મોડાસા ખાતે EXPORTER CONCLAVE તથા નવી ઔદ્યોગિક નીતિનો માર્ગદર્શન સેમિનાર યોજાયો
સમાહર્તાની અધ્યક્ષતામાં EXPORTER CONCLAVE તથા નવી ઔદ્યોગિક નીતિનો માર્ગદર્શન સેમિનાર યોજાયો
અરવલ્લી મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ અને મોડાસા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે જીલ્લા કલેક્ટરશ્રી નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં જીલ્લા કક્ષાનો EXPORTER CONCLAVE તથા નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો.
આ સેમિનાર અંતર્ગત જીલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી કનુભાઇ પટેલ દ્વારા જિલ્લાના ઉદ્યોગકારોને આવકાર્યા તથા Export કરવા માટે પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવ્યુ હતું.
ત્યારબાદ અરવલ્લી જીલ્લા કલેક્ટરશ્રી નરેન્દ્રકુમાર મીનાએ ‘’આઝાદી કા અમૃત મહોત્સવ‘’ અંતર્ગત વાણિજ્ય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાનો EXPORTER CONCLAVE અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં DGFT અમદાવાદના આસીસ્ટન્ટ ડાયરેકટર મૈથેરી નાયડુ દ્વારા District Export Hub initiative and basics of export વિષય પર પ્રેઝન્ટેશનથી જાણકારી આપવામાં આવી. સાથે અરવલ્લીના જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર,આસીસ્ટન્ટ કમિશ્નરશ્રી ડી.ડી.સોલંકી દ્વારા ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ની યોજનાઓની જાણકારી આપવામાં આવી.
આ સેમિનારમાં MSME અમદાવાદના આસીસ્ટન્ટ ડાયરેકટરશ્રી ટી.કે.સોલંકી દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તથા લીડ બેંક મેનેજરશ્રી હિતેશભાઇ દ્વારા બેંકિગ વિષય પર જાણકારી આપવામાં આવી હતી.
આ સેમિનારનું સમાપન મોડાસા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસીએશનના પ્રમુખશ્રી/મંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું. આ સેમિનારમાં જીલ્લાના બહોળી સંખ્યામાં ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો.
જિલ્લા બાળ સુરક્ષા એકમઅને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારાપોષણ અભિયાન અંતર્ગત પોષણ માહ :- સપ્ટેમ્બર-૨૦૨૧ ની ઉજવણી અર્થેબાળલગ્ન અટકાયત અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાયા.
હાલ ચાલી રહેલ પોષણ અભિયાન અંતર્ગત પોષણ માહ :- સપ્ટેમ્બર-૨૦૨૧ ની ઉજવણી અર્થે વિવિધ વિભાગો દ્વારા અલગ-અલગ થીમ મુજબ કાર્યક્રમો કરવામાં આવેલ છે. અરવલ્લી જિલ્લામાં આ ઉજવણી માટે ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના દિવસે જિલ્લા બાળ સુરક્ષા એકમઅને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, અરવલ્લી-મોડાસા દ્વારા બાળલગ્ન અટકાયત અંગે “આપણો જિલ્લો બાળલગ્ન મુક્ત જિલ્લો” થીમ ઉપર પાંચ તાલુકાઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. જેમાં મોડાસા તાલુકામાં પ્રકાશ વિદ્યાલય-જાલોદર ખાતે, મેઘરજ તાલુકામાં મોડેલ સ્કુલ-મેઘરજ ખાતે, બાયડ તાલુકામાં સુરજબા હાઈસ્કુલ-ગાબટ ખાતે, માલપુર તાલુકામાં પી.જી.મહેતા હાઈસ્કુલ-માલપુર ખાતે અને ભિલોડા તાલુકામાં કલજીભાઈ કટારા કોલેજ કેમ્પસ-શામળાજી ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. જેમાં લોકજાગૃતિ માટે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે સમાજમાં નાની છોકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છેતેથી બાળલગ્ન અટકાવવા જરૂરી છે. જો કોઈ વ્યક્તિ કે સમાજ દ્વારા બાળલગ્ન કરાવવામાં આવે તો બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ લગ્ન કરનાર પુખ્ત વયનો પુરૂષ અને તેનાં માતા-પિતા કે વાલી, મદદગારી કરનાર, બાળલગ્નમાં હાજરી આપનાર, વિધીમાં લાભ લેનાર, સંચાલન કરનાર, બાળલગ્નમાં સામેલ ગોરમહારાજ, રસોઈયા, મંડપવાળા, ફોટોગ્રાફર, બેન્ડવાજાવાળા, બાળલગ્ન કરાવનાર તમામને અપરાધી ગણવામાં આવે છે અને આ અધિનિયમમાં બાળલગ્ન કરનાર અને કરાવનારને બે વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીના દંડની જોગવાઈ કરેલ છે તે સંદર્ભે માહિતગાર કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવાં જે-તે શાળા/કોલેજનાં વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રીઓ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, ૧૮૧ અભયમ હેલ્પલાઈન, બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા કચેરીના કર્મચારીશ્રીઓતથા શ્રમ આયુક્તની કચેરી વગેરે સહભાગી થયેલ એમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અરવલ્લીની યાદીમાં જણાવાયુ છે.
રમત રમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ. ગાંધીનગર દ્રારા પ્રેરિત કમિશ્નનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવિતઓ. ગાંધીનગર દ્રારા આયોજિત તથા જિલ્લા રમત ગમત અધિકારીની અરવલ્લી દ્રારા સંચાલિત જિલ્લાકક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન ઓકાટોબર માસના પ્રથમ સપ્તાહમાં થનાર છે. આ સ્પ:ધામાં રાસ પ્રાચીન ગરબા અને અર્વાચીત ગરબા એમ કુલ ૩ સ્પર્ધાનું આયોજન થશે આ સ્પર્ધામાં રાસ માટે ૧૪થી ૪૦ વર્ષની વયજુથમાં આવતા લોકો ભાગ લઇ શકશે જયારે પ્રાચીન તથા અર્વાચીન ગરબાં ૧૪થી ૩૫ વર્ષની વયજુથમાં ભાગ લઇ શકશે. ગરબા અને રાસ માટે સમય મર્યાદા ૬થી ૧૦ મિનીટની રહેશે તેમજ ઓછામાં ઓછી ૧૨ અને. વધુમાં વધુ ૧૬ કલાકાર અને ૪ સહાયક (ભા/બ) આમ કુલ ૨૦ સંખ્યા ભાગ લઇ શકશે. ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી બ્લોક નં એ. એસ ૧૪ બીજો માળ જિલ્લા સેવા સદન શામળાજી રોઙ મોડાસા અરવલ્લી ખાતેથી નિયત નમૂનામાં ફોર્મ મેળવીતા. ૩૦/૯/૨૦૨૧ સુધીમાં પરત મોકલી આપવા જિલલા રમત અધિકારીશ્રીની યાદી જણાવ્યું છે.
હાલ ચાલી રહેલ પોષણ અભિયાન અંતર્ગત પોષણ માહ :- સપ્ટેમ્બર-૨૦૨૧ ની ઉજવણી અર્થે વિવિધ વિભાગો દ્વારા અલગ-અલગ થીમ મુજબ કાર્યક્રમો કરવામાં આવેલ છે. અરવલ્લી જિલ્લામાં આ ઉજવણી માટે ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના દિવસે જિલ્લા બાળ સુરક્ષા એકમઅને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, અરવલ્લી-મોડાસા દ્વારા બાળલગ્ન અટકાયત અંગે “આપણો જિલ્લો બાળલગ્ન મુક્ત જિલ્લો” થીમ ઉપર પાંચ તાલુકાઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. જેમાં મોડાસા તાલુકામાં પ્રકાશ વિદ્યાલય-જાલોદર ખાતે, મેઘરજ તાલુકામાં મોડેલ સ્કુલ-મેઘરજ ખાતે, બાયડ તાલુકામાં સુરજબા હાઈસ્કુલ-ગાબટ ખાતે, માલપુર તાલુકામાં પી.જી.મહેતા હાઈસ્કુલ-માલપુર ખાતે અને ભિલોડા તાલુકામાં કલજીભાઈ કટારા કોલેજ કેમ્પસ-શામળાજી ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.
જેમાં લોકજાગૃતિ માટે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે સમાજમાં નાની છોકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છેતેથી બાળલગ્ન અટકાવવા જરૂરી છે. જો કોઈ વ્યક્તિ કે સમાજ દ્વારા બાળલગ્ન કરાવવામાં આવે તો બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ લગ્ન કરનાર પુખ્ત વયનો પુરૂષ અને તેનાં માતા-પિતા કે વાલી, મદદગારી કરનાર, બાળલગ્નમાં હાજરી આપનાર, વિધીમાં લાભ લેનાર, સંચાલન કરનાર, બાળલગ્નમાં સામેલ ગોરમહારાજ, રસોઈયા, મંડપવાળા, ફોટોગ્રાફર, બેન્ડવાજાવાળા, બાળલગ્ન કરાવનાર તમામને અપરાધી ગણવામાં આવે છે અને આ અધિનિયમમાં બાળલગ્ન કરનાર અને કરાવનારને બે વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીના દંડની જોગવાઈ કરેલ છે
તે સંદર્ભે માહિતગાર કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવાં જે-તે શાળા/કોલેજનાં વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રીઓ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, ૧૮૧ અભયમ હેલ્પલાઈન, બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા કચેરીના કર્મચારીશ્રીઓતથા શ્રમ આયુક્તની કચેરી વગેરે સહભાગી થયેલ એમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અરવલ્લીની યાદીમાં જણાવાયુ છે.
રમત રમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ. ગાંધીનગર દ્રારા પ્રેરિત કમિશ્નનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવિતઓ. ગાંધીનગર દ્રારા આયોજિત તથા જિલ્લા રમત ગમત અધિકારીની અરવલ્લી દ્રારા સંચાલિત જિલ્લાકક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન ઓકાટોબર માસના પ્રથમ સપ્તાહમાં થનાર છે. આ સ્પ:ધામાં રાસ પ્રાચીન ગરબા અને અર્વાચીત ગરબા એમ કુલ ૩ સ્પર્ધાનું આયોજન થશે આ સ્પર્ધામાં રાસ માટે ૧૪થી ૪૦ વર્ષની વયજુથમાં આવતા લોકો ભાગ લઇ શકશે જયારે પ્રાચીન તથા અર્વાચીન ગરબાં ૧૪થી ૩૫ વર્ષની વયજુથમાં ભાગ લઇ શકશે. ગરબા અને રાસ માટે સમય મર્યાદા ૬થી ૧૦ મિનીટની રહેશે તેમજ ઓછામાં ઓછી ૧૨ અને. વધુમાં વધુ ૧૬ કલાકાર અને ૪ સહાયક (ભા/બ) આમ કુલ ૨૦ સંખ્યા ભાગ લઇ શકશે.
ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી બ્લોક નં એ. એસ ૧૪ બીજો માળ જિલ્લા સેવા સદન શામળાજી રોઙ મોડાસા અરવલ્લી ખાતેથી નિયત નમૂનામાં ફોર્મ મેળવીતા. ૩૦/૯/૨૦૨૧ સુધીમાં પરત મોકલી આપવા જિલલા રમત અધિકારીશ્રીની યાદી જણાવ્યું છે.