અરવલ્લી જીલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ
મોડાસાના
ભામાશા હોલ ખાતે પ્રથમ દિવસે વહીવટી સુધારણા દિન ઉજવાયો
*****
રાજ્ય
સરકારની સુશાસનની સજ્જ્ત્તાથી છેવાડાના લોકોને વિકાસના મીઠાફળ મળી રહ્યા છે
-મંત્રીશ્રી
પ્રદીપભાઈ પરમાર
******
આપણી
ફરજ છે કે સકારાત્મકથી લોકોની ભલાઈ માટે કામ કરવું જોઈએ
-જીલ્લા
કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીના
******
રાજ્ય
સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપયજીના જન્મ જયંતિ
નિમિત્તે સુશાસન સપ્તાહની તા. ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ઉજવણી કરવાનું
નક્કી કર્યું છે. જેમાં સુશાસન સપ્તાહ અંતર્ગત Good Governance ની ઉજવણી સંદર્ભે સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ સુશાસન દિવસની ઉજવણી
કરાશે.
જે અંતર્ગત અરવલ્લી જીલ્લાના મોડાસાના
ભામાશા હોલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની
અધ્યક્ષતામાં રાજ્ય સરકારના સુશાસન સપ્તાહના પ્રથમ દિવસે Good
Governance “વહીવટી સુધારણા દિન”ની ઉજવણી કરાઈ.
આ પ્રસંગે મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારે
જણાવ્યું કે, ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપયીનાં જન્મદિવસને સુશાસન
દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીએ છેવાડાનાં માણસની પ્રગતિને પ્રાધાન્ય
અને સ્વદેશી ઉદ્યોગોને મહત્વ દ્વારા મજબુત ભારતના નિર્માણની કરેલી વાત સુશાસનનો જ
પાયો છે. સુશાસન એટલે એવું રાજ્ય જ્યાં વસતા દરેક નાગરિકને પૂર્ણ વિકાસની પ્રતીતિ થાય થાય એવું વાતાવરણ
મળે.પ્રધાનમંત્રીશ્રી દ્વારા નીતિ નિયમમાં સુધારો લાવીને છેવાડાના માનવી સુધી
સરકારની જન કલ્યાણકારી અને યોજનાકીય સુવિધાઓ પહોંચે તે માટેના કર્યો સિદ્ધ કર્યા
છે. રાજ્ય સરકારની સુશાસનની સજજતાથી છેવાડાના લોકોને વિકાસના મીઠાફળ મળી રહ્યા છે.
ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બનીને દેશના અન્ય રાજ્યોને પણ પ્રેરણા પુરી પાડી
રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, આપણી સરકાર એ
બધા જ સમાજના લોકોનું કલ્યાણ થાય તે માટે કાર્યો કર્યા છે. રાજ્યના લોકો પગભર બને
તે માટે મુખ્યમંત્રીશ્રી વિવિધ નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રાજાની
સુખાકારીમાં વધે અને તેમણે સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તેની ચિંતા કરી છે. તેમજ ગુજરાતે
‘વાઈબ્રન્ટ સમીટ’નાં માધ્યમથી દુનિયાભરના ઉધોગપતિઓને
ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રેરણા આપી જેનો સીધો લાભ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને અને
ગુજરાતના યુવાનોને મળતો રહ્યો છે. પ્રજાની સુખાકારી માટે આવતા દરેક મુદ્દાઓને
સરકાર સમક્ષ રજુ કરજો જેનું અમે ઝડપથી નિરાકરણ લાવવા માટે કટીબદ્ધ છીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના
રાત્રિસભા યોજવાના નિર્ણયોથી તત્કાલીન લોકોની સમસ્યાઓનું નિરાકરણ આવે છે. જે માટે
સરકારની આપણા પર જે અપેક્ષાઓ છે તેના પર ખડેપગે રહીને કામગીરી કરીશું. આપણી ફરજ છે
કે સકારાત્મકથી લોકોની ભલાઈ માટે કામ કરવું જોઈએ. તેમજ તમે સૌ સારી કામગીરી કરી
રહ્યા છો અને વધારેમાં વધારે સારી કામગીરી કરવા અધિકારી/કર્મચારીશ્રીઓને અનુરોધ
કર્યો.
આ
પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણ, મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ
જલ્પાબેન ભાવસાર, જીલ્લા પ્રભારી શ્રીમતિ જયશ્રીબેન, જીલ્લા નિવાસી અધિક
કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, પ્રયોજના વહીવટદારશ્રી એસ.પી.મુનિયા, જીલ્લા ગ્રામ
વિકાસ અધિકારીશ્રી દાવેરા, મોડાસા પ્રાંત અધિકારીશ્રી મીતા ડોડીયા, બાયડ પ્રાંત
અધિકારીશ્રી વિમલ બારોટ તથા જીલ્લાના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત
રહ્યા હતા.
૦૦૦૦૦