Header Ads

  • Breaking News

    આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રીયકક્ષાનો સમારોહ કેવડિયા ખાતે યોજાશે

     રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી-૨૦૨૧


    આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રીયકક્ષાનો સમારોહ કેવડિયા ખાતે યોજાશે

    …………….

    v પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે

    v કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજય ભલ્લાએ કેવડિયા ખાતે સમિક્ષા બેઠક યોજી

    …………….

    લોહ પુરુષ એવા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને અખંડ ભારતના એકીકરણના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી તા. ૩૧મી ઓક્ટોબરે કેવડીયા-નર્મદા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રિય એકતા દિવસની  રાષ્ટ્રિય ક્ક્ષાની ઉજવણી થનાર છે. આ ઉજવણી માટે થઈ રહેલી તૈયારીઓ અને કામગીરીની સમિક્ષા ભારત સરકારના ગૃહ સચિવ શ્રી અજય ભલ્લાએ આજે કેવડિયા ખાતે કરી હતી.



    કેવડિયા સરકીટ હાઉસ ખાતે યોજાયેલ આ સમિક્ષા બેઠકમા કેન્દ્રીય ગૃહ સચિવશ્રીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમા યોજાનાર કાર્યક્રમો સંદર્ભે સવિસ્તૃત ચર્ચા કરી હતી અને આયોજન અંગે જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યુ હતું. વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીકેવડિયા ખાતે થનાર આ ઉજવણી અંતર્ગત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે.

    આ બેઠકમાં રાજયના પોલિસવડા શ્રી આશિષ ભાટિયાએ રાષ્ટ્રિય એકતા પરેડ સંદર્ભે રાજયમા થઈ રહેલી તૈયારી અંગે માહિતી આપી હતી ત્યારબાદ એડિશનલ ડી.જી.પી શ્રી રાજુ ભાર્ગવે રાષ્ટ્રિય એકતા પરેડમા જે લોકો સહભાગી થવાના છે એની વિસ્તૃત વિગતો આપતું પ્રેઝન્ટેશન રજૂ કરી માહિતી આપી હતી. જયારે જિલ્લા કલેકટર શ્રી ડી.એ.શાહે રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી માટે સુચારૂ રીતે વ્યવસ્થાપન અને જરૂરી વિગતો આપતુ પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. જિલ્લા પોલિસ વડા શ્રી હિમકરસિહે આ ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સહિત પાર્કિગ અને અન્ય વ્યવસ્થા માટેની સવિસ્તૃત માહિતી પ્રેઝન્ટેશન દ્વારા પુરી પાડી હતી.

    આ બેઠકમાં ઈન્ટેલીજન્સ બ્યુરોના ડાયરેકટરશ્રી, સી.આર.પી.એફ ના ડી.જી.પી શ્રી પુન્ય સલીલા શ્રી વાસ્તવ, એમ.એચ.એના જોઇન્ટ ડાયરેકટર શ્રી અનીષ દયાલસિંઘ સહિત રાજય સરકારના સંબંધિત વિભાગના સનદી અધિકારીઓ અને પોલિસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.

    આ કેન્દ્રીય ટીમે સમિક્ષા બેઠક બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની પાદપૂજાની તથા પરેડ ગ્રાઉન્ડની મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા હતા. 




    રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી મગ, અડદ અને સોયાબીનની સીધી ખરીદી માટે નોંધણી પ્રક્રિયા તા. ૧૧ થી ૩૧ ઓકટોબર ૨૦૨૧ સુધી કરાશે

    ..........

    રાજ્યના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ સીઝન ૨૦૨૧-૨૨ માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ મારફત લઘુતમ ટેકાના ભાવે મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવનાર છે. આ માટેની નોંધણી પ્રક્રિયા તા. ૧૧ ઓકટોબર ૨૦૨૧ના રોજથી શરૂ થશે.

    આ અંગે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડની યાદીમાં જણાવ્યા અનુસાર લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો દ્વારા ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન નોંધણી કરાવી શકાશે. જે અંતર્ગત તા. ૧૧ થી ૩૧ ઓકટોબર ૨૦૨૧ સુધી નોંધણી કરાવી શકાશે.

    નોંધણી કરાવવા માટે જરૂરી પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭-૧૨, ૮-અની નકલ, ગામ નમૂના-૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

    ઉલ્લેખનીય છે કે, મગ, અડદ અને સોયાબીન પકવતા ખેડૂતોએ લઘુતમ ટેકાના ભાવે પાકના વેચાણ માટે ઓનલાઇન નોંધણી ફરજિયાત હોઇ, આ માટે સંબંધિત ગ્રામપંચાયત અને તાલુકા કક્ષાએ APMCનો સંપર્ક કરી નોંધણી કરાવવા જણાવાયુ છે. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો નિગમના હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડના મેનેજરની યાદીમાં જણાવ્યુ છે. 


    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.