Header Ads

  • Breaking News

    ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 131 મી જન્મ જયંતિ નિમિત્તે અનુસૂચિત જાતિ,વિકસતી જાતિ અને લઘુમતી,ઈબીસી જાતિના લોકો શૈક્ષણિક અને વ્યક્તિલક્ષિ યોજનાઓ માટેની આવક મર્યાદા રૂપિયા ૬.૦૦ લાખ કરાઈ

     ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 131 મી જન્મ જયંતિ નિમિત્તે

    અનુસૂચિત જાતિ,વિકસતી જાતિ અને લઘુમતી,ઈબીસી જાતિના લોકોને 

    રાજ્ય સરકારની મહત્વની ભેટ:  શૈક્ષણિક અને વ્યક્તિલક્ષિ યોજનાઓ માટેની આવક મર્યાદા રૂપિયા ૬.૦૦ લાખ કરાઈ: સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર

    ...................................

    સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ના મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર જણાવ્યું છે કે રાજ્યના અનુસૂચિત જાતિ,વિકસતી જાતિ,લઘુમતી, ઈબીસીના લાભાર્થીઓને સહાયરૂપ થવા માટે આજે ડૉ.બાબાસાહેબ આંબેડકર ની જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકારે મહત્વની ભેટ આપીને તેમને અપાતી સહાયની આવક મર્યાદામા નોધપાત્ર વધારો કરીને રૂપિયા છ લાખ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેનો અદાજે વધુ એક લાખ લોકોને લાભ મળશે.




     

    મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે ઉમેર્યું હતું કે રાજ્યના અનુસૂચિત જાતિ,વિકસતી જાતિ,લઘુમતી, ઈબીસીના વિદ્યાર્થીઓના સર્વાંગી અને આર્થિક વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ વખતના અંદાજપત્રમાં પણ પૂરતા પ્રમાણમાં નાણાંકીય જોગવાઇઓ કરી છે ત્યારે આ વધારો આ વિધાર્થીઓને સહાયરૂપ થવામા મહત્વની ભૂમિકા અદા કરશે.

     

    રાજ્ય સરકારે લીધેલા મહત્ત્વના નિર્ણયની વિસ્તૃત વિગતો આપતાં મંત્રીશ્રી એ કહ્યું હતું કે અનુસૂચિત જાતિ,વિકસતી જાતિ,લઘુમતી, ઈબીસીની આવક મર્યાદામા વધારો કરવાથી રાજ્ય સરકાર ઉપર રૂપિયા ૫૦ કરોડનું વધારા નુ ભારણ વિદ્યાર્થીઓ વતી ઉપાડશે. અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ૨.૫૦ લાખ અને લાભાથીઁઓ માટે આવક મર્યાદા પહેલા  ગ્રામીણ વિસ્તારમાટે રૂપિયા ૧.૨૦ લાખ હતી જયારે શહેરી વિસ્તારમાં પહેલા ૧.૫૦ લાખ હતી. જેને ધ્યાને લઈને વઘુ વિદ્યાર્થીઓને અને લાભાથીઁઓને લાભ મળે એ માટે આવક મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો છે. જેનો ત્વરીત અમલ કરાશે.

    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.