારીની સમીક્ષા કરી દેવામાં આવી છે.આ મેગા ડ્રાઇવમાં સમગ્ર
રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજાડોઝ માટે ડ્યુ લાભાર્થીને રસીકરણ
સેવા આપવામાં આવનાર છે.
રાજ્યમાં કોવિડ-૧૯ રસીકરણ અંતર્ગત થયેલી
પ્રશંસનીય કામગીરીની વિગતો આપતા શ્રી અગ્રવાલે ઉમેર્યુ કે,
સમગ્ર દેશમાં અને રાજ્યમાં તા. ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના
રોજ કોવિડ-૧૯ રસીકરણકામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન
વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. ૧૫ સપ્ટેમ્બર સુધી
રાજ્યમાં કુલ ૫.૩૩ કરોડ રસીના ડોઝ આપી દેવામાંઆવ્યા છે.રાજ્યમાં પ્રતિ દસ લાખ
વસ્તીએ ૮,૩૪,૭૮૭
રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે
છે.રાજ્યમાં કુલ ૫,૯૦૬ ગામડાઓ,
૧૦૪
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૪
શહેરી આરોગ્યકેન્દ્ર તથા ૧૭ તાલુકાઓમાં તમામ ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો
પ્રથમડોઝ આપી ૧૦૦ ટકારસીકરણ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં કોવિડ-૧૯ રસીના સ્ટોરેજ ૬
ઝોન કક્ષાના વેકસીન સ્ટોર, ૪૧જિલ્લા
કોર્પોરેશન કક્ષાના સ્ટોર તથા રર૩૬ કોલ્ડ ચેઇન પોઇન્ટ હાલની પરિસ્થિતિએઉપલબ્ધ છે.
કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે રાજ્યમાં ૧૨,૦૦૦થી
વધુ તાલીમબધ્ધ વેક્સીનેટર ઉપલબ્ધ હોવાનુ તેમણે ઉમેર્યુ હતુ.
શ્રી અગ્રવાલે વધુમા ઉમેર્યુ કે,
આવતી કાલ તા.૧૭ સપ્ટેમ્બરથી શ્રમિક-કામદાર પરિવારોની આરોગ્ય સુરક્ષા માટે એક વિશેષ
પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે. જેમાં રાજ્યના શ્રમિક-કામદાર તથા ગરીબ
વર્ગને આરોગ્ય રક્ષણ પુરુ પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય
સુવિધા ઉભી કરવા નિષ્ણાંત તબીબી ટીમ સાથે રાજ્યભરમાં ૧૦૦થી વધુદિનદયાલ ઔષધાલય
સેન્ટરઉભા કરવામાં આવશે. તેમા પુરતી દવાઓનો જથ્થો પણ ઉપ્લબ્ધ કરાવી વિના મુલ્યે
નિદાન-સારવાર કરાવાશે.