Header Ads

  • Breaking News

    અરવલ્લી જીલ્લામાં નવરાત્રી (દશેરા)” અને અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસ’ની થીમ પર ચિલ્ડ્રન પેઇન્ટિંગ સ્પર્ધા યોજાશે .

     અરવલ્લી જીલ્લામાં “નવરાત્રી (દશેરા)” વિષય પર ૨૧ ઓક્ટોબરના રોજ ચિત્રસ્પર્ધા યોજાશે

                                                       ******

    જીલ્લામાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ‘ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસ’ની થીમ પર ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ યોજાશે

                                                        ******

    રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધાનુ આયોજન ૨૮ ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે કરાશે
    ***
    ચિત્ર સ્પર્ધામાં ૦૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે
    ***

      રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી આયોજીત જિલ્લા રમતગમત કચેરી,અરવલ્લી સંચાલિત “નવરાત્રી (દશેરા)” વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાશે.
            હાલ કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લેતા સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતા ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઇઝના (૮.૩”x ૧૧.૭”) ડ્રોઇંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉન્ટીંગ કરાવ્યા બાદ જિલ્લા રમતગમત કચેરી ખાતે તા. ૧૮ ઓક્ટોબર ૨૦૨૧ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે. 
           આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉંમરના પુરાવા તરીકે (આધારકાર્ડ/જન્મ તારીખનો દાખલો) ની ઝેરોક્ષ અને બેન્ક ખાતાની પ્રથમ પાનાની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે. આ સ્પર્ધામાં ૦૮ થી ૧૩(૩૧ ડિસેમ્બર ૨૦૦૮ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધીના વચગાળાના બાળકો) વર્ષના બાળકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાંથી ત્રણ ચિત્રની જિલ્લાકક્ષાએ પસંદગી થયા બાદ રાજ્યકક્ષાએ ચિત્રો મોકલવામાં આવશે.


                રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધા તા. ૨૮ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી,રવિશંકર રાવલ કલાભવન,એલિસબ્રિજ,અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાનો સમય ૧૧ થી ૫ કલાક સુધીનો રહેશે. જેમા સમગ્ર રાજ્યમાંથી આવેલા ચિત્રો પૈકી બેસ્ટ ૩૦ ચિત્રોના સ્પર્ધકોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થળ પર ચિત્ર બનાવવાના રહેશે. જે પૈકી ૧૦ વિજેતા પસંદગી કરવામાં આવશે. 
           રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ।.૨૫,૦૦૦/-  દ્વિતીય વિજેતાને રૂ।.૧૫,૦૦૦/- અને તૃતીય વિજેતાને રૂ।.૧૦,૦૦૦/ એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ।.૫,૦૦૦/- (પ્રત્યેક) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઇંગ કીટ) આપવામાં આવશે.
           જિલ્લાકક્ષા સ્પર્ધા માં કોઇ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી તા. ૧૮ ઓક્ટોબર ૨૦૨૧ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી,બ્લોક નં.એ.એસ.૧૪ બીજો માળ, જિલ્લા સેવા સદન, શામળાજી રોડ, મોડાસા. અરવલ્લી ખાતે જિલ્લા રમતગમત અધિકારીને પહોંચતી કરવાની રહેશે. સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ પરથી અને કચેરી પરથી મેળવી શકાશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


    ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ‘ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસ’ની થીમ પર ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ યોજાશે

     અરવલ્લીના ધોરણ ૬ થી ૧૦માં અભ્યાસ કરતા બાળકો ૦૯ ઓક્ટોબર સુધી અરજી કરી શકશે
    ***
    વિદ્યાર્થીઓ માટે  ૨૪ ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર વર્કશોપનું દૈનિક બે કલાક માટેનું આયોજન કરાશે
    ***

          રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી,અમદાવાદ દ્વારા આયોજિત તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અરવલ્લી દ્વારા સંચાલિત ભારતની આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અન્વયે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની થીમ પર ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ યોજાશે.
         જે અંતર્ગત આ વર્કશોપનો હેતુ બાળકો ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ વિષે જાણે તથા બાળકોની ચિત્રકલામાં રૂચી વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે અને આ હેતુને ધ્યાને લઈ તા.૨૪ ઓક્ટોબર ૨૦૨૧ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ દરમ્યાન ધોરણ ૦૬ થી ૧૦માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આ વર્કશોપનું દૈનિક બે કલાક માટેનું આયોજન કરાશે. 
         વર્કશોપનું સ્થળ તથા સમય નક્કી થયેથી કચેરી દ્વારા જાણ કરવામાં આવશે. અરવલ્લી જિલ્લામાંથી
    ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ એક સાદી અરજીમાં પોતાનું નામ, સરનામું, જન્મતારીખ, વ્હોટ્સએપ મોબાઈલ નંબર, ધોરણ, સ્કૂલ તથા આધારકાર્ડ નંબર લખી. ઉક્ત વિગત સાથે આધારકાર્ડનો સ્પષ્ટ ફોટો જિલ્લા રમતગમત અધિકારીના ઈમેલ આઈડી :dsoaravalli05@gmail.com પર તા. ૦૯ઓક્ટોબર ૨૦૨૧ સુધી મોકલી આપવી એમ એક અખબારી યાદીમાં અરવલ્લી  જિલ્લા રમતગમત અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવેલ છે.




    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.