Header Ads

  • Breaking News

    આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કયા કયા કાય ની કામગીરીની સમીક્ષા હાથ ધરી

     

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો પ્રજાજનોની સુવિધાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય

    .....

    રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને સચિવો અધિકારીઓઅઠવાડિયાના પ્રથમ બે દિવસ સોમવાર અને મંગળવારે સામાન્ય નાગરિકો મુલાકાતીઓને કાર્યાલયમાં મળશે

    ……

    આ બે દિવસોદરમિયાન કોઈ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય મંત્રીમંડળની આજે મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં સૂચના આપી છે.

    ......

            મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્રજાજનોની સુવિધાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

                તદઅનુસાર, રાજ્યના દૂર દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સચિવાલયમાં પોતાના કામો, રજૂઆતો માટે આવતા સામાન્ય નાગરિકોને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓએ અને અધિકારીશ્રીઓએ સોમવાર અને મંગળવારે મુલાકાત માટેનો સમય ફાળવવાનો રહેશે.

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મંત્રીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓને આ બે દિવસો (સોમવાર અને મંગળવાર) દરમિયાન કોઈ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના આપી છે.

    મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અંગે વધુ વિગતો આપતાં મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને શિક્ષણ મંત્રી શ્રી જીતેન્દ્રભાઇ વાઘાણીએ કહ્યું કે, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને અધિકારીઓ બેઠકો, મીટીંગ, અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમ્યાન કચેરીમાં મળી શકે તેવા જનહિત અભિગમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નિર્ણય કર્યો છે.

    નાગરિકોને પોતાના કામકાજ માટે મંત્રીશ્રીઓ અને અધિકારીઓને મળવામાં સરળતા રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું. 

    મંત્રીશ્રીઓએ વધુમાં કહ્યું કે, શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ નિર્ણયનો અમલ ત્વરિત અસરથી કરવાની પણ સૂચનાઓ આપી છે.

    ..............................................................................................................................................

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે શહેરી વિકાસ-શહેરી ગૃહનિર્માણ  વિભાગનીકામગીરીની સમીક્ષા હાથ ધરી 

    રાજ્યના નગરોમાં પાણી-લાઇટ-ગટર-રસ્તા જેવા બેઝિક નીડ-મૂળભૂત જરૂરિયાતના

    કામોની સ્થિતી અંગે વિસ્તૃત જાણકારી મેળવી માર્ગદર્શન આપતા મુખ્યમંત્રીશ્રી

    .......

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વરિષ્ઠ સચિવો તથા અધિકારીઓની બેઠક ગાંધીનગરમાં યોજીને આ વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી.

     

           તેમણે નગરોમાં લાઇટ, પાણી, ગટર અને રસ્તા જેવા બેઝીક નીડ મૂળભૂત જરૂરિયાતના કામોની સ્થિતી અંગે જાણકારી મેળવી માર્ગદર્શન આપ્યું હતું.

    મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારે રૂ. ૧૩૪૯૨ કરોડ શહેરી વિકાસના બજેટમાં ફાળવેલા છે તેની તેમજ રૂ. ૪૬૧૨ કરોડ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફાળવાયા છે તેના કામોની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી હતી.

    શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સમક્ષ શહેરી વિકાસ વિભાગની સર્વગ્રાહી કામગીરી, પ્રેઝન્ટેશન શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ શ્રી મૂકેશ પૂરીએ કર્યુ હતું.

     રાજ્ય મંત્રી શ્રી વિનોદભાઇ મોરડીયા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા.

    ..................................................................................................................

    સામાન્ય વહીવટ વિભાગ-GAD ની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરતા
    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
    ......

    મુખ્ય સચિવ શ્રી સહિત GAD ના વરિષ્ઠ સચિવો સાથે
    શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

    ......

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સામાન્ય વહીવટ વિભાગ-GADના ઉચ્ચ સચિવો, અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ પ્રભાગોની સર્વગ્રાહી કામગીરી સમીક્ષા હાથ ધરી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને દસ વર્ષીય ભરતી કેલેન્ડર, વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ, આયોજન પ્રભાગની કામગીરી અંગે પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી મેળવી હતી.

    મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ તથા વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા.

    શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગેપ એનાલીસીસ, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ તથા કર્મચારી ગણ સેવા વ્યવસ્થામાં ટેકનોલોજીના વિનિયોગ માટેના HRMS, આયોજન પ્રભાગ અંતર્ગત હાથ ધરાતી કામગીરીની પણ તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ પોતાના હસ્તકના વિભાગોની વિસ્તૃત સમીક્ષા હાથ ધરવાના શરૂ કરેલા ઉપક્રમમાં શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ વિભાગની સમીક્ષા બાદ આજે તેમણે સામાન્ય વહીવટ વિભાગની કામગીરી સમીક્ષા હાથ ધરી માર્ગદર્શન પણ આપ્યુ હતું. 


    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.