કોરોના રસીકરણ ક્ષેત્રે ગુજરાતે મેળવી વધુ બે સિદ્ધિ
ગુજરાતમાં ઓગસ્ટ માસ દરમિયાન વેક્સિનના ૧ કરોડ ૩૪ લાખ ડોઝ આપવાની વિક્રમજનક કામગીરી
રાજયમાં ૩૧ ઓગસ્ટ મંગળવારે એક જ દિવસમાં
સમગ્ર રાજ્યમાં ૮ લાખથી વધુ રસીના ડોઝ અપાયા છે. આમ રાજ્યમાં એક જ દિવસમાં
સૌથી વધુ રસીના ડોઝની આપવાનો વિક્રમ સર્જાયો છે.
ગુજરાત પર મિલિયન
વેક્સિનેશનમાં દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર રાજ્ય રહ્યું છે ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે
પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૭૦.૨૦ %
લોકો એટલે કે ૩ કરોડ ૪૬ લાખ ૧૪ હજાર ૬૬૦ લોકોને પ્રથમ ડોઝ અને ૧ કરોડ ૧૬ લાખ ૫૬
હજાર ૫ લોકોને બીજો ડોઝ મળી કુલ ૪,૬૨,૭૦,૬૬૫ ડોઝ વેક્સિનના આપવામાં આવ્યા છે.
રાજ્યના
આરોગ્ય કર્મીઓ,
તબીબો, પેરા મેડિકલ સ્ટાફ સહિત સૌએ ઓગસ્ટ
મહિના દરમિયાન આ રસીકરણ અભિયાનને ઝુંબેશ સ્વરૂપે ઉપાડીને સફળ બનાવ્યું છે તે માટે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલે સૌ
આરોગ્ય કર્મીઓને આ સઘન કામગીરી માટે અભિનંદનપાઠવ્યા છે.
આવતીકાલે રાજ્યમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ શરૂ થશે, શિક્ષણમંત્રીની સ્પષ્ટતા- સર્વેક્ષણ ફરજિયાત નહીં મરજિયાત
- - શિક્ષકોના વિરોધ છતાં સરકાર સજ્જતા સર્વેક્ષણ આવતીકાલે શરૂ કરવા માટે મક્કમ
- - શિક્ષકોની કારકિર્દી પર આ મૂલ્યાંકનની કોઈ અસર રહેશે નહીં: શિક્ષણમંત્રી
- ગુજરાતમાં આવતીકાલથી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ શરૂ થઈ રહ્યું છે. બીજી તરફ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે સંઘની મળેલી બેઠક નિષ્ફળ જતા શિક્ષણ મંત્રીએ તાત્કાલિક પત્રકાર પરિષદ બોલાવીને સર્વેક્ષણ લેવામાં આવશે તેવી કટિબદ્ધતા દર્શાવી હતી. આ સાથે કાલનો કાર્યક્રમ યથાવત રહેશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તેવું પણ તેમણે જણાવ્યું છે.
- શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કાર્યક્રમ ચાલુ રહેશેશિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સી યોજીને જણાવ્યું હતું કે, શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ દ્વારા શિક્ષણ વિભાગ સાથે બેઠક કરી હતી, હવે માગણીને ધ્યાનમાં રાખીને પરીક્ષાને મરજિયાત રાખવામાં આવી છે. આ માત્ર સર્વેક્ષણ છે, પાસ-નાપાસ નથી. અમે આને પરીક્ષા કે કસોટીનો ઉલ્લેખ નથી કર્યો. શિક્ષકોની કારકિર્દી પર આ મૂલ્યાંકનની કોઈ અસર રહેશે નહીં. શિક્ષણનો પાયો મજબૂત કરવો જરૂરી છે. કોઇ વાત મરજિયાત છે તેનો બહિષ્કાર કેમ? તમામ શિક્ષકોનાં હિતમાં આ સર્વેક્ષણ છે.
- વિદ્યાર્થીને ગુણવત્તાવાળું શિક્ષણ આપવાના ભાગ રૂપે કાર્યક્રમનું આયોજનશિક્ષણમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, "શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન યથાવત રહેશે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શિક્ષણમાં ગુણવત્તાને ધ્યાનમાં રાખીને આ તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શિક્ષણના હકમાં છે, ગુણવત્તા સુધારવાના હકમાં છે. બહિષ્કારની જાહેરાત વ્યાજબી નથી, પાયો મજબૂત કરવો જોઈએ, નો ડિટેન્શનના કારણે વિદ્યાર્થીઓનો પાયો કાચો રહ્યો છે આ નુકસાનની ભરપાઈ કરવા, ગુણવત્તાવાળું શિક્ષણ લઈને વિદ્યાર્થી આગળ વધે તેના ભાગરુપે આ સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે.