અરવલ્લી જીલ્લામાં “રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ” ઉજવાયો
ગ્રાહકોમાં
ખરીદી સમયે જાગૃતતા આવે માટે આગામી સમયમાં ગ્રાહક સુરક્ષાની શિબિરોનું વધુમાં વધુ
આયોજન કરાશે
-મંત્રીશ્રી
ગજેન્દ્રસિંહ પરમાર
*****
ગ્રાહકો
ત્રિસ્તરીય રીતે ગ્રાહક સુરક્ષામાં અરજી કરી શકે છે
-ગ્રાહક
તકરાર નિવારણ આયોગ પ્રમુખશ્રી એ.એસ.ગઢવી
*****
મોડાસાના
ટાઉન હોલ ખાતે અન્ન,નાગરિક પુરવઠો રાજ્ય
મંત્રીશ્રીની અધ્યક્ષતામાં “રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ”
ની ઉજવણી કરાઈ
*****
ગુજરાત
રાજ્યના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ અને કન્ઝ્યુમર અફેર્સ એન્ડ
પ્રોટેક્શન એજન્સી ઓફ ગુજરાત (કા.પા.ગ.) ના સહયોગથી ૨૪ ડિસેમ્બરના રોજ સમગ્ર
ભારતમાં તેમજ રાજ્યમાં ગ્રાહક સુરક્ષા પરિષદ દ્વારા “રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ”ની ઉજવણી કરવામાં આવે
છે.
જે અંતર્ગત અરવલ્લી જીલ્લાના મોડાસાના
મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે અન્ન,નાગરિક પુરવઠો
અને ગ્રાહ બાબતો (ગુજરાત રાજ્ય)ના રાજ્ય મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની
અધ્યક્ષતામાં “રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ” ની ઉજવણી કરાઈ.
આ પ્રસંગે મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ
પરમારે જણાવ્યું કે, આજનો દિવસ એટલે કે
૨૪ ડિસેમ્બર એ સમગ્ર ભારતમાં “રાષ્ટ્રીય ગ્રાહક દિવસ”
તરીકે ઉજવાય છે. ગ્રાહકોમાં ખરીદી સમયે જાગૃતતા આવે. તેમજ ગ્રાહકો
ખરીદી સમયે સાવચેત રહે તથા ખરીદી બાબતમાં જાગૃતિ આવે તે માટે આવનારા સમયમાં ગ્રાહક
સુરક્ષાની શિબિરોનું વધુમાં વધુ આયોજન થવું જોઈએ તેવુ ભારપૂર્વક જણાવ્યું હતું.
તેમણે વહીવટી તંત્રને અનુરોધ કરતા
જણાવ્યું કે, કોઇપણ પ્રકારના ગ્રાહકોના લગતા
મુદ્દાઓને ધ્યાને દોરવા કહ્યું હતું. જેથી સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવી શકાય.
સાથે તેમણે ગ્રાહકોને નાની મોટી ખરીદીમાં ફરિયાદો હોય છે અને પોતાના સાથે
છેતરપિંડી ન થાય તેનું પૂરતું ધ્યાન રાજ્ય સરકાર રાખી રહી છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રાહક તકરાર
નિવારણ આયોગ બનાસકાંઠા,પાટણ, સાબરકાંઠા પ્રમુખશ્રી એ.એસ.ગઢવીએ જણાવ્યું હતું કે, ગ્રાહકો
છેતરાય ત્યારે તેની ફરીયાદો માટે ક્યા જવું તેના વિષે ગ્રાહકોને માહિતગાર
કર્યા.ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ત્રિસ્તરીય રીતે ફરિયાદ કરી શકે છે, જેમાં પ્રથમ જીલ્લામાં ગ્રાહક સુરક્ષાની કચેરી હોય છે ગ્રાહક દસ્તાવેજી
પુરાવા સાથે અરજી કરી શકે છે. જેના આધારે જ અધિકારી સામેવાળી વ્યક્તિને કે કંપનીને
નોટીસ કરી શકે છે. ગ્રાહક એક કરોડ સુધીની છેતરપિંડીની ફરિયાદ કરી શકે છે. તેમજ જો
આ ફરિયાદમાં તેને કોઈ નિવારણ ન મળે તો તે બીજી રીતે સમગ્ર ગુજરાતમાં આવેલી
અમદાવાદની સ્ટેટ કમિશનમાં પણ જઈ શકે છે તથા ત્રીજી રીતે તે નેશનલ કમિશન કચેરી
દિલ્હીમાં ફરિયાદ કરી શકે તથા કાયદાનો આશરો લઇ શકે છે.
તેમણે વધુ જણાવતા કહ્યું કે,
સૌ ગ્રાહકોએ નાની-નાની બાબતોથી પણ જાગૃત થવાની જરૂર છે. એ.ટી.એમ
ફ્રોડ થાય તેનાથી સાવચેત રહેવું. વીમા પોલીસીઓથી સાવચેત રહેવું. તેમાં આપેલી
શરતોને ધ્યાનથી વાંચવી જોઈએ. તેમજ અરવલ્લી જીલ્લાના ઘર આંગણે ગ્રાહકોને ન્યાય મળી
રહે તેવી વ્યવસ્થા ઉભી કરી રહ્યા છીએ.
મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત જાગૃત નાગરિક,ગ્રાહક સુરક્ષા મંડળ ડીસાના પ્રમુખશ્રી કિશોર દવેએ જણાવ્યું કે, ગ્રાહક એ બજારનો રાજા કહેવાય છે પરંતુ બજારમાં ખરીદી સમયે હમેશા વેપારીઓથી
છેતરાતા હોય છે. ગ્રાહક સુરક્ષા કાયદો એ એક હથિયાર સમાન છે, સુરક્ષા
કાયદાનો ઉપયોગ કઈ રીતે કરવો તે જાણકારી
હોવી જોઈએ. ગ્રાહક સુરક્ષાને નહિ સમજો ત્યાં સુધી છેતરપિંડીનો ભોગ બનતા
રહેશો. ગ્રાહક સુરક્ષા કાયદામાં આઠ અધિકારો આપેલા છે. જેવા કે માહિતી મેળવવાનો
અધિકાર, પસંદગીનો અધિકાર, સુરક્ષાનો
અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, વળતર
મેળવવાનો અધિકાર, તંદુરસ્ત પર્યાવરણનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર, પાયાની જરૂરિયાત મેળવવાનો
અધિકાર રહેલા છે.
આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટરશ્રી
નરેન્દ્રકુમાર મીના, તાલુકા પંચાયતના
પ્રમુખશ્રી બીપીનભાઈ, મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી
જલ્પાબેન ભાવસાર, અંગત સચિવશ્રી ડી.એલ.પરમાર, મોડાસા પ્રાંત અધિકારીશ્રી મીતાબેન ડોડીયા, અગ્રણી શ્રી ભીખાજી ડામોર, જીલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદ
પ્રમુખશ્રી સિરાજ મન્સુરી, જીલ્લા કાનૂની માપ વિજ્ઞાન મદદનીશ
નિયંત્રકશ્રી હર્ષ ઠક્કર, એમ.એમ.રાઠોડ તેમજ અન્ય અધિકારીઓ તથા લો કોલેજના વિદ્યાર્થીઓ
ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦