Header Ads

  • Breaking News

    સાબરકાંઠા બેન્ક દ્વારા ટાકાટુકા ખાતે ખેડૂત શિબીર યોજાઈ


     સેવા સ.મંડળીનું કેટલ ફીડ પ્લાન્ટ-દુધ મંડળીનું ગોડાઉનનું પણ ઉદ્દઘાટન કરવામાં આવેલ.


    ખેતીમાં ખર્ચ ઘટાડી ઉત્પાદનમાં વધારો થાય તે માટે સાબરકાંઠા બેન્ક દ્વારા કૃષિ તજજ્ઞો દ્વારા કૃષિ માર્ગદર્શન અપાય છે ઃ ચેરમેન મહેશભાઈ પટેલ


    સહકારી માળખું સારામાં સારૂ હોય તો ગુજરાતમાં છે ઃ સાંંસદ દીપસિંહ રાઠોડ

    વૃક્ષારોપણ કરવામાં આવેલ તેમજ કૃષિ તજજ્ઞોનું સન્માન કરવામાં આવ્યું


        સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલ, સાંસદ દીપસિંહ રાઠોડ, સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, જીલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જેઠાભાઈ પટેલ, ખેતીબેન્કના વાઈસ ચેરમેન ફલજીભાઈ પટેલ, બેન્કના વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી, એમ.ડી.પંકજભાઈ પટેલ, જીલ્લા સંઘ અધ્યક્ષ પ્રભુદાસ પટેલ સહિત બન્ને જીલ્લાના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા



    હિંમતનગર ઃ
                            વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોની આવકમાં ડબલ થાય આર્થીક જીવાદોરીમાં તેમજ વધુમાં વધુ લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે અનેક યોજનાઓ દ્વારા કામ કરી છે. ત્યારે આપણે પણ આપણા ખેડૂતો-પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખી ખેતીમાં ખર્ચ ઘટાડી ઉત્પાદન વધે તે માટે સાબરકાંઠા બેન્ક અને ગુજરાત સ્ટેટ કો.ઓ.બેન્ક લી. અમદાવાદ દ્વારા કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને કૃષિ માર્ગદર્શન આપવામાં આવે છે આજરોજ ભીલોડા તાલુકાના ટાકાટુકા ગામે તાલુકાના સેવા સહકારી મંડળી તથા દુધ મંડળીના ચેરમેન-સેક્રેટરી, ખેડૂતો માટે ખેડૂત શિબીરના સમારંભના અધ્યક્ષ સાબરકાંંઠા બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલે ખેડૂતોને સંબોધતા વધુમાં જણાવેલ કે, આવનારા દીવસોમાં બેન્ક સંપૂર્ણ ડીઝીટલલાઈઝેશન કરી રહી છે. જેનાથી ખેડૂતોની અનેક યોજનાઓના લાભો સીધા તેમના ખાતામાં સરળતાથી ઉપલબ્ધ થશે આજે બેન્કની ર૭૦૦ કરોડ ડીપોઝીટ પહોંચી છે. તેમાંથી ખેડૂતોને વિવિધ પ્રકારની ધીરાણો આપી તેમના આવેલા ખર્ચઓ સરળતાથી પૂર્ણ કરી સ્વામાનભેર જીવી શકે અને આત્મનિર્ભર બની શકે તેવા અમારા પ્રયાસ રહ્યા છે.
                            ચેરમેન મહેશભાઈ પટેલે વધુમાં જણાવેલ કે, નાંણાકીય વ્યવસ્થા આપણે નવેસરથી ગોઠવવી પડશે આર્થીક વ્યવસ્થા ન હોય ત્યારે નબળા સમયમાં તમને કામ લાગે. તમે મારામાં અને અમારા સૌ બોર્ડ વતી વિશ્વાસ મુકયો છે ત્યારે અમારા સ્ટાફ દ્વારા શકય તમામ અલગ-અલગ ધીરાણની યોજના બનાવી તમને લાભ આપવાનો પ્રયાસ કર્યો છે જેમ કે, ખેડૂતો માટે ઘાસચારા માટે એક લાખ રૂપિયાની લોન તેમાંથી તમારી નાની મોટી મુશ્કેલીઓમાં મદદ થઈ શકે, ટાકાટુકા ગામની સેવા સહકારી મંડળી દ્વારા મકાઈના ભરડા માટે નો પ્લાન્ટ તેમજ તેમની અન્ય પ્રવૃત્તિઓની કામગીરીની મહેશભાઈ પટેલે સરાહના કરી મંડળીના ચેરમેન પટેલ શામળભાઈ કચરાભાઈ તથા તેમના તમામ સભ્યોને અભીનંદન પાઠવ્યા હતા. તેમજ કેન્દ્રમાં આપણા ગૃહમંત્રી અમીતભાઈ શાહને સહકાર મંત્રી બનાવ્યા તેનાથી અનેક બદલાવ આવશે અને વધુ લાભો મળશે તેમ જણાવેલ આ પ્રસંગે મુખ્ય મહેમાન સાંસદ દીપસિંહ રાઠોડે કેન્દ્ર અને રાજય સરકારે ખેડૂતો માટે અનેક કલ્યાણકારી કામો કર્યા છે તેમ જણાવી સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલના માર્ગદર્શન તેમની આગવી કામ કરવાની પધ્ધતિથી બન્ને જીલ્લાના ખેડૂતોને અનેક લાભો થશે અને બેન્ક દ્વારા અનેક યોજનાઓ મુકી છે તેથી બેન્કના સૌ પદાધિકારીઓનો આભાર માનું છુું અને અભિનંદન આપુ છુુું. આખા ભારતમાં સહકારની આગવી ઓળખ આપણા ગુજરાતમાં છે સહકારી માળખું ગુજરાતમાં શ્રેષ્ઠ છે આ પ્રસંગે સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, જીલ્લા સંઘના ચેરમેન જેઠાભાઈ પટેલ, સાબરકાંઠા બેન્કના વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી, બેન્કના એમ.ડી.પંકજભાઈ પટેલ, ખેતીબેન્કના ગુજરાતના વાઈસ ચેરમેન ફલજીભાઈ પટેલ, જીલ્લા  પંચાયત પ્રમુખ લાલસિંહજી ચૌહાણ, અરવલ્લી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ, અરવલ્લી જીલ્લા સંઘ અધ્યક્ષ પ્રભુદાસ પટેલ, જીલ્લા ખરીદ વેચાણ સંઘના વાઈસ ચેરમેન ભીખાભાઈ પટેલ, સાબરડેરીના ડીરેકટર જેસીંગભાઈ પટેલ, ભીલોડા સહકારી જીનના ચેરમેન હિતેન્દ્રસિંહ સિસોદીયા, ભીલોડા તાલુકા ભાજપ પ્રમુખ કાન્તીભાઈ પટેલ, જીએસી બેન્કના નિરવભાઈ, ગૌરવભાઈ કૃષિ વૈજ્ઞાનિક પી.બી.ખિસ્તરીયા, જશુભાઈ પટેલ, બેન્કના ચીફ એકઝીક્યુટીવ એચ.પી.નાયક, એડવાઈઝર હરીશભાઈ પટેલ, જનરલ મેનેજર પ્રવીણભાઈ પટેલ, ગીરીશભાઈ પટેલ તથા સહકારી આગેવાનો, ખેડૂતમીત્રો મોટી સંખ્યામાં હાજર રહેલ. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદીન અંતર્ગત કેટલ ફીડ પ્લાન્ટમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ. જેમાં બન્ને જીલ્લાના સહકારી આગેવાનો તેમજ ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.


    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.