Header Ads

  • Breaking News

    સાબરકાંઠા જિલ્લામાં ૧.૧૦ લાખ લોકોને મેગા રસીકરણ કાર્યક્ર્મ આરોગ્ય કર્મીઓ દ્વારા હાથ ધરાશે

     પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને જનસુખાકારી ના વિવિધ કાર્યક્રમો યોજાશે


    ************


    સાબરકાંઠા જિલ્લામાં ૧.૧૦ લાખ લોકોને મેગા રસીકરણ કાર્યક્ર્મ આરોગ્ય કર્મીઓ દ્વારા હાથ ધરાશે


    *************


    ૧૦૦ દિવસ સુધી નરેગા રોજગારી અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ વિવિધ રોજગારલક્ષી કામગીરી  કરવામાં આવશે


    ************


          સાબરકાંઠા જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે "ગરીબોની બેલી સરકાર" કાર્યક્ર્મ વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરી વિવિધ યોજનાઓનો લાભ લોકોને આપવામાં આવશે. જિલ્લાકક્ષાનો ખાસ કાર્યક્ર્મ ડો. નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે સવારે ૧૧:૦૦ થી ૧૨:૩૦ કલાકે યોજાશે. તેમાં જિલ્લા વહિવટીતંત્ર અને પદાધીકારીઓ મહાનુભાવો ઉપસ્થિત રહી લાભાર્થીઓને લાભ આપશે.  તેમજ અન્ય કાર્યક્ર્મો તાલુકાકક્ષાએ યોજાશે.   


           સાબરકાંઠા જિલ્લામાં ૧.૧૦ લાખ લોકોના મેગા રસીકરણ કાર્યક્ર્મ આરોગ્ય કર્મીઓ દ્વારા હાથ ધરાશે.


        તમામ વયજૂથના લોકોને આ રસીકરણ અભિયાનમાં ભાગ લઇ વેક્સિનેશન કરી કોરોના મુક્ત બનાવવા આવશે. આ માટે જિલ્લામાં ૨૯૫ જેટલા રસીકરણ કેંદ્ર તેમજ ૨૯ મોબાઇલ વાન દ્રારા ઘરે ઘરે જઈ રસીકરણ અભિયાનને સફળ બનાવવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની જિલ્લાની જનતાને રસીકરણ જાહેર અપીલ કરાઇ છે


          સો દિવસની રોજગારી કેમ્પિંગ દરમિયાન  નરેગા યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ખાસ કામગીરી કરી વ્યક્તિગત શૌચાલય  સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ૧૫૭૭ સૌચાલયનું બાંધકામ રૂ. ૧૮૯.૨૪ લાખના ખર્ચે થશે જ્યારે ૩૫૫૦ વ્યક્તિગત શૌચાલય સમારકામ રૂ. ૭૧ લાખના ખર્ચે થશે.


           આ પ્રસંગે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ૨૬૦૦ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. બાળ સહાય યોજનાના લાભાર્થીઓને સહાયની રકમ સીધી તેમના બેંક ખાતામાં આપવામાં આવશે. જે બાળકોએ કોવિડમાં માતાપિતા ગુમાવ્યા છે. તેમને બાળ સખા યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં  સ્વૈછિક સંસ્થાઓ દ્રારા વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે ગ્રામ્ય વિસ્તારોમાં,તાલુકાકક્ષાએ તેમજ જિલ્લાની છ નગરપાલિકા વિસ્તારોમાં વિવિધ કાર્યક્ર્મો યોજાશે. જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયા દ્રારા જિલ્લાની જનતાને આ યોજનાઓનો લાભ લેવા અપિલ કરાઇ છે. 


    પતંજલી યોગ સ્પર્ધા



            વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન અત્રેની જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા જિલ્લાકક્ષા પતંજલી યોગ સ્પર્ધા નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ૧૯ વર્ષથી નીચેની વયગૃપ ધરાવતા ભાગ લેવા ઇચ્છુક ભાઇઓ બહેનોએ અત્રેની કચેરીમાં તા.૨૫/૦૯/૨૦૨૧ સુધી પોતાના નામ, સરનામું, જન્મ તારીખના આધાર પુરાવા સાથેની અરજી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબજેલ રોડ, હિંમતનગર ખાતે મોકલી આપવા જિલ્લા રમતગમત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.  

    વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલિમ શિબિરમાં ભાગ લેવા બાબત

            પ્રતિ વર્ષની જેમ આ વર્ષે અનુચુચિત જન જાતી અને અનુસુચિત જાતીના ૧૫ થી ૩૫ વયના યુવક/યુવતીઓ માટે તાલુકાકક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું તા. ૦૪ થી ૦૭ ઓક્ટોબર ૨૦૨૧ના દિવસો દરમિયાન આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ શિબિરમાં જેમની અરજીઓ આવશે તેમની પસંદગી સમિતિ દ્વારા પસંદગી કરી આ શિબિરમાં જોડવા માટેનો લેટર આપવામાં આવશે. જેથી આપની શાળા/કોલેજના યુવક યુવતીઓને આ તાલીમ શિબિરથી વાકેફ કરી આ સાથેના અરજી ફોર્મમાં વિગતવાર અરજી કરાવી તા.૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સર્વોદય સર્જીકલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ, હિંમતનગર સાબરકાંઠા ખાતે અરજી મળે તે રીતના મોકલી આપવા રમત ગમત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

    ૦૦૦૦૦૦૦૦૦

     

    મહિલા રોકડ પુરસ્કાર ૨૦૨૧-૨૨ ની અરજીઓ મોકલવા અંગે

         સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય/ ખેલ મહાકુંભ સ્પર્ધાઓ અં. ૧૪,૧૭,૧૯ અને સ્કૂલ ગેઇમ્સ  ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓમાં એસ.એ.જી દ્વારા રાજ્ય નું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ)  મહિલા ખેલાડીઓને કોઈપણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે મહિલા રોકડ પુરસ્કાર યોજના માટેનું ફોર્મ ભરી તા. ૧૫/ ૧૦/ ૨૦૨૧ સુધીમાં સંબંધિત જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી ને મળી રહે તેવી રીતે અરજીઓ મોકલવાની રહેશે. વર્ષ ૨૦૨૧૯-૨૦,૨૦૨૦-૨૧માં મહિલા રોકડ પુરસ્કાર યોજનાથી વંચિત રહી ગયેલા ખેલાડીઓ અરજી કરી શકશે.

    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.