Header Ads

  • Breaking News

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૌજન્ય મુલાકાતે ભારતસ્થિત બ્રિટીશ હાઇકમિશનર શ્રી એલેકસ એસિસ

     કલીન એનર્જી-ગ્રીન મોબિલીટી-ગ્રીન મેન્યૂફેકચરીંગના પ્રોત્સાહન માટે ગ્રીન ટેકનોલોજી સોલ્યુશન્સ-કલાયમેટ ફાઇનાન્સીંગમાં બ્રિટીશ કંપનીઓ ભાગીદારી કરી શકે:-મુખ્યમંત્રીશ્રી
    ......

    ભારત સરકારે યુ.કે સાથે ડિફેન્સ – સિકયુરિટી-હેલ્થકેર સહિતના ક્ષેત્રોમાં
    ૧૦ વર્ષીય સહભાગીતા અંગે કરેલા MOU અન્વયે
    ગુજરાતનું પણ યોગદાન આપવા મુખ્યમંત્રીશ્રીની નેમ
    .....
    સોલાર-વીન્ડ એનર્જી સેકટરમાં સહભાગીતા માટે
    મુખ્યમંત્રીશ્રીએ બ્રિટીશ હાઇકમિશનર સાથે કર્યો વિચાર-વિમર્શ
    ......
    ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’થી આદિજાતિ ટ્રાયબલ વિસ્તારના સર્વગ્રાહી ડેવલપમેન્ટનું પ્રધાનમંત્રીશ્રીનું વિઝન સાકાર થયું છે
    .....
    આગામી વાયબ્રન્ટ સમિટમાં યુ.કે ને સહભાગી થવા નિમંત્રણ આપતા મુખ્યમંત્રીશ્રી
    ......
    બ્રિટીશ હાઇકમિશનરે યુ.કે માં વેપાર વણજ ક્ષેત્રે ગુજરાત ડાયસપોરાની સિદ્ધિઓ અને મહત્વપૂર્ણ પ્રદાનની સરાહના કરી
    ......
    મુખ્યમંત્રીશ્રીને યુ.કે ની મુલાકાતે આવવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું
    .......

            મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૌજન્ય મુલાકાત ભારત સ્થિત બ્રિટીશ હાઇકમિશનર શ્રી એલેકસ એસીસ અને ડેપ્યુટી હાઇકમિશનર શ્રી પીટર કૂકે ગાંધીનગરમાં લીધી હતી.

            બ્રિટીશ હાઇકમિશનરે ગુજરાતી સમુદાયોએ ડાયસપોરાએ બ્રિટીશ-યુ.કે ના વેપાર-વણજ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ અને યોગદાનની સરાહના કરતાં ગુજરાત-યુ.કે વચ્ચેના સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ બનાવવાની હિમાયત કરી હતી.



            મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બ્રિટીશ હાઇકમિશનર સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારત સરકારે યુ.કે સાથે સિકયુરિટી, ડિફેન્સ, હેલ્થકેર સહિતના ક્ષેત્રોમાં ૧૦ વર્ષીય સહભાગીતાના રોડમેપ કંડારતા જે એમ.ઓ.યુ કર્યા છે તેમાં ગુજરાત કઇ રીતે યોગદાન આપી શકે તે અંગે તેઓ પણ વિસ્તૃત અભ્યાસ, વિચારણા કરશે.






            શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બ્રિટીશ હાઇકમિશનરશ્રીને ગુજરાત સોલાર એનર્જી સેકટરમાં અગ્રણી રાજ્ય છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, બ્રિટીશ કંપનીઓ કલીન એનર્જી, ગ્રીન મોબિલીટી, ગ્રીન મેન્યૂફેકચરીંગને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન ટેકનોલોજી સોલ્યુશન્સ અને કલાયમેટ ફાઇનાન્સીંગમાં ભાગીદારી કરી શકે.

            શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એમ પણ જણાવ્યું કે ઉચ્ચ અભ્યાસ માટે યુ.કે હંમેશા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પસંદગીનું સ્થળ રહ્યું છે.

            એટલું જ નહિ, ગુજરાત-યુ.કે ની યુનિવર્સિટીઓ, શિક્ષણ સંસ્થાઓ, ટેકનોલોજી, ટુરિઝમ, મેનેજમેન્ટ, આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સના ક્ષેત્રોમાં અભ્યાસક્રમોની પરસ્પર સહભાગીતા પણ કરી શકે તેવી સંભાવનાઓ છે.

            મુખ્યમંત્રીશ્રીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબના ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’’ની વિશેષતાઓ બ્રિટીશ હાઇકમિશનર સમક્ષ વર્ણવી હતી.

            આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, ટ્રાયબલ આદિજાતિ વિસ્તારમાં સર્વગ્રાહી વિકાસના પ્રધાનમંત્રીશ્રીના આગવા વિઝનનો ખ્યાલ આ સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરિસરની વિકાસગાથા નિહાળવાથી મળી શકે.

            શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ વિરાટત્તમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરિસરની મુલાકાત લેવા બ્રિટીશ હાઇકમિશનરને અનુરોધ કરતાં સૌના સાથ, સૌના વિકાસના મંત્રથી આત્મનિર્ભરતા સાથે ગ્લોબલી કેવો વિકાસ સાધી શકાય તે પણ અવશ્ય જાણવાનો અનુરોધ કર્યો હતો.

            મુખ્યમંત્રીશ્રીએ આગામી વાયબ્રન્ટ સમિટ-ર૦રર માં યુ.કે ના ઉચ્ચસ્તરીય ડેલિગેશનને જોડાવાનું નિમંત્રણ પાઠવ્યું હતું.

            બ્રિટીશ હાઇકમિશનર શ્રી એલેકસ એસિસે પણ મુખ્યમંત્રીશ્રીની યુ.કે ની મુલાકાતે આવવાનું ભાવભર્યુ આમંત્રણ આપ્યું હતું.

            મુખ્યમંત્રીશ્રીએ બ્રિટીશ હાઇકમિશનરશ્રીને સરદાર સાહેબની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’’ની પ્રતિકૃતિ અને સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરિસરની વિશેષતાઓ, પ્રવાસન સૌંદર્યનું નિરૂપણ કરતી પુસ્તિકા સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી.

            આ શુભેચ્છા મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા તેમજ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી પણ જોડાયા 


    બ્રાઝિલના ભારત સ્થિત રાજદૂત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાતે 


    ગુજરાતનો મોટો ફાળો છે:-મુખ્યમંત્રીશ્રી

    .....

    ગુજરાત-બ્રાઝિલ વચ્ચે મૂડીરોકાણ-વ્યાપારિક-વ્યવસાયિક સંબંધો વ્યાપક ફલકે વિકસાવવામાં ગુજરાતની વિવિધ પોલિસીઝ પ્રોત્સાહક બનશે:-શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

    -: વાયબ્રન્ટ સમિટ-ર૦રરમાં બ્રાઝિલને જોડાવા મુખ્યમંત્રીશ્રીનું નિમંત્રણ :-

    ......

    એનર્જી સેકટરમાં ગુજરાતની અગ્રેસરતા બ્રાઝિલ માટે પ્રેરણારૂપ છે:- બ્રાઝિલ રાજદૂત

    ......

    ગુજરાત-બ્રાઝિલ વચ્ચેના આપસી સંબંધોમાં ગીર ગાય નસ્લ જેમ જ ન્યૂ ઇકોનોમીમાં

    મૈત્રી કરાર નવિન તકો ખોલી શકે

    ......

           મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત બ્રાઝિલના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત આંન્દ્રે અરન્હા કોરિયા ડૉ. લાગોએ ગાંધીનગરમાં લીધી હતી.

           મુખ્યમંત્રીશ્રીએ બ્રાઝિલ રાજદૂત સાથેની આ શુભેચ્છા મુલાકાત બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, બ્રાઝિલે પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે જે ક્રાંતિ કરી છે તેના મૂળમાં ગુજરાતનું મોટું યોગદાન રહેલું છે.

           આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ બ્રાઝિલને ગીર નસ્લના બળદ-આખલાની ભેટ આપેલી તેની સ્મૃતિ તાજી કરી હતી.

           શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બ્રાઝિલ અને ગુજરાત વચ્ચે મૂડીરોકાણો, વેપાર વાણિજયના સંબંધોને વધુ વ્યાપકપણે વિકસાવવામાં ગુજરાતની વિવિધ પોલિસીઝ પ્રોત્સાહક બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

           તેમણે ગુજરાતે ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટીકસ એન્ડ લોજિસ્ટીક પાર્ક પોલિસી-ર૦ર૧, ઇલેકટ્રીકલ વ્હીકલ પોલિસી-ર૦ર૧, સોલાર એનર્જી પોલિસી તેમજ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જેવી પ્રોત્સાહક પોલિસીઝથી ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ બન્યું છે તેમ પણ જણાવ્યું હતું.

           મુખ્યમંત્રીશ્રીએ બ્રાઝિલમાંથી મિનરલ્સ, ઓઇલ વગેરેની ભારતમાં આયાત થાય છે તેની પણ વિગતો આપી હતી. ઇથેનોલ ફયુઅલ વપરાશમાં બ્રાઝિલના અનુભવ જ્ઞાનનો સહયોગ ગુજરાતને મળે તે માટે પણ મુખ્યમંત્રીશ્રીએ ઉત્સુકતા દર્શાવી હતી.

           શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભારતની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, બ્રાઝિલની ક્રાઇસ્ટ રિડીમાની પ્રતિમા પણ આ સ્ટેચ્યુ ઓફ યુનિટિના નિર્માણ માટેનું એક પ્રેરણાસ્ત્રોત બની છે.

           બ્રાઝિલના રાજદૂત શ્રીયુત આંન્દ્રે અરન્હા કોરિયા ડૉ. લાગોએ મુખ્યમંત્રીશ્રીને કહ્યું કે, ગુજરાતે એનર્જી સેકટરમાં જે અગ્રેસરતા પ્રાપ્ત કરી છે તેમાંથી બ્રાઝિલને મોટી પ્રેરણા મળશે.

           તેમણે ઇથેનોલ ફયુઅલના ઉપયોગમાં બ્રાઝિલના પ૦ વર્ષના વિશાળ અનુભવ અને વાહનોમાં ફયુઅલ તરીકે સફળ ઉપયોગ અંગે પણ મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.

           બ્રાઝિલના રાજદૂતશ્રીએ ગુજરાતના અડાલજની વાવ સહિતના સ્થાપત્ય વારસાથી પણ તેઓ પ્રભાવિત થયા છે તેમ જણાવ્યું હતું.

           મુખ્યમંત્રીશ્રીએ આગામી વાયબ્રન્ટ સમિટ-ર૦રર માં બ્રાઝિલ પણ જોડાય તેવું નિમંત્રણ પાઠવ્યું હતું.

           તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિકૃતિ બ્રાઝિલ રાજદૂતને સ્મૃતિચિન્હ તરીકે અર્પણ કરી હતી.

           આ શુભેચ્છા મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી પણ ઉપસ્થિત રહ્યા હતા. 

    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.