Header Ads

  • Breaking News

    આઝાદીના અમૃત મહોત્સવમાં યુવા શક્તિને જોડવા રાજ્યપાલશ્રીનો અનુરોધ

     રાજભવન ખાતે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં
    યુનિવર્સિટી-કૉલેજ કક્ષાએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે
    વિચાર-વિમર્શ કરતા રાજ્યપાલશ્રી

    .........

      ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે સ્વતંત્રતાના 75 વર્ષ સંદર્ભે આઝાદીનાં અમૃત મહોસ્તવમાં રાજ્યની યુવા શક્તિને જોડાવા યુનિવર્સિટી અને કૉલેજ કક્ષાએ વિશેષ આયોજન થાય તેવો અનુરોધ કર્યો છે.


                
                રાજભવન ખાતે રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયેલી પરામર્શ બેઠકમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં યુવાશક્તિને પ્રેરિત કરવી જોઈએ. 


         આ પ્રસંગે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આઝાદીના અમૃત મહોત્સવમાં વિવિધ રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા યુનિવર્સિટી-કૉલેજના યુવા વિદ્યાર્થીઓને જોડવા માટેના વિશેષ આયોજનની ચર્ચા કરી હતી. આ બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી એસ. જે. હૈદર, રાજ્યપાલશ્રીના અગ્રસચિવ શ્રી મનીષ ભારદ્વાજ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.




    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.