Header Ads

  • Breaking News

    શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર ખાતે મહિલા સ્વ-સહાય જૂથ સંચાલિત 'ટી સ્ટોલ'નું લોકાર્પણ

     કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ

    v કુલડીનો ઉપયોગ રોજગારી સાથે પ્લાસ્ટિક-પ્રદૂષણમુક્ત ભારતની દિશામાં મહત્વનું પગલું સાબિત થશે
    v મહિલા સ્વ-સહાય જૂથો પાસેથી ચા માટેની કુલડી ખરીદવાની વ્યવસ્થા કરાશે
    v ગાંધીનગર જિલ્લાના દરેક ગામમાં માટીકામના કારીગરોને ઈ-ચાકડા ઉપલબ્ધ કરાવાશે

    .....................

    કેપિટલ રેલવે સ્ટેશન-ગાંધીનગર ખાતે

    કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે

    માટીકામ સાથે સંકળાયેલા મહિલા સ્વ-સહાય જૂથ સંચાલિત

    'ટી સ્ટોલ'નું લોકાર્પણ : આ ટી સ્ટોલ ઉપર માટીની કુલડીમાં ચા અપાશે

    .......

    મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને

    ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ખાસ ઉપસ્થિતિ

    ..............

    કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર ખાતે મહિલા સ્વ-સહાય જૂથ સંચાલિત 'ટી સ્ટોલ'નું લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે,માટીની કુલડીનો ઉપયોગ રોજગારી સાથે પ્લાસ્ટિક-પ્રદૂષણમુક્ત ભારતની દિશામાં મહત્વનું પગલું સાબિત થશે.માટીકામ સાથે સંકળાયેલા મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવેલા ચા માટેની કુલડી સહિતના કપ સહિતના વિવિધ માટીના આર્ટિકલ ખરીદવાની વ્યવસ્થા કરીને મહિલાઓને વધુ આત્મનિર્ભર બનાવવામાં આવશે.  



    કેપિટલ રેલવે સ્ટેશન-ગાંધીનગર ખાતે આજે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે માટીકામ સાથે સંકળાયેલા મહિલા સ્વ-સહાય જૂથ સંચાલિત 'ટી સ્ટોલ'નું મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે માટી કામ સાથે સંકળાયેલા ગાંધીનગર જિલ્લાના દરેક ગામના કારીગરો તથા સ્વ સહાય જૂથોને ઇલેક્ટ્રોનિક ચાકડા મળી રહે તે સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરને સૂચના આપી હતી. સાથોસાથ માટીકામના વ્યવસાયથી વિમુખ થઈ ગયેલા પરિવારોને પુનઃ આ વ્યવસાય સાથે જોડીને પ્રદૂષણમુક્ત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા આહ્વાન કર્યું હતું.

    મહિલા સ્વસહાય જૂથ સંચાલિત ટી સ્ટોલના લોકાર્પણના પ્રથમ દિવસથી આજે જ માટીની કુલડીઓના જથ્થાબંધ ઓર્ડર મળવાના શરૂ થયા હતા જેના ભાગરૂપે આજે પાલનપુર રેલવે સ્ટેશન ખાતેથી ૫,૦૦૦ માટીની કુલડીઓના ઓર્ડર ગૃહમંત્રી શ્રી શાહના હસ્તે ટી-સ્ટોલની મહિલાઓને અર્પણ કર્યાં હતા.

    મહિલા સ્વસહાય જૂથ સંચાલિત ટી-સ્ટોલ પરથી માટીના કપમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મહાનુભાવોએ ચા-કોફીનો સ્વાદ પણ માણ્યો હતો. તે ઉપરાંત ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે મહિલા સ્વસહાય જૂથની બહેનો સાથે રેલવે સ્ટેશન ઉપર વાર્તાલાપ કર્યો હતો. સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા ઇલેક્ટ્રોનિક ચાકડા દ્વારા તૈયાર કરવામાં આવેલી માટીની કુલડીઓ તથા માટીના વાસણોની પ્રદર્શની ગૃહ મંત્રી શ્રી શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિહાળી હતી.

    ઉલ્લેખનીય છે કે આ ટી સ્ટોલ ઉપર માટીની કુલડીમાં ચા અપાશે. મહિલાઓના આર્થિક ઉત્થાન માટે કેપિટલ રેલવે સ્ટેશન ખાતે નાગેશ્વર સખી બચત મંડળ દ્વારા સંચાલિત ટી-સ્ટોલમાં ચા, તંદૂરી ચા, ગ્રીન ટી, કોફી, દૂધ અને ઉકાળા સહિત વિવિધ વેરાયટીની ચા - કોફીની ઉપલબ્ધતા યાત્રીઓ માટે થશે.


                આ લોકાર્પણ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
    , પૂર્વ મંત્રી શ્રી રમણલાલ વોરા, શ્રી રજનીભાઈ પટેલ, કોર્પોરેટરશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે.કૈલાશનાથન,જિલ્લા કલેકટરશ્રી કુલદીપ આર્ય, રેલવે પોલીસ ફોર્સના ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીશ્રીઓ ઉપરાંત સ્વસહાય જૂથોની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.



    ખેડૂતો આર્થિક સદ્ધરતા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવે - રાજ્યપાલશ્રી

    સ્વામીનારાયણ ગુરુકુળ-રાજકોટ દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ

    શિબિરમાં માર્ગદર્શન આપતા રાજ્યપાલશ્રી

    ........................

     

    ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે સ્વામીનારાયણ ગુરુકુળ, રાજકોટ દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ શિબિરમાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, ખેડૂતોએ આર્થિક સદ્ધરતા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી જોઈએ કારણ કે, સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિમાં કૃષિ ખર્ચ નહીવત્ આવે છે અને ઉત્પાદન ઘટતું નથી, તેમજ ઝેરમુક્ત ખાદ્યાનના ભાવ પ્રમાણમાં વધુ મળવાથી ખેડૂતોની સરેરાશ આવક વધે છે.

    રાજ્યપાલશ્રીએ પદ્મશ્રી સુભાષ પાલેકર વિધિથી થતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને વિગતવાર સમજાવતા જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિ પદ્ધતિના દુષ્પરિણામોથી ત્રસ્ત સમાજ માટે પ્રાકૃતિક કૃષિ મજબૂત અને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ખેડૂતોએ અપનાવવી જોઈએ. એક દેશી ગાયની મદદથી 30 એકર જમીનમાં થતી આ પ્રાકૃતિક ખેતીથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે, જમીનની ફળદ્રૂપતાનું રક્ષણ થાય છે. દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે. તેમજ કૃષિ ઉત્પાદન ઘટતું નથી અને કૃષિ ઉત્પાદનોની પ્રમાણમાં વધુ કિંમત મળવાથી સરવાળે ખેડૂતોને સીધો ફાયદો થાય છે. તેમણે પ્રાકૃતિક કૃષિને આજના સમયની માંગ ગણાવી હતી.

    આ શિબિરમાં રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુળના મહંત સ્વામી શ્રી દેવ કૃષ્ણ દાસજી સ્વામી, મહંતશ્રી દેવ પ્રસાદ દાસજી સ્વામી, શ્રી લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી તેમજ શ્રી સંતવલ્લભ દાસજી સ્વામી સહિતના સંતગણો અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. 

    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.