સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે ઓક્સિજન પ્લાન્ટને ખુલ્લો મુકવામાં આવ્યો
ઓક્સિજન પ્લાન્ટ શરૂ થવાથી સ્થાનિક વિસ્તારના ગરીબ દર્દીઓની જીંદગી બચાવવામાં ઉપકારક નીવડશે:- મંત્રી શ્રી દેવાભાઈ માલમ
****
કોરોના કે કટોકટીના સમયે કોઈ માણસનો પ્રાણ ન જાય આ પ્લાન્ટથી પ્રાણવાયુ મળશે
:- સાંસદ શ્રીમતી રમીલાબેન બારા
****
રાજ્યકક્ષાના મંત્રી શ્રી દેવાભાઈ માલમના હસ્તે ખેડબ્રહ્મા ખાતે રૂ. ૩૫ લાખના ખર્ચે પી.એમ. કેર અંતર્ગત પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટનું સામૂહિક ઇ- લોકાર્પણ કરાયું :કોરોના વોરિયર્સનું સન્માન કરાયું
*****
લોકસભાના સાંસદ દિપસિંહ રાઠોડ, રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંઘવાન અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન
****
પી.એમ.કેર પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટનું આજે દેશભરના રાજ્યોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રાષ્ટ્રવ્યાપી સામૂહિક ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે જનરલ હોસ્પિટલમાં રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી દેવાભાઈ માલમના હસ્તે ઓક્સિજન પ્લાન્ટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે લોકસભાના સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મોદડ, જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંઘવાન, સંગઠનના પદાધિકારી, આરોગ્ય કર્મીઓ, સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી દેવાભાઇ માલમે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કેર ફંડમાંથી રૂ. ૩૫ લાખના ખર્ચે તૈયાર થયેલા પી. એસ. એ. ઓક્સિજન પ્લાન્ટથી સ્થાનિક વિસ્તારના ગામડાઓના દર્દીઓને બીમારીના કે કપરા સમયે તથા કોરોના જેવી મહામારીમાં લોકોને ઉપકારક સાબિત થશે. અને દર્દીઓની જિંદગી બચાવવા માટે આ પ્લાન્ટ ઉપકારક નીવડશે અને આજે પવિત્ર નવરાત્રિના પ્રથમ નોરતે આ સુવિધા ઉપલબ્ધ થતા ખુશી અને આનંદની લાગણી વ્યક્ત કરું છું. અને માં જગદંબાને પ્રાર્થના કરૂ છું કે સૌની રક્ષા કરે સાથે સૌને નવરાત્રીની શુભકામનાઓ પાઠવું છું.
આ પ્રસંગે રાજ્યના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી જેવી બીમારીમાં કે ક્રિટીકલ કન્ડિશનમાં દર્દીના પ્રાણ ન જાય, સહેલાઇથી પ્રાણવાયુ આ પ્લાન્ટ શરૂ થવાથી લોકોને મળશે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને ગરીબો પ્રત્યે હમદર્દી આજે આખા દેશમાં ઓક્સિજન પ્લાન્ટનું સામુહિક લોકાર્પણ કરીને છેવાડાના માનવી ની ચિંતા કરી છે. પી.એમ. કેરથી આજે રૂ. ૩૫ લાખના ખર્ચે ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલને ઓક્સિજન સુવિધા મળી છે. પ્રધાનમંત્રીશ્રીએ ઋષિકેશ થી અને મુખ્યમંત્રી શ્રીએ ભરૂચ જિલ્લા ખાતે ઉપસ્થિત રહીને આ પ્લાન્ટ લોકોની સુવિધા માટે ખુલ્લા મુક્યા છે. અને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સુંદર સહકાર અને કોરોના મહામારીમાં સહયોગ રહ્યો છે. કોરોના વોરિયર્સ ખડેપગે રહીને અડીખમ ગુજરાતને ફરી એક વાર ધબકતું કર્યું છે. લોકડાઉન, વેક્સીનેશન, ઓક્સિજન બેડની હોસ્પિટલો ઊભી કરીને, ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ, પોલીસ વહીવટી તંત્રએ ઉમદા કાર્ય કર્યું છે. તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નવરાત્રિના પાવન પ્રસંગે ઉપસ્થિત સૌને તથા જિલ્લાની જનતાને શુભેચ્છા પાઠવું છું અને આજે કોરોના વોરિયર્સનું સન્માન કરતા આનંદની લાગણી અનુભવું છું કાર્યક્રમ સમયે મેઘાએ પણ પધરામણી કરી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી માલમ સાંસદ દિપસિંહ રાઠોડ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ તથા જનરલ હોસ્પિટલના ડોક્ટરોનું તથા નર્સ, પેરામેડિકલ અને આશા વર્કર બહેનોનુ પણ પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય વિભાગની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી અને લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય કર્મચારીઓ સ્થાનિક અગ્રણીઓ, નાયબ નિયામક આરોગ્ય વિભાગ ગાંધીનગરના ડો. તૃપ્તિબેન દેસાઇ, જનરલ હોસ્પિટલના અધિકારીશ્રી હિતેશ બ્રહ્મભટ્ટ, મામલતદાર શ્રીગમાર, વિવિધ સમિતીના ચેરમેન અને સંગઠન અગ્રણીઓ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ખેડબ્રહ્મા ખાતે કાર્યક્ર્મ પૂર્ણ કરી મંત્રીશ્રી માલમે જિલ્લાની સહકારી ક્ષેત્રે અગ્રીમ હરોળની સાબર ડેરીની મુલાકાત લીધી હતી જ્યાં સાબરડેરીના ચેરમેનશ્રી શામળભાઇ પટેલે ડેરીની કામગીરી અને પ્લાન્ટ વિષે માહિતી આપી અને વિવિધ વિભાગોનું નિરિક્ષણ કર્યું હતું. ત્યારબાદ રાજપુર ખાતે કામધેનુ પોલીટેકનીક કોલેજની મુલાકાત દરમિયાન કોલેજના આચાર્યશ્રીએ યુનિવર્સિટીની કામગીરી અંગે અવગત કર્યા હતા. અને એમ.એમ. આર. ગૌશાળાની મુલાકાત તથા આકોદરા એનીમલ હોસ્ટેલની મુલાકાત લીધી હતી અને પશુપાલન ક્ષેત્રના વ્યવસાય અંગે જાત માહિતી મેળવી હતી.
****
કોરોના કે કટોકટીના સમયે કોઈ માણસનો પ્રાણ ન જાય આ પ્લાન્ટથી પ્રાણવાયુ મળશે
:- સાંસદ શ્રીમતી રમીલાબેન બારા
****
રાજ્યકક્ષાના મંત્રી શ્રી દેવાભાઈ માલમના હસ્તે ખેડબ્રહ્મા ખાતે રૂ. ૩૫ લાખના ખર્ચે પી.એમ. કેર અંતર્ગત પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટનું સામૂહિક ઇ- લોકાર્પણ કરાયું :કોરોના વોરિયર્સનું સન્માન કરાયું
*****
લોકસભાના સાંસદ દિપસિંહ રાઠોડ, રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંઘવાન અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન
****
પી.એમ.કેર પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટનું આજે દેશભરના રાજ્યોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રાષ્ટ્રવ્યાપી સામૂહિક ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે જનરલ હોસ્પિટલમાં રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી દેવાભાઈ માલમના હસ્તે ઓક્સિજન પ્લાન્ટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે લોકસભાના સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મોદડ, જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંઘવાન, સંગઠનના પદાધિકારી, આરોગ્ય કર્મીઓ, સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી દેવાભાઇ માલમે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કેર ફંડમાંથી રૂ. ૩૫ લાખના ખર્ચે તૈયાર થયેલા પી. એસ. એ. ઓક્સિજન પ્લાન્ટથી સ્થાનિક વિસ્તારના ગામડાઓના દર્દીઓને બીમારીના કે કપરા સમયે તથા કોરોના જેવી મહામારીમાં લોકોને ઉપકારક સાબિત થશે. અને દર્દીઓની જિંદગી બચાવવા માટે આ પ્લાન્ટ ઉપકારક નીવડશે અને આજે પવિત્ર નવરાત્રિના પ્રથમ નોરતે આ સુવિધા ઉપલબ્ધ થતા ખુશી અને આનંદની લાગણી વ્યક્ત કરું છું. અને માં જગદંબાને પ્રાર્થના કરૂ છું કે સૌની રક્ષા કરે સાથે સૌને નવરાત્રીની શુભકામનાઓ પાઠવું છું.
આ પ્રસંગે રાજ્યના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી જેવી બીમારીમાં કે ક્રિટીકલ કન્ડિશનમાં દર્દીના પ્રાણ ન જાય, સહેલાઇથી પ્રાણવાયુ આ પ્લાન્ટ શરૂ થવાથી લોકોને મળશે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને ગરીબો પ્રત્યે હમદર્દી આજે આખા દેશમાં ઓક્સિજન પ્લાન્ટનું સામુહિક લોકાર્પણ કરીને છેવાડાના માનવી ની ચિંતા કરી છે. પી.એમ. કેરથી આજે રૂ. ૩૫ લાખના ખર્ચે ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલને ઓક્સિજન સુવિધા મળી છે. પ્રધાનમંત્રીશ્રીએ ઋષિકેશ થી અને મુખ્યમંત્રી શ્રીએ ભરૂચ જિલ્લા ખાતે ઉપસ્થિત રહીને આ પ્લાન્ટ લોકોની સુવિધા માટે ખુલ્લા મુક્યા છે. અને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સુંદર સહકાર અને કોરોના મહામારીમાં સહયોગ રહ્યો છે. કોરોના વોરિયર્સ ખડેપગે રહીને અડીખમ ગુજરાતને ફરી એક વાર ધબકતું કર્યું છે. લોકડાઉન, વેક્સીનેશન, ઓક્સિજન બેડની હોસ્પિટલો ઊભી કરીને, ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ, પોલીસ વહીવટી તંત્રએ ઉમદા કાર્ય કર્યું છે. તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
નવરાત્રિના પાવન પ્રસંગે ઉપસ્થિત સૌને તથા જિલ્લાની જનતાને શુભેચ્છા પાઠવું છું અને આજે કોરોના વોરિયર્સનું સન્માન કરતા આનંદની લાગણી અનુભવું છું કાર્યક્રમ સમયે મેઘાએ પણ પધરામણી કરી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી માલમ સાંસદ દિપસિંહ રાઠોડ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ તથા જનરલ હોસ્પિટલના ડોક્ટરોનું તથા નર્સ, પેરામેડિકલ અને આશા વર્કર બહેનોનુ પણ પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય વિભાગની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી અને લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય કર્મચારીઓ સ્થાનિક અગ્રણીઓ, નાયબ નિયામક આરોગ્ય વિભાગ ગાંધીનગરના ડો. તૃપ્તિબેન દેસાઇ, જનરલ હોસ્પિટલના અધિકારીશ્રી હિતેશ બ્રહ્મભટ્ટ, મામલતદાર શ્રીગમાર, વિવિધ સમિતીના ચેરમેન અને સંગઠન અગ્રણીઓ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ખેડબ્રહ્મા ખાતે કાર્યક્ર્મ પૂર્ણ કરી મંત્રીશ્રી માલમે જિલ્લાની સહકારી ક્ષેત્રે અગ્રીમ હરોળની સાબર ડેરીની મુલાકાત લીધી હતી જ્યાં સાબરડેરીના ચેરમેનશ્રી શામળભાઇ પટેલે ડેરીની કામગીરી અને પ્લાન્ટ વિષે માહિતી આપી અને વિવિધ વિભાગોનું નિરિક્ષણ કર્યું હતું.
ત્યારબાદ રાજપુર ખાતે કામધેનુ પોલીટેકનીક કોલેજની મુલાકાત દરમિયાન કોલેજના આચાર્યશ્રીએ યુનિવર્સિટીની કામગીરી અંગે અવગત કર્યા હતા. અને એમ.એમ. આર. ગૌશાળાની મુલાકાત તથા આકોદરા એનીમલ હોસ્ટેલની મુલાકાત લીધી હતી અને પશુપાલન ક્ષેત્રના વ્યવસાય અંગે જાત માહિતી મેળવી હતી.