કોરોના જેવી ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને ૧૮ વર્ષની વય સુધી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ અપાશે .
કોરોનાકાળમાં કોરોના જેવી ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા
નિરાધાર બાળકોને ૧૮ વર્ષની વય સુધી
મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ અપાશે જ
:- સામાજિક ન્યાય અને અધિકારીતા
મંત્રીશ્રી
.................
વડાપ્રધાનશ્રીના જન્મ દિવસ આગામી તા.૧૭મી સપ્ટેમ્બરે વધુ ૮ હજાર જેટલા નિરાધાર બાળકોને રાજકોટથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ડી.બી.ટી દ્વારા સહાય અપાશે
.................
માતા-પિતા બન્ને ગુમાવેલા ૧ હજાર બાળકોને માસિક રૂ. ૪૦૦૦ની સહાયનો લાભ અપાયો
માતા કે પિતા બંન્નેમાંથી કોઇપણ એકનું
મૃત્યુ થયેલું હોય તેવા ૪૦૦૦ જેટલા બાળકોને માસિક રૂ. ર૦૦૦ની સહાયનો લાભ રાજ્ય
સરકારે આપ્યો
.................
યોજનાનો લાભ મેળવવા માટેની કટ ઓફ ડેઇટ કોરોનાના કેસોનું પ્રમાણ નહિવત થતા તા.૩૦ જૂન-ર૦ર૧ કરવામાં આવી અરજી કરવાની તા. ૩૧ ઓગસ્ટ-૨૦૨૧ સુધીની રાખવામાં આવી હતી
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી
ઇશ્વરભાઇ પરમારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોરોના કાળ દરમિયાન ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને
મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ બાળકની વય ૧૮ વર્ષની થતા સુધી આપવાનું યથાવત જ
રહેશે.
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ
રૂપાણીએ આવા નિરાધાર બાળકોના ભાવિને સુરક્ષિત રાખવાની સંવેદના સાથે જુલાઇ-ર૦ર૧માં
શરૂ કરેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે કોરોના કાળ દરમ્યાન કોરોના જેવી
ગંભીર બિમારીથી માતા-પિતા બંન્નેનું મૃત્યુ થવાથી નિરાધાર બનેલા ૧૦૦૦ ઉપરાંત
બાળકોને માસિક રૂ. ૪ હજારની સહાય ચુકવવામાં આવેલી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ યોજના અંગે
વધુ એક સંવેદનાપૂર્ણ અભિગમ દર્શાવતાં તા.ર૮ મી જૂલાઇએ એવો નિર્ણય પણ કર્યો છે કે, આવી બિમારીથી જો કોઇ
બાળકના માતા કે પિતા બેમાંથી કોઇ એકનું
મૃત્યુ થયું હોય તો તેવા બાળકને પણ માસિક રૂ. ર હજારની સહાય રાજ્ય સરકાર આપશે.
આવા આશરે ૪
હજાર બાળકોને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ બાળક દીઠ રૂ. ર હજારની સહાય ગત
તા.ર ઓગસ્ટે રાજકોટ ખાતેથી ડી.બી.ટી દ્વારા એટ વન કલીક સીધી જ બેંક એકાઉન્ટમાં
સંપુર્ણ પારદર્શીતાથી ચૂકવી પણ આપી છે તેમ પણ શ્રી ઇશ્વરભાઇ પરમારે ઉમેર્યુ હતું.
આવી સહાય પણ બાળકની વય ૧૮ વર્ષની થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.
સામાજિક
ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના કેસોમાં તા.૧પ મી
જૂન પછી ઉત્તરોત્તર ઘટાડો થતા અને તા.૩૦મી જૂન સુધીમાં કોરોના કેસ અને મૃત્યુ દર
નહિવત થઇ જવાથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભ માટેની કટ ઓફ ડેઇટ
તા.૩૦ જૂન-ર૦ર૧ નક્કી કરી હતી અને યોજનાનો લાભ મેળવવા માટે તા.૩૧મી ઓગસ્ટ-ર૦ર૧
સુધીમાં અરજી કરી શકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
તેમણે એમ
પણ જણાવ્યું કે આવી આવેલી અરજીઓ પૈકી પાત્રતા ધરાવતા બાળકોના કિસ્સામાં બાળકના
માતા-પિતાનું મૃત્યુ કોરોના અથવા કોરોના દરમિયાન કોઇ ગંભીર બિમારીને કારણે થયું
હોય તેવા વધુ ૮ હજાર જેટલા બાળકોને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ
આગામી ૧૭ સપ્ટેમ્બરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજકોટ ખાતેથી આવા
બાળકોના બેંક એકાઉન્ટમાં ડી.બી.ટી.થી સહાય ચૂકવવામાં આવશે અને બાળકની વય ૧૮ વર્ષની
તથા સુધી માસિક સહાય નિયમિતપણે અપાશે.
સામાજિક
ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ યોજના રાજ્ય સરકાર
દ્વારા યથાવત રાખવામાં આવી છે.