રોજગારવાંચ્છુ યુવાઓ સેતુરૂપ કામગીરી માટે કાર્યરત' અનુબંધમ ' પોર્ટલ અને મોબાઈલ એપ
નોકરીદાતા અને રોજગારવાંચ્છુ યુવાઓ વચ્ચે સેતુરૂપ કામગીરી માટે કાર્યરત' અનુબંધમ ' પોર્ટલ અને મોબાઈલ એપ................યુવાનતથાનોકરીદાતાઓએhttps://anubandham.gujarat.gov.inપોર્ટલ પર નોંધણી કરાવી એકબીજા સાથે જોડાઇ શકેછે ..................
રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળની રોજગાર અને તાલીમ નિયામકની કચેરી દ્વારા રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તથા નોકરીદાતાઓને કુશળ માનવબળ પૂરું પાડી શકાય તે માટે ' અનુબંધમ ' વેબપોર્ટલ તથા મોબાઇલ એપ કાર્યરત છે.
આ પોર્ટલ નોકરીદાતા અને રોજગાર વાંચ્છું યુવાઓ વચ્ચે સેતુરૂપ કામગીરી કરે છે.આ માટે યુવાનો તથા નોકરીદાતાઓએ https://anubandham.gujarat.gov.in પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. નોકરીદાતાઓ, કંપનીઓ અને એકમો આ અનુબંધમ પોર્ટલ પર ખાલી જગ્યાઓની નોંધણી કરાવી પાત્રતા ધરાવતા યુવાનો શોધી અને ઓનલાઇન-ઓફલાઇન ઇન્ટરવ્યૂ થકી યુવાનોની પસંદગી કરી શકે છે. રોજગારવાંચ્છું યુવાનો આ પોર્ટલ પર નોંધણી કરી પોતાની લાયકાત અનુસાર ખાલી જગ્યા સામે ઉમેદવારી નોંધાવી શકે છે. યુવાનો તથા નોકરીદાતાઓની સરળ અને ઝડપી નોંધણી, લાયકાત અનુસાર રોજગારીની તકોનું મેચિંગ, પોર્ટલ પરની મુખ્ય પ્રવૃત્તિઓના હાઈલાઈટ માટે ડેશબોર્ડ, કામના પ્રકાર મુજબ ઉમેદવારોને ઓટોમેટેડ મેચમેકિંગ તથા ઇન્ટરવ્યૂ શેડ્યૂલ મેનેજમેન્ટ જેવી વિશેષતાઓ આ પોર્ટલ ધરાવે છે. નોંધણી કરાવનારા ઉમેદવારોમાંથી નોકરીદાતા દ્વારા પસંદગી પામેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટેની રિકવેસ્ટ મોકલવામાં આવે છે. ઉમેદવાર દ્વારા આ રિકવેસ્ટ સ્વીકારાતા ઇન્ટરવ્યૂ અંગેના સમયની જાણ કરવામાં આવે છે અને ઉમેદવારની ઇન્ટરવ્યૂમાં પસંદગી થતા નોકરીદાતા દ્વારા નોકરી સ્વીકારવા અંગેની ઓફર પણ આપવામાં આવે છે. જેનો સ્વીકાર કરનારા ઉમેદવારને ઓનલાઇન એકનોલેજ પત્ર મોકલવામાંઆવે છે. આ અનુબંધમ પોર્ટલ અને મોબાઈલ એપ યુવાઓને રોજગારી મેળવવામાં તથા નોકરીદાતાઓ અને જરૂરી માનવબળ પૂરું પાડવામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. આથી રાજ્યના રોજગારવાંચ્છુઓ અને નોકરીદાતાઓને આ પોર્ટલ પર નોંધણી કરાવવા રોજગાર અને તાલીમ નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ પોર્ટલ નોકરીદાતા અને રોજગાર વાંચ્છું યુવાઓ વચ્ચે સેતુરૂપ કામગીરી કરે છે.આ માટે યુવાનો તથા નોકરીદાતાઓએ https://anubandham.gujarat.gov.in પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. ....................................................................................................................................................
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાષ્ટ્રીય-રાજ્યકક્ષાએ
રમતગમતમાં વિજેતા મહિલાઓને ‘‘રોકડ પુરસ્કાર યોજના’’અંતર્ગત સન્માનિત કરાશે
તા.૧૫ ઓક્ટોબર સુધીમાં આવેદનપત્રો મોકલી શકાશે વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧માં આ યોજનાથી વંચિત રહેલાં મહિલા ખેલાડીઓ પણ અરજી કરી શકશે..................... સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં વિવિધ રમતોની રાજયકક્ષાની શાળાકીય/ખેલ મહાકુંભ સ્પર્ધાઓ અંડર-૧૪,૧૭,૧૯અને સ્કૂલ ગેઇમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજયનું પ્રતિનિધિત્વ કરનારી મહિલા ખેલાડીઓ પાસેથી ‘‘રોકડ પુરસ્કાર યોજના’’અંતર્ગત પુરસ્કૃત કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટેસબંધિત મહિલા ખેલાડીએપોતાના નામ, ઉંમર,વયજૂથ, જાતિ, જે જિલ્લામાંથી ભાગ લીધો હોય તે, રાષ્ટ્રીય કે રાજ્યકક્ષાએ કયા ક્રમે વિજેતા થયાં છે, પોતાના બેન્ક એકાઉન્ટ નંબર તથા બાંહેધરી પત્રક સાથેની વિગતો દર્શાવતું નિયત નમૂનાનું ફોર્મ ભરીને તા.૧૫ ઓકટોબર,૨૦૨૧ સુધીમાં સંબંધિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીને મળી રહે તેવી રીતે અરજી મોકલવાની રહેશે.પુરસ્કાર માટે ઇચ્છુક મહિલા ખેલાડી કોઈપણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે,વર્ષ-૨૦૧૯-૨૦, વર્ષ ૨૦૨૦-૨૧માં ‘‘મહિલા રોકડ પુરસ્કારયોજના’’થી વંચિત રહી ગયેલાંમહિલાખેલાડીઓ પણઅરજી કરી શકશે તેમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના મુખ્ય કોચની યાદીમાં જણાવ્યું છે.
યુવાનતથાનોકરીદાતાઓએ
https://anubandham.gujarat.gov.in
પોર્ટલ પર નોંધણી કરાવી એકબીજા સાથે જોડાઇ શકેછે
..................
રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળની રોજગાર અને તાલીમ નિયામકની કચેરી દ્વારા રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તથા નોકરીદાતાઓને કુશળ માનવબળ પૂરું પાડી શકાય તે માટે ' અનુબંધમ ' વેબપોર્ટલ તથા મોબાઇલ એપ કાર્યરત છે.
આ પોર્ટલ નોકરીદાતા અને રોજગાર વાંચ્છું યુવાઓ વચ્ચે સેતુરૂપ કામગીરી કરે છે.આ માટે યુવાનો તથા નોકરીદાતાઓએ https://anubandham.gujarat.gov.in પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.
નોકરીદાતાઓ, કંપનીઓ અને એકમો આ અનુબંધમ પોર્ટલ પર ખાલી જગ્યાઓની નોંધણી કરાવી પાત્રતા ધરાવતા યુવાનો શોધી અને ઓનલાઇન-ઓફલાઇન ઇન્ટરવ્યૂ થકી યુવાનોની પસંદગી કરી શકે છે. રોજગારવાંચ્છું યુવાનો આ પોર્ટલ પર નોંધણી કરી પોતાની લાયકાત અનુસાર ખાલી જગ્યા સામે ઉમેદવારી નોંધાવી શકે છે.
યુવાનો તથા નોકરીદાતાઓની સરળ અને ઝડપી નોંધણી, લાયકાત અનુસાર રોજગારીની તકોનું મેચિંગ, પોર્ટલ પરની મુખ્ય પ્રવૃત્તિઓના હાઈલાઈટ માટે ડેશબોર્ડ, કામના પ્રકાર મુજબ ઉમેદવારોને ઓટોમેટેડ મેચમેકિંગ તથા ઇન્ટરવ્યૂ શેડ્યૂલ મેનેજમેન્ટ જેવી વિશેષતાઓ આ પોર્ટલ ધરાવે છે.
નોંધણી કરાવનારા ઉમેદવારોમાંથી નોકરીદાતા દ્વારા પસંદગી પામેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટેની રિકવેસ્ટ મોકલવામાં આવે છે. ઉમેદવાર દ્વારા આ રિકવેસ્ટ સ્વીકારાતા ઇન્ટરવ્યૂ અંગેના સમયની જાણ કરવામાં આવે છે અને ઉમેદવારની ઇન્ટરવ્યૂમાં પસંદગી થતા નોકરીદાતા દ્વારા નોકરી સ્વીકારવા અંગેની ઓફર પણ આપવામાં આવે છે. જેનો સ્વીકાર કરનારા ઉમેદવારને ઓનલાઇન એકનોલેજ પત્ર મોકલવામાંઆવે છે.
આ અનુબંધમ પોર્ટલ અને મોબાઈલ એપ યુવાઓને રોજગારી મેળવવામાં તથા નોકરીદાતાઓ અને જરૂરી માનવબળ પૂરું પાડવામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. આથી રાજ્યના રોજગારવાંચ્છુઓ અને નોકરીદાતાઓને આ પોર્ટલ પર નોંધણી કરાવવા રોજગાર અને તાલીમ નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ પોર્ટલ નોકરીદાતા અને રોજગાર વાંચ્છું યુવાઓ વચ્ચે સેતુરૂપ કામગીરી કરે છે.આ માટે યુવાનો તથા નોકરીદાતાઓએ https://anubandham.gujarat.gov.in પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.
....................................................................................................................................................
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાષ્ટ્રીય-રાજ્યકક્ષાએ
રમતગમતમાં વિજેતા મહિલાઓને ‘‘રોકડ પુરસ્કાર યોજના’’અંતર્ગત સન્માનિત કરાશે
તા.૧૫ ઓક્ટોબર સુધીમાં આવેદનપત્રો મોકલી શકાશે
વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧માં આ યોજનાથી વંચિત રહેલાં મહિલા ખેલાડીઓ પણ અરજી કરી શકશે
.....................
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં વિવિધ રમતોની રાજયકક્ષાની શાળાકીય/ખેલ મહાકુંભ સ્પર્ધાઓ અંડર-૧૪,૧૭,૧૯અને સ્કૂલ ગેઇમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજયનું પ્રતિનિધિત્વ કરનારી મહિલા ખેલાડીઓ પાસેથી ‘‘રોકડ પુરસ્કાર યોજના’’અંતર્ગત પુરસ્કૃત કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
આ માટેસબંધિત મહિલા ખેલાડીએપોતાના નામ, ઉંમર,વયજૂથ, જાતિ, જે જિલ્લામાંથી ભાગ લીધો હોય તે, રાષ્ટ્રીય કે રાજ્યકક્ષાએ કયા ક્રમે વિજેતા થયાં છે, પોતાના બેન્ક એકાઉન્ટ નંબર તથા બાંહેધરી પત્રક સાથેની વિગતો દર્શાવતું નિયત નમૂનાનું ફોર્મ ભરીને તા.૧૫ ઓકટોબર,૨૦૨૧ સુધીમાં સંબંધિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીને મળી રહે તેવી રીતે અરજી મોકલવાની રહેશે.પુરસ્કાર માટે ઇચ્છુક મહિલા ખેલાડી કોઈપણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે અરજી કરી શકશે.
ઉલ્લેખનીય છે કે,વર્ષ-૨૦૧૯-૨૦, વર્ષ ૨૦૨૦-૨૧માં ‘‘મહિલા રોકડ પુરસ્કારયોજના’’થી વંચિત રહી ગયેલાંમહિલાખેલાડીઓ પણઅરજી કરી શકશે તેમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના મુખ્ય કોચની યાદીમાં જણાવ્યું છે.