ભિલોડાના જૂમસર ખાતે "૧૩૧ મી નવીન જુમસર શાખા નું ઉદ્ઘાટન સમારોહ યોજાયો
ભિલોડાના જૂમસર ખાતે રાજ્ય કક્ષાના મંત્રીશ્રીની અધ્યક્ષતામાં "૧૩૧ મી નવીન જુમસર શાખા" નું ઉદ્ઘાટન સમારોહ યોજાયો
રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રીની અધ્યક્ષતામાં “ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. હિંમતનગર” ની "૧૩૧ મી નવીન જુમસર શાખા" નું ઉદ્ઘાટન કરાયુ***
સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવો જોઈએ તેમજ સરકાર વિકાસના કામ માટે હર હંમેશ કટીબદ્ધ છે- રાજ્યકક્ષાના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર***આવનારા દિવસોમાં આ બેંકને લોકો સારી રીતે સહકાર આપે તથા બેંકના કર્મચારીશ્રીઓને સાથ અને સહકાર આપે- રાજ્યસભાના સાંસદશ્રી નરહરિ અમીન***
અરવલ્લી ભિલોડાના જુમસર ગામ ખાતે અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતોના રાજ્ય મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં તથા રાજ્યસભાના સાંસદશ્રી નરહરિ અમીનની ઉપસ્થિતિમાં “ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. હિંમતનગર” ની "૧૩૧ મી નવીન જુમસર શાખા" નું ઉદ્ઘાટન કરાયુ.
જે અંતર્ગત તલાટી કમમંત્રી શ્રી રાહુલભાઈ પંડ્યા, પોસ્ટમેન હરિભાઈ પાંડવ તેમજ ગ્રામસેવકનું રાજ્ય મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર તથા રાજ્યસભાના સાંસદશ્રી નરહરિ અમીન તેમજ બેંકના ચેરમેનશ્રી મહેશભાઈ પટેલ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, આજનો દિવસ એ આપણા સૌ માટે ખાસ છે. આજના દિવસે સરદાર વલ્લભાઈ પટેલની જન્મજયંતિ છે. તેમણે શ્રદ્ધાસુમન અર્પણ કરું છુ. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામડાના નાનામાં નાના માણસને બેંક સુધી જનધન ખાતા ખોલીને આવતા કર્યા છે અને નાણાકીય લેવડદેવડ માટે જોડ્યા છે અને તેમના ખાતામાં સીધાં નાણાં જમા કર્યા છે. ગામડાના દરેક ઘરમાં બેંકની પાસબુક પહોંચતી કરી છે. દરેકે રૂ.૧૨ અને રૂ.૩૩૦ વીમો અચૂક લેવો જોઈએ. જેનાથી આસ્ક્મિક ઘટના સમયે પરિવારને આર્થિક સહાય થાય છે.સરકાર પોતે ગેરંટી સાક્ષી બની છે, લોન અપાવે છે અને બેંકના કર્મચારીઓને ધન્યવાદ આપું છું અને શાહુકારોના ચુંગાલમાંથી મુક્ત કર્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આપણી સરકાર એ ગરીબોની સરકાર છે. દરેકે સરકારની વિવિધલક્ષી યોજનાઓનો લાભ લેવો જોઈએ. તેમજ સરકાર વિકાસના કામ માટે હર હંમેશ કટીબદ્ધ છે. આપણે સૌ સાથે મળીને વિકાસ કરીશું.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી નરહરિ અમીન જણાવ્યું કે, આજે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પું છું. સરકાર હરહમેશ ખેડૂતોની સાથે છે. “ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. હિંમતનગરની અંદર રૂ.૩૩૨૮ કરોડનું શેર ભંડોળ છે. ગુજરાત તેમજ સમગ્ર ભારતના લોકોએ રૂ.૨,૬૮,૦૦૦ કરોડ ડીપોઝીટ જમા કરી છે. આ બેંકને ૨૦૨૦માં દેશમાં એવોર્ડ પ્રાપ્તિ થઇ છે. તેમજ આવનારા દિવસોમાં આ બેંકને લોકો સારી રીતે સહકાર આપે તથા બેંકના કર્મચારીશ્રીઓને સાથ અને સહકાર આપે.
આ પ્રસંગે બેંકના ચેરમેનશ્રી મહેશભાઈ પટેલ, ઇડર ધારાસભ્યશ્રી હિતુ કનોડિયા તથા પ્રમુખશ્રી જે.ડી. પટેલે પ્રસાંગિક પ્રવચન આપ્યું હતું.
આ પ્રસંગે મેનેજીંગ ડિરેક્ટરશ્રી પંકજભાઈ, સહકારી દૂધ મંડળીના ચેરમેનશ્રી, ડિરેક્ટરશ્રી જ્યોતિન્દ્ર ભાઈ, ડિરેક્ટરશ્રી સૌરભ ભાઈ, પૂર્વ ડિરેક્ટરશ્રી કનુભાઈ, ઈશ્વરભાઈ સુથાર, હિતેશભાઈ, આચાર્યશ્રી નરેશભાઈ પટેલ, બેંકના કર્મચારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.