Header Ads

  • Breaking News

    આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ખેડૂત તાલીમ યોજવા મા આવી

     
    આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ખેડૂત તાલીમ

     સાબરકાંઠા જિલ્લાના કૃષિ વિભાગ અને ઇફ્કો કંપની દ્રારા ના સંયુક્ત ઉપક્ર્મે  ઇડર તાલુકાના કડિદરા ગામે એક ખેડૂત તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોની આવક બમણી થાય તેમજ ખેડૂતોને સારું ગુણવત્તા યુક્ત ખાતર મળી રહે તેમજ બિનજરૂરી  રાસાયણીક દવાઓનો ઉપયોગ ઘટાડવાના ઉદ્દેશ્યથી આ તાલિમનુ આયોજન કરવામાં આવ્યું હતું.



                જિલ્લાના ખેડૂતોને પાકોમાં જરૂરિયાત મુજબના પોષક તત્વો અને અલગ-અલગ ઓર્ગેનિક બાયોફર્ટીલાઇઝર નું માર્ગદર્શન મળી રહે તે હેતુથી એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિ) શ્રી પી.બી.ખિસ્તરીયા, ઇફકો કંપનીના સ્ટેટ માર્કેટિંગ મેનેજર શ્રી એન.એસ.પટેલ,  ઇફકો કંપનીના એરીયા મેનેજર શ્રી બી.વી. નકુમ વગેરે અધિકારીઓ અને કૃષિ નિષ્ણાતો દ્વારા રાસાયણિક ખાતરની ગુણવત્તા સંબંધિત કાયદાઓ રાસાયણિક ખાતરના પ્રકાર  તેમની વિવિધ પાકોમાં ઉપયોગીતાઓ કૃષિ પાકોના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી પોષક તત્વો તથા વિવિધ પ્રકારના રાસાયણિક ઓર્ગેનિક તથા બાયોફર્ટીલાઇઝર વિસ્તૃત માર્ગદર્શન આ તાલીમમાં આપવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં ઇડર તાલુકાના 300 જેટલા ખેડૂતોએ ભાગ લઇ આ તાલીમને સફળ બનાવી હતી.  


    જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં સ્પેશ્યલ ડી એલ સી સી ક્રેડિટ આઉટ રીચ પ્રોગ્રામ અંગે બેઠક યોજાઈ

    લીડ બેંક સેલ બેંક ઓફ બરોડા સાબરકાંઠા દ્વારા સરકારી યોજનાકીય તથા ખાનગી લોન અંગે તા. ૧૬ થી ૨૮ ઓક્ટોબર સુધી જિલ્લાની વિવિધ બેંકો ખાસ ઝુંબેશ હાથ ધરશે, ૨૯મી ઓક્ટોબરે મહાનુભાવોના હસ્તે મંજૂરી પત્રો એનાયત કરાશે.

    ************

    જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નગરપાલિકા તથા સ્વ સહાય જૂથો એમ.એસ.એમ.ઇ અંતર્ગત ઓનલાઈન અરજી કરવામાં આવશે. જિલ્લાની ૨૬૦ બ્રાન્ચ બેંકો અને સરકારી વિભાગને ટાર્ગેટની કરાયેલી ફાળવણી.

    ***********

            કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ક્રેડિટ ધિરાણ કરની બેન્કિંગ સંસ્થાઓ અને રાજ્ય સરકારની અમલીકરણ એજન્સીઓના સંકલન અને લોકોને વધુમાં વધુ લાભ થાય તે આશયના ભાગરૂપે આત્મનિર્ભર ભારત સ્વનિર્ભર બની રોજગારીનું સર્જન થાય અને લોકોને સરળતાથી ઘર આંગણે  ધિરાણ મળે તે આશયથી જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાની લીડ બેંક, બેંક ઓફ બરોડા અને જિલ્લાની વિવિધ બ્રાંચોના મેનેજર સાથે સ્પેશિયલ ડી એલ સી સી ક્રેડિટ આઉટ રીચ પ્રોગ્રામ અંતર્ગત  કલેકટર કચેરી ખાતે બેઠક મળી હતી



                . જેમાં ઓફલાઈન ઓનલાઈન ધિરાણ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને નિર્ધારિત લક્ષ્યાંક મુજબ યોજનાકીય લાભાર્થીઓનો ટાર્ગેટ સિદ્ધ થાય તે માટે લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. આ ક્રેડિટ ધિરાણમાં જિલ્લાની વિવિધ ૨૬૦ બ્રાન્ચનો સહયોગ લેવામાં આવી રહ્યો છે સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નગરપાલિકા તથા એમ.એસ.એમ.ઇ. અને સ્વસહાય જૂથો દ્વારા બેન્કિંગ સેક્ટર સાથે સંકલન સહકારથી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લોકોને મળી રહે તે માટે પંદર દિવસ માટે ખાસ કેમ્પેન હાથ ધરવામાં આવ્યું છે.
             તે અન્વયે સાબરકાંઠા જિલ્લામાં તા. ૧૬ થી ૨૮ દરમ્યાનની પસંદગી ઓનલાઇન અરજી તથા જરૂરી આધાર પુરાવા રજૂ કરીને યોજનાકીય મંજૂરી પત્ર તૈયાર કરવામાં આવશે અને આગામી તા. ૨૯ ઓક્ટોબરે મહાનુભવોના હસ્તે મંજૂરીપત્ર ધીરણ આપવામાં આવશે. તથા સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતેથી વિવિધ બેંકો દ્વારા સ્ટોલ ઊભા કરીને સ્પોર્ટ લોન આપવાની તથા યોજનાકીય સમજ આપવામાં આવશે.

           આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની પી. એમ. એમ.વાય, એસ. યુ. આઈ., પી.એમ., સ્વનિધિ, ઇ.સી.એલ.જી એસ,એ. આઈ. એફ., પી.એમ.ઇ જી.પી, એ. એચ. એફ, આત્મનિર્ભર ભારત સ્કીમ તથા રાજ્યની સ્કિમનો સમાવેશ આ મેગા લોન ધિરાણ કાર્યક્રમમાં સામેલ કરાશે. જેમાં મુખ્યત્વે એમ.એમ. એમ. ઈ., જન સુરક્ષા, એગ્રીકલ્ચર સેક્ટરનો સમાવેશ થાય છે. જેમાં ખાનગી અને રાષ્ટ્રીયકૃત બેંકો ભાગ લેશે.

           એમ.એસ.એમ.ઈ પ્રત્યેક બ્રાંચની ૧૫ કેશ, એસ. યુ. આઈ  એક બ્રાન્ચની એક કેશ, પી. એમ. ઈ. જી. પી. ત્રણ કેશ,  પ્રત્યેક બ્રાન્ચ, પી.એમ. સ્વનિધિ, ઓલ પેન્ડિંગ, ઓનલાઇન એપ્લિકેશન, જન સુરક્ષા પર બ્રાન્ચ ૧૦ (PMSBY), પી. એમ. જે. જે. બી. વાય-૧૦૦,એ.પી.વાય.-૫૦, પી.એમ.જે.ડી.વાય-૨૦ નવા ખાતા પર બ્રાન્ચ ખોલશે,  ૧૮ થી ૨૧ વર્ષની ઉંમરના લોકો માટે KCC ૨૫  કેશ પર બ્રાન્ચ, SHGNRLM-10 પર બ્રાન્ચ,  તેમજ જનરલ લોનમાં હાઉસિંગ, એજ્યુકેશન, કાર લોન, ખેતીવાડી અને ટ્રેક્ટર જેવી લોન સેવાનો સમાવેશ થાય છે.

          આ મેગા ઇવેન્ટનો બેંક.ઓફ.બરોડા ઓર્ગેનાઇઝેશન કરશે તેમાં નાબાર્ડ એસ.બી.આઇ. પ્રાઇવેટ તેમજ આર્સેટી સ્ટોલ તાલીમ સંસ્થા પણ આ કાર્યક્રમમાં સક્રિય રહીને લોન સેવા ઉપલબ્ધ કરવામાં સહાયરૂપ થશે.      

     

        આ બેઠકમાં એલ. ડી. એમ. સાબરકાંઠા શ્રી રાજેન્દ્ર સાંડેરા, BGGB સાબરકાંઠાના મેનેજર શ્રી સંજય કબાડ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી નીનામા, આર.સી.એ.ટી તાલીમ સંસ્થાના ડાયરેક્ટર શ્રી દેવીસિંગ, બેંકના મેનેજરશ્રીઓ તથા સંબંધિત કર્મી ઉપસ્થિત રહ્યા હતા.


    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.