Header Ads

  • Breaking News

    હિંમતનગર ખાતે મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

     ગરીબોની બેલી સરકારજિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા

    **************

    પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના ૨.૦ હેઠળ ૨૬૦૦ જેટલા લાભાર્થીઓને લાભ આપયો

    **************


    મંત્રીશ્રીએ હિંમતનગર મેડિકલ કોલેજની મુલાકાત લીધી

    **************

                સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા/નગરપાલિકા અને તાલુકાઓમાં ૪૦૦ થી વધુ સ્થળોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે ગરીબોની બેલી સરકારકાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.  સાબરકાંઠા જિલ્લામાં  હિંમતનગર ખાતે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાની  અધ્યક્ષતામાં ડૉ. નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 




           આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે,  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ માર્ગદર્શન હેઠળ અને રાજ્ય સરકાર દ્વારા ગરીબો અને વંચિતોને અનુલક્ષીને વિવિધ સહાયકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આપણા વડાપ્રધાનશ્રીએના માર્ગદશન હેઠળ કોરોના મહામારીમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા નિ:શૂલ્ક અનાજ વિતરણ કરવામાં આવી રહયું છે.  પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧.૫૨ લાખની સહાય થકી પાકુ આવાસ અને  શૌચાલય બનાવવાની યોજના અમલી છે જેની વિસ્તૃત જાણકારી આપી અન્ય યોજનાકીય બાબતો અંગે ઉપસ્થિત સૌને માહીતગાર કર્યા હતા. મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ કોરોનાકાળમા માતા-પિતા ગુમાવનાર બાળકો અને સો ટકા રસીકરણ સિધ્ધિ મેળવનાર ગ્રામ પંચાયતના સરપંચોને સહાય પત્ર અને પ્રમાણપત્ર મેળવવા બદલ અભિનંદન પઠવી સૌ નાગરિકોને મહારસીકરણ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું.


                        આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હેથળ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦ હેઠળ તાલુકા/નગરપાલિકા મળી કુલ-૨૬૦૦ લાભાર્થીઓને કીટ (સ્ટવ, હોજ પાઈપ, ગેસ સીલીન્ડર(કટ આઉટ), રેગ્યુલેટર અને સિકયોરીટી ગાઈડલાઈન) ઉપરાંત SV (સન્ક્રીપ્શન વાઉચર) આપવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન હેઠળ સામુદાયિક સોક પીટ, વ્યક્તિગત સોક પીટ, શૌચાલયનું સમારકામ તેમજ નવા શૌચાલય બાંધકામ માટે લાભાર્થીઓને લાભ અને સહાયપત્રો અર્પણ કરવામા આવ્યા હતા.  સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મુખ્યમંત્રી બાલ સહાય યોજના હેઠળ જિલ્લાના  બાળકોને સહાય આપવઆમા આવશે જેમાં બન્ને વાલી ગુમાવનાર બાળકોને માસિક રૂ.૪,૦૦૦/- અને એક વાલી ગુમાવનાર બાળકને માસિક રૂ.૨,૦૦૦/- તે બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી મળવાપાત્ર  છે.




                કાર્યક્રમ બાદ મંત્રી શ્રી વિનોદભાઇ મોરડીયાએ હિંમતનગર મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી. જયાં દેહદાનનો સંકલ્પ કરનાર પરીવારને સન્માન કરતા જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેહદાન માટે વધુમાં વધુ લોકો આગળ આવે તે માટે ઘણી જાણીતી હસ્તીઓને જોડ્યા છે. તમારા એક અંગનું દાન સામેવાળા વ્યક્તિને નવુ જીવન આપી શકે છે. તમારા અંગના દાન થકી તમારા મરણ પછી પણ આ પૃથ્વી પર શાશ્વત રહી શકો એવુ અમરત્વનું વરદાન સ્વરૂપ છે. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો, તબીબો તથા પેરામેડિકલ સ્ટાફના લોકોએ દેહદાનની પ્રતિજ્ઞા લઇ શરીરના એક અંગનું દાન અપર્ણ કરવાનો સંકલ્પ કર્યો હતો.

         આ પ્રસંગે જિલ્લા સમાહર્તાશ્રી  હિતેષ કોયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનીબેન મોદી, શહેર અગ્રણીશ્રી કું. કૌશલ્યા કુંવરબા, શ્રી જે.ડી. પટેલ, શ્રીવિજયભાઇ પંડ્યા, પુરવઠા અધિકારીશ્રી રાહુલ ચૌધરી,નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી, મામલતદાર શ્રી કે.એચ.તરાલ, સહિત પદાધિકારીઓ તથા લાભાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઉપસ્થિત રહ્યા હતા.

            પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેહદાન માટે વધુમાં વધુ લોકો આગળ આવે તે માટે ઘણી જાણીતી હસ્તીઓને જોડ્યા છે. તમારા એક અંગનું દાન સામેવાળા વ્યક્તિને નવુ જીવન આપી શકે છે. તમારા અંગના દાન થકી તમારા મરણ પછી પણ આ પૃથ્વી પર શાશ્વત રહી શકો એવુ અમરત્વનું વરદાન સ્વરૂપ છે. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોતબીબો તથા પેરામેડિકલ સ્ટાફના લોકોએ દેહદાનની પ્રતિજ્ઞા લઇ શરીરના એક અંગનું દાન અપર્ણ કરવાનો સંકલ્પ કર્યો હતો.

    ************

    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.