Header Ads

  • Breaking News

    ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનેશનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા આરોગ્ય મંત્રી શ્રી

     રાજ્યના નાગરિકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે
    સતત ચિંતા અને ચિંતન કરતી આ સરકાર છે : આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ

    …………

    ગાંધીનગર ખાતેથી
    ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનેશનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ : રાજ્ય આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થતિ

    …………

    સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત

    ન્યૂમોનિયા તેમજ મગજના તાવથી બચાવતી ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિન (પી.સી.વી.) રાજ્યના આરોગ્ય કેન્દ્ર ઉપર વિનામૂલ્યે ઉપલબ્ધ

    …………

    ગાંધીનગરના સેક્ટર - ૨ માં આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે બાળકને ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનના ટીપાં પીવડાવી ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનેશનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા કહ્યું હતું કે, આ સરકાર રાજ્યના નાગરિકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સતત ચિંતા અને ચિંતન કરતી સરકાર છે. આ રસીકરણ કાર્યક્રમમાં રાજ્ય આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે ઉપસ્થિત રહી રાજ્ય સરકારના આ નિર્ણયને તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ માટેનો મહત્વનો ગણાવ્યો હતો.



    આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે, કેન્દ્ર સરકારના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં ન્યૂમોનિયા તેમજ મગજના તાવથી બચાવતી ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનનો (પી.સી.વી.) સમાવેશ કરવામાં આવ્યો છે. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ આરોગ્ય કેન્દ્રો પર ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિન (પી.સી.વી.) વિનામૂલ્યે ઉપલબ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું. 

    મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આરોગ્ય ક્ષેત્રે લેવામાં આવી રહેલા નવીન પગલાઓમાનું એક મહત્વનું પગલું એટલે ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનનો (પી.સી.વી.) સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સમાવેશ. ન્યૂમોનિયા તથા મગજનો તાવ એ ન્યૂમોકોકલ બેક્ટેરિયાથી થતી બીમારીઓ છે. ન્યૂમોનિયા પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુનું એક મુખ્ય કારણ છે ત્યારે આવી બીમારીઓ સામે બાળકોને સુરક્ષા પૂરી પાડવામાં આ વેક્સિન (પી.સી.વી.) મદદરૂપ સાબિત થશે. 

     

    આ વેળાએ રાજ્ય આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે કહ્યું કે, આ એક સુરક્ષિત વેક્સિન છે. આ વેક્સિન અન્ય નિર્ધારિત વેક્સિન સાથે આપવામાં આવશે. એક જ સમયે ઘણી બધી રસીઓ આપવી બાળકો માટે પૂર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક છે. અન્ય વેક્સિનની જેમ આ વેક્સિન લીધા બાદ બાળકને હળવો તાવ અથવા રસી આપેલ જગ્યાએ લાલાશ થઈ શકે છે. 

    મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે ઉમેર્યું કે, મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પદભાર સંભાળતાની સાથે જ અનેક જનહિત લક્ષી નિર્ણયો લેવાના શરૂ કર્યા છે ત્યારે આ ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનેશનનો (પી.સી.વી.) નિર્ણય સ્વસ્થ અને સક્ષમ રાષ્ટ્રના નિર્માણ માટે મહત્વનો પુરવાર થશે.

    આ કાર્યક્રમમાં આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરેમ્યુનસિપલ કમિશનર શ્રી ડૉ. ધવલ પટેલમિશન ડાયરેક્ટર શ્રી રમ્યા મોહનઆરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓગાંધીનગરના કર્પોરેટરશ્રીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. 

    આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, બાળકને ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનના (પી.સી.વી.) ત્રણ ડોઝ લેવાના રહેશે. જેમાં પ્રથમ ડોઝ જન્મના ૬ અઠવાડિયા બાદ, બીજો ડોઝ ૧૪ અઠવાડિયા બાદ અને બૂસ્ટર ડોઝ ૯ મહિને લેવાનો રહેશે. ન્યૂમોનિયા તેમજ મગજના તાવથી મહત્તમ સુરક્ષા મળી રહે તે માટે વેક્સિનના ત્રણેય ડોઝ સમયસર લેવા આવશ્યક છે. 

    આ કાર્યક્રમમાં આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, મ્યુનસિપલ કમિશનર શ્રી ડૉ. ધવલ પટેલ, મિશન ડાયરેક્ટર શ્રી રમ્યા મોહન, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ગાંધીનગરના કર્પોરેટરશ્રીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. 

    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.