અરવલ્લી ના આજ ના મુખ્ય સમાચાર
મોડાસાના મહાદેવગામના મીની રાજઘાટ ખાતે સામાજીક સંસ્થાઓ દ્વારા ગાંધીજીને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા
અરવલ્લી જિલ્લાના મોડાસાના મહાદેવગામ ખાતે આવેલા દિલ્હી રાજઘાટ પર ગાંધીજીના જ્યાં અસ્તિ વિસર્જન કરવામાં આવ્યા હતા.
જેમાં મેશ્વો ઝુમ્મર નદી કિનારે આવેલા હાથિયા ડુંગર પર મિનિટ રાજગઢ કે જ્યાં ગાંધીજીના અનુયાયીઓ દ્વારા તેમના અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા હતા.
જયન્ટ્સ મોડાસા, સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી જિલ્લા સ્કાઉટ ગાઈડ અરવલ્લી, જિલ્લા .મોડાસા કોલેજ એનએસએસ ના વિદ્યાર્થીઓ, મહાદેવ ગામ સ્કૂલ ના બાળકો દ્વારા વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજન થી શરૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શ્રી સંયોજકનીલેશ જોશી, સ્વદેશી જાગરણ મંચ , અરવલ્લી જિલ્લા સંયોજકશ્રી સુરેન્દ્રસિંહ રાઠોડ, શ્રી ભીખુ પરમાર, સરપંચશ્રી જસુસિહ, મામલતદારશ્રી ગઢવી તથા મોટી સંખ્યામાં ગાંધીયન હાજર રહ્યા હતા
મોડાસા સબજેલ ખાતે સ્વદેશી જાગરણ મંચ તથા જાયન્ટ્સ દ્વારા ગાંધીજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં જન્મ દિવસ નિમિત્તે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તેમજ "આઝાદી કા અમૃત મહોત્સવ" હેઠળ જાયન્ટસ ગ્રુપ મોડાસા તથા સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી સાબરકાંઠાનાં સભ્યશ્રીઓ સાથે પૂર્વ સાંસદશ્રી ડો. મહેંદ્રસિંહ ચૌહાણ, સ્વદેશી જાગરણ મંચ પ્રાંત મીડિયા સંયોજકશ્રી નિલેશ જોષી દ્વારા સબજેલ ખાતે ગાંધી કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કથાકાર તરીકે જયેન્દ્ર ભટ્ટશ્રીએ બાપુના જીવન ચરિત્ર વિશે એક પાત્રિય અભિનય તેમજ ગાંધી જીવનનાં મૂલ્યો વિશે એક સફળ કાર્યક્રમ યોજી કેદીઓને જેલમાં રહી પશ્ચાતાપ કરી સુધારાત્મક વલણ અપનાવી જેલ મુકત થયા બાદ પોતાના પરિવાર અને સમાજમાં જઈ નવું જીવન જીવવા નો બોધપાઠ પાઠવ્યો હતો. તેમજ દરેક કેદીઓને માસ્ક નું વિતરણ કરવામાં આવેલ હતું
મોડાસામાં નવીન શુભારંભ થયેલ બેન્ક ઓફ મહારાષ્ટ્ર ખાતે વિશ્વ વૃદ્ધ દિવસનું આયોજન કરાયું
મોડાસામાં તાજેતરમાં જ શરૂ થયેલ બેન્ક ઓફ મહારાષ્ટ્ર ગ્રાહકોની સેવાના નિર્ધાર સાથે ખૂબ સુંદર રીતે કાર્ય કરી રહી છે બેન્કના શાખા પ્રબંધક તેઓની આગવી સૂઝબૂઝથી ગ્રાહકો સાથે ફક્ત નાણાંકીય વ્યવહાર માટે નહીં
પરંતુ તેમની સાથે આત્મીયતાના સંબંધો કેળવવામાં પણ અગ્રેસર રહ્યા છે ત્યારે બેંક ના શાખા પ્રબંધક અને તમામ કર્મચારીઓ નો લોકો પ્રત્યે આત્મીયતા સાથેનો સંબંધ કેળવાય અને લોકોને બેન્ક ઓફ મહારાષ્ટ્ર તેઓની પોતાની બેંક છે તેવી લાગણીનો ભાવ ઉત્પન્ન થાય તે દિશામાં આગળ વધતા તારીખ 1 ઓક્ટોબરના રોજ વિશ્વ વૃદ્ધ દિવસનું આયોજન કરાયું હતું.
જે અંતર્ગત મોડાસા નગરના વૃદ્ધોને બેંક ખાતે આમંત્રણ આપી તેઓનું સન્માન કરી વૃદ્ધો પ્રત્યે પોતાનું ભાવ પ્રદર્શિત કર્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત તત્વ કોલેજ ના ડાયરેક્ટરશ્રી તથા ન્યુઝ અરવલ્લીના તંત્રીશ્રી જયદત્તસિંહજી પુવારએ સમાજમાં અને કુટુંબમાં વૃદ્ધોનું મહત્વનું સમજાવ્યું હતું. તેમજ હાજર તમામ વડીલોના આશીર્વાદ મળ્યા હોવાની વાત કરી વડીલોનું ઋણ સમાજે ચૂકવવુ જ રહ્યું, તેવી વાત કરી બેંક મેનેજરશ્રી સંતોષ શર્માનો આભાર વ્યક્ત કર્યો હતો.
સાથે વધુમાં જણાવ્યું હતું કે બેંક નો આ નવતર અભિગમ બેંકનું કામકાજ તો આગળ વધારશે જ પણ સાથે સાથે સમાજમાં એક અતુટ બંધન અને બેંક પ્રત્યે નાગરિકો એક અતુટ બંધન થી જોડાશે જેનાથી સુદ્રઢ સમાજ વ્યવસ્થા ઉભી કરવામાં પણ મદદ મળશે.
આ કાર્યક્રમમાં બેંકના તમામ કર્મચારીશ્રીઓ તથા વૃદ્ધ વડીલશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હાજર તમામ વડીલોના આશીર્વાદ મળ્યા હોવાની વાત કરી વડીલોનું ઋણ સમાજે ચૂકવવુ જ રહ્યું, તેવી વાત કરી બેંક મેનેજરશ્રી સંતોષ શર્માનો આભાર વ્યક્ત કર્યો હતો.