Header Ads

  • Breaking News

    સાબરકાંઠા જિલ્લામાં અસંગઠિત કામદારોના રજીસ્ટ્રેશન માટે ઝુંબેશ હાથ ધરાઇ

     સાબરકાંઠા જિલ્લામાં અસંગઠિત કામદારોના વ્યાપક રજીસ્ટ્રેશન માટે ઝુંબેશ હાથ ધરાઇ


    **********


    કલેકટર શ્રી હિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને લેબર ડિપાર્ટમેન્ટ સહિતની વિવિધ વિભાગો કચેરીના અધિકારીઓની મીટીંગ યોજાઇ


    **************


    જિલ્લામાં ૧૬૦૭ કામદારોએ રજીસ્ટ્રેશન કરાવ્યા


    **********


                 રાજ્ય સરકારના લેબર કમિશનરેટ હેઠળ દરેક જિલ્લામાં અસંગઠિત કામદારોનું ઇ પોર્ટલ પર રજિસ્ટ્રેશન થાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં અસંગઠિત કામદારોનું વ્યાપક પ્રમાણમાં રજીસ્ટ્રેશન થાય અને પાત્રતા ધરાવતા દરેક કામદારો કર્મચારીઓ અને નાના વ્યવસાયકારીઓ શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવે તે માટે કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે મીટિંગ મળી હતી.



                 સાબરકાંઠા મદદનીશ શ્રમ આયુક્તશ્રીએ જણાવ્યું હતુ કે, આંગણવાડી વર્કર, તેડાગર, આશાવર્કર, શોપ એક્ટ હેઠળ દુકાનદારોના કામદારો, માછીમારો, બાંધકામ વર્કર સેલ્ફ એમ્પ્લોયર્ડ વર્કર, મિલ્કમેન,  ખેત કામદારો નાના વ્યવસાયકાર, ન્યુઝ પેપર વેન્ડર, મધ્યાન ભોજન ,પુરવઠા વિતરણ, મનરેગા તેમજ કોઈને કોઈ કામ કરતા હોય પરંતુ જે ઇન્કમટેક્સ ભરતા ન હોય, જેનું પીએફ કપાતું ન હોય તેમજ ઈ.એસ.આઈ.સી.ના મેમ્બર ન હોય તેવી  પગભર આર્થિક ઉપાર્જન કરતી તમામ વ્યક્તિઓ કે જેમની ઉંમર ૧૬ થી ૬૦ વર્ષ વચ્ચેની હોય તેઓ રજીસ્ટ્રેશન જાતે કરી શકશે અથવા નજીકના સીએસસી સેન્ટર ખાતે કરાવી શકશે.


         સંબંધિત કચેરીઓના અધિકારીઓ દ્વારા આ માટે કેમ્પ કરીને રજીસ્ટ્રેશન કરવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અત્યાર સુધીમાં જિલ્લામાં ૧૬૦૭ કામદારોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે.


          આ અંગેનું રજીસ્ટ્રેશન www.eshram.gov.in ઉપર કે જે મિનિસ્ટ્રી ઓફ લેબર એમ્પ્લોયમેન્ટ દ્વારા પોર્ટલ પર બનાવવામાં આવ્યું છે તેના પર થઈ શકશે. રજીસ્ટ્રેશન માટે માત્ર આધાર નંબર, મોબાઈલ નંબર કે જે આધાર કાર્ડ સાથે લિંક થયેલ હોય તે અને બેંક એકાઉન્ટની ડીટેલ્સ આપવાની રહેશે.


        મદદનીશ શ્રમ આયુક્ત ની કચેરી, સાબરકાંઠા, રૂમ નં.૦૦૪, બ્લોક નં.બી, ભોંયતળિયે, બહુમાળી ભવન, હાજી પુરા, હિંમતનગર, જિ. સાબરાકાંઠા-૩૮૩૦૦૧ ફોન નં- ૦૨૭૭૨ ૨૪૦૬૨૭ પર સંપર્ક કરી શકશે.

    ***********************************************************************************


     દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દેશના રીયલ હિરો છે. કોરોના વોરીયર્સ અને જન-જનને મહામારીમાં સેવા માટે પ્રેરીત કર્યા: ગરીબોને મફત અનાજ આપી જઠરાગ્નિ ઠારી

      ******************


    હિંમતનગર ટાઉન હોલ ખાતે ઝી-૨૪ કલાક ચેનલ દ્વારા કોરોના વોરીયર્સનું પ્રભારી મંત્રી શ્રી ડિંડોર અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ જિલ્લાની સેવાકીય પ્રવૃતિને બિરદાવ્યા


    ***************


                 સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ડૉ.નલીનકાન્ત ગાંધી ટાઉનહોલ ખાતે ઝી-૨૪ કલાક ચેનલ દ્વારા આયોજીત રીયલ હિરોઝ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત કોરોના વોરીયર્સ પોલીસ, આરોગ્ય, શિક્ષણ તથા સેવાભાવી સંસ્થા વ્યક્તિઓનું રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડૉ. કુબેર ડિંડોર ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસ્દીય બાબતોના મંત્રી શ્રીએ પ્રેરક સંબોધન કરી કોરોના વોરીયર્સને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી યતિનબેન મોદી અને કોરોના વોરીયર્સ અને કોરોનાકાળમાં વિશિષ્ટ કામગીરી કરનાર લોકો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી ડિંડોર સરકિટ હાઉસ ખાતે આવી પંહોચતા જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.


                આ પ્રસંગે મંત્રીશ્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘદ્રષ્ટી અને વ્યવસ્થાપન કરી દેશના સૌ લોકોને કોરોનાના કપરા સમયમાં ત્વરીત નિર્ણય અને માનવસેવાનું કાર્ય કર્યુ છે. તે કાબિલે તારીફ છે. અને દેશના રીયલ હિરો છે. તેમણાથી પરોપકારનું માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. અને જાન હૈ તો જહાન હૈનું ઉત્તમકાર્ય કર્યુ છે. કોરોના વાયરસ છૂપા દુશ્મન સામે મકકમતાથી લડવાનું  કામ કર્યુ છે. માનવ બચાવવાના અનેક કદમો ઉઠાવ્યા છે.

             દવાઓ પી.પી.કિટ, ઓક્સિજન પ્લાન્ટ, લેબોરેટરી, અને હોસ્પિટલો ઉભી કરીને ડૉકટરોની ટીમને સતત ખડેપગે રાખીને પેરામેડિકલ દ્વારા વેક્સિનેશન અને ઇન્જેકશન પંહોચાડીને મોટી સિધ્ધિ મેળવી છે. ૯ મહિનાના ટુંકા ગાળામાં સ્વદેશી રસી વિકસાવી અને બીજા દેશોને પણ રસી પુરી પાડીને વિશ્વના લોકોની માનવસેવા કરી છે. અને ૮૬ ટકા લોકોનું દેશમાં વેક્સિનેશન કરવામાં આવ્યું છે. ગુજરાત વેક્સિનમાં નંબર-વન રહ્યું છે. 

        સો વર્ષે એક આવી મોટી બિમારી આવે છે. પહેલા બિમારી આવી હતી તેમાં ઘણા લોકોનું ભૂખમરાથી મૃત્યુ પામ્યા હતા જેનું પુનરાવર્તન ન થાય તે માટે દેશના લોકોને અનાજ આપી,મફત વેક્સિન આપીને રાજ્ય અને કેન્દ્રની સરકારે ખડેપગે રહીને ગુજરાતને અડીખમ રાખ્યું છે. ગરીબોના ઘરના ચુલા જલતા રાખ્યા છે. બે ટંકનું ભોજન આપ્યું છે. ૨૯ લાખનું આત્મનિર્ભર પેકેજ આપ્યું અને ગુજરાત સરકારેપણ ૧૪ હજાર કરોડનું પેકૅજ આપીને મદદરૂપ થયા છે. ૧૩૫ કરોડની દેશની જનતાને સલામતી, સુરક્ષા માટે કદમ ઉપાડ્યા છે.


        પોલીસ, ડૉકટર, પેરામેડિકલ સ્ટાફ અનેુ વહિવટીતંત્રના સતત સહયોગ રહ્યો છે.પરીવારથી અલગ રહિને દિન-રાત મહેનત કરીને કોરોના સામે લડતા રહ્યા છે. લોકોને કપરા સમયે નાત-જાતના ભેદભાવ વગર મદદ કરનાર સૌ કર્મીઓને બિરાદાવું છું અને અભિનંદન પાઠવું છું અને ઝી-૨૪ કલાક દ્વારા આ કાર્યક્રમ આયોજીત કર્યો તેમને પણ બિરદાવું છું.


        આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ ઝી-૨૪ કલાક દ્વારા પુછાયેલા પ્રશ્નોનો દિલથી કરેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો, અને કોરોના વોરીર્યસનું સન્માન કરી સેવાની સરવાણી જિલ્લામાં વહેડાવી છે તેવા બાલકુષ્ણભાઇ, નટુભાઇ, નગરપાલિકા પ્રમુખ સહિતનાઓનું પ્રમાણપત્ર, ટ્રોફિ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.