Header Ads

  • Breaking News

    અરવલ્લી ખાતે પ્રભારી સચિવશ્રીની અધ્યક્ષતામાં “Good Governanace”ની સમીક્ષા બેઠક યોજાઈ


     અરવલ્લી કલેકટર કચેરી ખાતે પ્રભારી સચિવશ્રીની અધ્યક્ષતામાં “Good Governanace”ની સમીક્ષા બેઠક યોજાઈ


    રાજ્ય સરકારશ્રીના વિવિધ વિભાગોની લોક કલ્યાણકારી યોજનાઓ પરત્વે અગ્રેસર રીતે “Good Governanace” થકી લોકાભિમુખ વહીવટ બાબતે “District Plan” તૈયાર કરવા સુચન કરાયું હતું.
           જે અંતર્ગત અરવલ્લી જીલ્લાના કલેકટર કચેરી ખાતે જીલ્લા પ્રભારી સચિવશ્રી રૂપવંતસિંહની અધ્યક્ષતામાં તથા જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં “Good Governanace”ની સમીક્ષા બેઠક યોજાઈ. 


           જેમાં જીલ્લાની લોક કલ્યાણકારી વહીવટ પરત્વે સતતપણે આયોજન, અમલીકરણ, અસરકારક નિરીક્ષણ તેમજ ટેકનોલોજીના માધ્યમથી લોકોની સુવિધામાં વધારો થાય અને વહીવટી સેવાઓનું સરલીકરણ થાય તે સારૂ જીલ્લાના કાર્યક્ષેત્ર હેઠળની કામગીરી સંદર્ભે હાલમાં કાર્ય કરવાની પધ્ધતિમાં સુધારણાનો અવકાશ, સુધારણા થકી વહીવટી સેવાઓના સરલીકરણ અને સુચનો સહિત યોજના/સેવાઓનું ટૂંકું પ્રેઝન્ટેશન(PPT) મારફતે જીલ્લામાં કરેલા જુદા-જુદા કામોની વિગતોની ચર્ચા તથા દરેક અધિકારીશ્રીઓ દ્વારા કરેલ કામગીરીની સમીક્ષા કરાઈ હતી.
           આ બેઠકમાં જીલ્લા પ્રભારી સચિવશ્રી રૂપવંતસિંહે જણાવ્યું કે, અરવલ્લી જીલ્લામાં ચાલતા બિઝનેસ પ્રોસેસને લગતા સેન્સેટીવીટી મુદ્દાઓને ધ્યાને લેવા, ટેકનોલોજીનો વધારેમાં વધારે ઉપયોગ કરવો, છુટા છવાયા ગામોને ઉપર લાવવા, પુરવઠાને ધ્યાને લગતા સેન્સેટીવ મુદ્દાઓની તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી આપી હતી.
            તેમણે વધુમાં જણાવ્યું કે, જીલ્લામાં ચાલતા જટિલમાં જટિલ પ્રશ્નોની દરેક અધિકારીશ્રીઓ જોડે ચર્ચા કરી, તેમજ ગ્રામ્ય કક્ષાના છેવાડાના ગામો જે સરકારની વિવિધ યોજનાઓના લાભથી વંચિત રહે છે. તેવા ગામડાઓના લોકોની યાદી બનાવવી અને તેમને સરકારની વિવિધ યોજનાઓથી વંચિત ન રહે અને તેમણે દરેક લાભ મળે તેવી કામગીરી કરવા સુચનો કર્યા હતા.
            આ બેઠકમાં જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીના તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતા તેવટિયાએ પણ જીલ્લાના અધિકારીશ્રીઓને સુચનો કર્યા કે, સરકારની “Good Governanace”ની બાબતોને ધ્યાને લઈને જીલ્લામાં ચાલતા જટિલ પ્રશ્નોનું નિરાકરણ લાવવું, તેમજ પ્રજાને મળતા લાભો અપાવવા તેવી અનેક બાબતોથી વાકેફ કર્યા હતા.
          આ બેઠકમાં અરવલ્લી જીલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, મોડાસા પ્રાંત અધિકારીશ્રી મયંક પટેલ, જીલ્લા ગ્રામ વિકાસ અધિકારીશ્રી દાવેરા, ડી.વાય એસ.પી.શ્રી, જીલ્લા પુરવઠા અધિકારીશ્રી ડોડીયા, પોલીસ અધિકારીશ્રી, ICDS અધિકારીશ્રી, આયોજન અધિકારીશ્રી, તેમજ જીલ્લાના અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




    અરવલ્લીના શામળાજી ખાતે મંદિર પરિસર, રસ્તાઓ અને સમગ્ર વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરાયું


            સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ૧લી થી ૩૧ ઓક્ટોબર સુધી પુજ્ય મહાત્મા ગાંધીજીનો સ્વચ્છતાનો સંદેશ ફેલાવાશે. જેમાં  આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન તા. ૧ ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર સુધી અલગ અલગ કાર્યક્રમો દ્વારા સ્વચ્છ ભારત મિશન જનભાગીદારી દ્વારા અમલી બનાવવામાં આવશે. 
            જે અંતર્ગત અરવલ્લી જીલ્લાને સ્વચ્છ બનાવવાના હેતુથી શામળાજી ખાતે મંદિર પરિસર, રસ્તાઓ અને સમગ્ર વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરાયું. જેમાં શામળાજીના અનેક સ્થળો પર સ્વચ્છ અભિયાન ટીમ દ્વારા પડેલ જૂની વસ્તુઓ, કચરો, મોટા પાયે પડી રહેલા પૂંઠાઓનો નિકાલ કરવામાં આવ્યો. તેમજ સ્વચ્છ ભારત મિશનને સાકાર કરવાના સપનાને લઈને શામળાજીમાં જુદા-જુદા સ્થળોએ વૃક્ષારોપણ પણ કરાયું હતું.
            ભારતના ૨.૫૦ લાખ ગામડાઓ અને ૭૪૪ જિલ્લાઓમાં નહેરુ યુવા કેન્દ્ર સંગઠન અને એન.એસ.એસ વિધાર્થીઓ દ્વારા ઘેર-ઘેર પહોંચીને કચરો અને પ્લાસ્ટીક એકઠુ કરવામાં આવશે. આ સાથે જળસ્ત્રોતોની સાફ સફાઇ પણ કરવામાં આવશે. ગામડાઓના બ્યુટીફીકેશનનું કામ કરવામાં આવશે તેમજ હેરિટેજ સાઇટની પણ સાફ સફાઈ કરવામાં આવનાર છે. 
             યાત્રાધામો, શૈક્ષણિક સંકુલો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, નેશનલ હાઈવે, સ્થાપત્યો, મંદિરો ધાર્મિક સ્થળો હોસ્પિટલ અને પિવાના પાણીના સ્ત્રોતોની પણ સાફ સફાઈ કરવામાં આવનાર છે. આ ૩૧ દિવસ દરમિયાન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘેર ઘેર સ્વચ્છતાનો સંદેશો ફેલાવી  દેશના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ જિલ્લા કલેકટરશ્રીઓ તેમજ સ્થાનિક નગરપાલિકા, શહેરી વિસ્તારો દરેક શેરી મહોલ્લાની જગ્યાએ યુવાનો દ્વારા ખાસ અભિયાન ચલાવીને જાગૃતિ ફેલાવવા પ્રયાસ  કરવામાં આવશે. તેમજ કચરો ડોર ટુ ડોર કલેકશન કરીને પધ્ધતિસરનો નિકાલ કરવામાં આવશે જેમાં યુવાનો પ્રબુધ્ધ નાગરિકો સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો ચુંટાયેલા પદાધિકારીઓ સ્વચ્છ ભારત મિશનમાં સામેલ થઈ સહયોગ આપવા નમ્ર અપિલ કરવામાં આવી છે.

    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.