Header Ads

  • Breaking News

    શિક્ષણ ક્ષેત્રે ગુજરાત નવા શિખરો હાંસિલ કરશે

    ગુજરાત શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ અવિરત વિકાસ કરતુ રહેશે

    ગુજરાત શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ અવિરત વિકાસ કરતુ  

    ગાંધીનગર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કુલની
    મુલાકાત લેતા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી

    ...................

    શિક્ષણ ક્ષેત્રે ગુજરાત નવા શિખરો હાંસિલ  કરશે :- શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોર

    ...................

        શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ આજે ગાંધીનગર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કુલની મુલાકાત વેળાએ જણાવ્યુ હતું કે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ અવિરત વિકાસ કરતુ રહેશે. તેમણે સેન્ટરની વિવિધ કામગીરી વિશે જાણકારી મેળવી હતી અને સમગ્ર ભવનનું આધુનિક તકનીકીકરણ નિહાળ્યું હતું.

     

         શિક્ષણ વિભાગના સચિવ શ્રી ડૉ. વિનોદ રાવે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરને છેલ્લા ૩ વર્ષમાં થયેલ શિક્ષણ વિભાગના નૂતન પ્રકલ્પો અંગે વિસ્તૃત સમજ પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. તદુપરાંત આ પ્રકલ્પોથી મળેલ સિદ્ધિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

     

         શિક્ષણ મંત્રી શ્રી વાઘાણીએ ગુણોત્સવ, પ્રવેશોત્સવ, સ્કુલ એક્રેડીટેશન, ઓનલાઈન એટેન્ડન્સ, સ્કુલ રેડીનેસ, નિદાન કસોટી, શિક્ષક સજજતા સર્વેક્ષણ વગેરે વિષયે ઊંડાણપૂર્વક વિગતો મેળવી હતી અને આ વિષયો પર શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કર્યો હતો. રાજ્યના CRC, BRC અને શાળાઓના પ્રિન્સીપાલ તેમજ શિક્ષકો સાથે કેવી રીતે વિડીયો કોલ થાય છે ? અને કેવી રીતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા તેઓને ડેટા મોકલવામાં આવે છે તે અંગે પણ માહિતી મેળવી હતી.

           શ્રી વાઘાણીએ રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા વિમર્શ કર્યો હતો.

    આ તકે ઉપસ્થિત ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત નવા શિખરો હાંસિલ  કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

    આ પ્રસંગે શિક્ષણ વિભાગના નાયબ સચિવશ્રી, ઉપસચિવશ્રી, નિયામકશ્રીઓ તથા ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


    કેબિનેટ મંત્રી શ્રી પ્રદિપભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને

    સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે રિવ્યૂ બેઠક યોજાઇ

    .................

    અધિક મુખ્ય સચિવશ્રીએ મંત્રીશ્રીઓને વિભાગની કામગીરી અને આયોજન અંગે માહિતગાર કર્યા

    .................

    રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મનીષાબેન વકીલ તેમજ મંત્રી

    શ્રી આર.સી.મકવાણાએ પણ હાજર રહી જરૂરી સૂચનો કર્યા

    .................

    અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી વિભાગને લાગતી દરેક યોજનાઓનો લાભ તમામ

    જરૂરિયાતમંદોને સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા મંત્રીશ્રીએ જરૂરી સૂચનો કર્યા

    .................

    સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં આજે પદગ્રહણ કર્યાના પ્રથમ દિવસે જ સ્વર્ણિમ સંકુલ -૧ ખાતે તાપી હોલમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે રિવ્યૂ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મનીષાબેન વકીલ તેમજ મંત્રી શ્રી આર.સી.મકવાણાએ પણ હાજર રહી જરૂરી સૂચનો કર્યા હતા.

     

    સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સંલગ્ન કચેરીઓના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે રિવ્યૂ બેઠક યોજીને મંત્રીશ્રીએ વિભાગને લગતી દરેક યોજનાઓનો લાભ તમામ જરૂરિયાતમંદોને સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનો કર્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમર એ વિભાગની કામગીરી, યોજનાઓ તથા તેનો વ્યાપ અને આગામી આયોજનો અંગે મંત્રીશ્રીઓને વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા. જેને બારીકાઈથી સાંભળીને લાભાર્થીઓને વધુ ઉપયોગી થઈ શકાય તે માટેના જરૂરી સૂચનો આપ્યા હતા.

    આ બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત સચિવશ્રી, નાયબ સચિવશ્રી તથા અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ તથા સમાજ સુરક્ષા ખાતાના નિયામકશ્રીઓ ઉપરાંત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ આવતા નિગમના મેનેજિંગ ડિરેક્ટરશ્રીઓ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.