છેવાડાના લાભાર્થીને વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો વધુ સરળ
છેવાડાના લાભાર્થીને વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો
વધુ સરળ, ઝડપી અને મહત્તમ લાભ મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર
.............
ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય-અધિકારીતા વિભાગની
પ્રત્યક્ષ મુલાકાત લઈ જરૂરી સૂચનો કરતાં મંત્રીશ્રી પ્રદીપ પરમાર
..............
ગુજરાતના છેવાડાના પ્રત્યેક લાભાર્થીને
સામાજિક ન્યાય-અધિકારીતા વિભાગ અંતર્ગત આવતી વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો વધુ સરળ, ઝડપી અને
મહત્તમ લાભ મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત
સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે તેમ આજે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી
પ્રદીપભાઈ પરમારે ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પ્રત્યક્ષ
મુલાકાત વેળાએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે સમાજના મહત્તમ
લોકોને સામાજિક ન્યાય-અધિકારીતા વિભાગની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ સ્પર્શે છે. આ
તમામ જરૂરિયાતમંદ લોકોને આપણા વિભાગની યોજનાઓની માહિતી અને તેનો લાભ સરળતાથી સોશિયલ
મીડિયાના વિવિધ ટૂલ્સ જેવાં કે,
વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, FM રેડિયો અને ઇન્સ્ટાગ્રામ વગેરે દ્વારા મળી
રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જેથી છેવાડા સુધીના વધુમાં વધુ લાભાર્થીઓ
સુધી પહોંચી શકાય અને સમાજના તમામ વર્ગને લાભ મળે તે દિશામાં આપણે આગળ વધવુ પડશે તેમ
તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ તેમના વિભાગ અંતર્ગત આવતા
સમાજ સુરક્ષા, અનુસૂચિત જાતિ કલ્યાણ અને વિકસતી જાતિની
વિવિધ કામગીરી-યોજનાઓની માહિતી મેળવી તેમાં જરૂરી સૂચનો કર્યાં હતાં.
મંત્રીશ્રીએ તેમના વિભાગ અંતર્ગત ખાલી
જગ્યાઓ સત્વરે ભરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા તેમજ અન્ય વિભાગોમાં ચાલતી
અનુસૂચિત જાતિ કલ્યાણને લગતી યોજનાઓની સમયાંતરે સમીક્ષા કરવાની પણ સૂચના આપી હતી.
આ ઉપરાંત વિભાગનું બજેટ, મહેકમની
વર્તમાન સ્થિતિ સહિતની કામગીરીથી વધુ માહિતગાર થવા માટે વિભાગના અધિક મુખ્ય સચિવ
શ્રી સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને મંત્રી પરમારે
જરૂરી સૂચનો-માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રી શ્રી પરમારે વિભાગની તમામ શાખાઓની
પ્રત્યક્ષ મુલાકાત કરીને અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની
તલસ્પર્શી સમજ મેળવીને તેમાં વધુ ઝડપ અને સરળતા આવે તેવા હકારાત્મક
સૂચનો-માર્ગદર્શન કરીને અધિકારીઓ-કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
માહિતી નિયામકશ્રી અશોક કાલરિયા આજે વય
નિવૃત્તઃ
માહિતી પરિવાર દ્વારા અપાયુ ભાવભર્યુ વિદાયમાન
............
v નિવૃત્તબાદનુંજીવનનિરોગીમયઅનેપરિવારમાંસુખમયરીતેનિવડે તેવી શુભેચ્છા આપતા સૌ માહિતી પરિજનો
v માહિતી નિયામક શ્રીએ સૌ કર્મીઓની સેવાઓ બિરદાવી
પાઠવ્યા અભિનંદનઃ સૌ લોકો ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી
.............
માહિતી નિયામક શ્રી અશોક કાલરિયા આજે વયનિવૃત્ત થતા માહિતી પરિવાર દ્વારા વયનિવૃત્ત થતાં તેમને માહિતી પરિવાર દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી અને નિવૃત્તિમય જીવન નિરોગીમય અને પરિવાર સાથે સુખમય રીતે નિવડે એવી શુભેચ્છાઓ પાઠવી હતી
માહિતી પરિવારના મોભી અને માર્ગદર્શક એવા માહિતી નિયામક શ્રી અશોક કાલરિયાએ સૌ અધિકારી-કર્મચારીઓની સેવાઓ બિરદાવીને સૌ એ આપેલા સહયોગ માટે અભિનંદન પાઠવતાં કહ્યું કે, માહિતી પરિવારે એક ટીમ બનીને જે કામ કર્યુ છે એના પરિણામેજ આપણે સૌ સારી રીતે કામગીરી કરી છે. મારા સૌ અધિકારીઓનો અપાર પ્રેમ અને કાર્યનિષ્ઠા મને સદાય યાદ રહેશે. તેમણે ઉમેર્યુ કે અન્ય વિભાગોની કામગીરી કરતા માહિતી ખાતાની કામગીરી અલગ પ્રકારની અને સમય મર્યાદામા પૂર્ણ કરવા સાથે ચિવટ પૂર્વકની હોઈ સૌ એ ખંત અને નિષ્ઠાપૂર્વક જવાબદારીથી બજાવી છે એ સરાહનીય છે આપ સૌ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભકામનાઓ પાઠવુ છું
અધિક માહિતી નિયામકશ્રી અરવિદભાઈ પટેલે નિવૃત્ત થતા શ્રી કાલરિયા સાહેબને શુભેચ્છાઓ પાઠવતા કહ્યુ કે, આપનુ માર્ગદર્શન અને સહયોગના પરિણામે સમગ્ર માહિતી પરિવારે એક ટીમ થઈને સુદર કામગીરી કરી છે. આપનુ નિવૃત્તિમય જીવન સુખમય અને નિરોગીમય બની રહે એવી શુભકામનાઓ આપી હતી.